જીવનદાયિની ગંગા નદી સતત સંકોચાતી જઈ રહી છે. ઉત્તરાખંડમાં હાઈડ્રો પ્રોજેક્ટ માટે બનાવાયેલા ડેમો અને આ વર્ષે વધુ ગરમીને કારણે હરિદ્વારમાં ગંગ નહેરમાં પાણી ઓછું છોડાયું છે. પરિણામે પહેલીવાર કાશીના સામે ઘાટ નજીક ગંગા નદી વચ્ચે રેતીની ટેકરીઓ ઉપસી આવી છે. જોકે નદી વચ્ચે આ રેતીની ટેકરીઓ જૂનમાં દેખાતી હતી. હાલના દિવસોમાં ગંગા નદી વચ્ચે ઉભરેલી આ ટેકરીઓ પર બેસેલા માછીમારોને માછલી પકડતાં પણ જોઈ શકાય છે.
ઠેર ઠેર રેતીની ટેકરીઓ દેખાવા લાગી છે. એપ્રિલના બીજા પખવાડિયાથી જ આવી સ્થિતિ થઈ ગઇ હતી. નદીનું વહેણ પણ ઘટી જવાને કારણે આવું થઇ રહ્યું છે. કાશીમાં રામનગરથી રાજઘાટ સુધી લગભગ 5 કિ.મી. લાંબી બાયપાસ ચેનલ પર ગંગાના વહેણને અવરોધી રહી છે. કાશી યુનિવર્સિટીના મહામના માલવીય ગંગા રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ પ્રો.બી.ડી.ત્રિપાઠી કહે છે કે ગંગામાં પાણીની ક્વૉન્ટિટી ઝડપથી ઘટી રહી છે. આ કારણે જ વહેણ નબળું પડી રહ્યું છે. પાણીનું વહેણ નબળું પડતાં સિલ્ટેશન ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણે નદીમાં વચ્ચે રેતીની ટેકરીઓ અને સેન્ડ આઈલેન્ડ દેખાઈ રહ્યા છે. ગંગાની રેત પશ્ચિમની જગ્યાએ હવે પૂર્વના તટો પર એકઠી થઈ રહી છે.
પ્રો.ત્રિપાઠી કહે છે કે પ્રદૂષણ તો પહેલાથી જ ગંગા માટે મોટો પડકાર બની રહ્યું છે. ગંગાને પ્રદૂષણમુક્ત બનાવાય તે પહેલા તેને બચાવવી જરૂરી થઈ ગયું છે. ગંગા રહેશે તો પ્રદૂષણ મુક્ત થશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં આ વખતે વધુ ગરમી પડવાથી ગંગ નહેરમાં 11 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. ગંગ નહેરની કેપિસિટી કુલ 12 હજાર ક્યૂસેક છે. ઉત્તરાખંડના ઉપરી વિસ્તારોમાં આવેલા ડેમો પણ જળવિદ્યુત માટે બનેલા જળાશયોમાં પાણી થોડા થોડા દિવસે રિઝર્વ કરાય છે.
4 કારણ... જેના લીધે આવી સ્થિતિ
4 ઉપાય... જેનાથી સ્થિતિ સુધરશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.