• Gujarati News
  • National
  • Demanding For Post Mortem Report, Leaving For Village With CMO Report; Priyanka Spoke To The Victim's Family

મૃતક ખેડૂતોના પરિવારોમાં રોષ:પરિજનોનો આરોપ- ગોળી વાગવાથી મોત થયું, દિલ્હીના ડોક્ટરો પાસે ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની માગ

બહરાઈચ (ઉત્તર પ્રદેશ)19 દિવસ પહેલા
  • મૃતક ખેડૂતોના અંતિમ સંસ્કાર હજી થયા નથી

લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાંથી 2 ખેડૂત બહરાઈચ ગામના હતા. સોમવારે મોડી સાંજે પોસ્ટમોર્ટમ બાદ ખેડૂતોના મૃતદેહને બહરાઈચ પહોંચાડવામાં આવ્યા હતાં. એક ખેડૂત દલજીત સિંહના અંતિમ સંસ્કાર મંગળવારે મોડી સાંજે કરવામાં આવ્યા છે. ગુરવિંદર સિંહનું પોસ્ટમોર્ટમ બીજી વખત કરવામાં આવશે. પરિવારનો આરોપ છે કે ખેડૂતોની મોત ગોળી વાગવાને કારણે થઈ છે, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનો કોઈ ઉલ્લેખ નથી.

પરિવારનું કહેવું છે કે મંત્રીના દબાણને કારણે ખોટો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવામાં આવ્યો છે. તેથી દિલ્હીના ડોક્ટર્સ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેના પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સૂચના મળતા DM અને SP ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ પરિવારજનો પોતાની માગ પર અડગ છે.

લખીમપુરમાં મૃત્યુ પામેલ ખેડૂત ગુરવિંદર સિંહના પરિવારે હજી સુધી તેમના મૃતદેહના અંતીમ સંસ્કાર કર્યા નથી
લખીમપુરમાં મૃત્યુ પામેલ ખેડૂત ગુરવિંદર સિંહના પરિવારે હજી સુધી તેમના મૃતદેહના અંતીમ સંસ્કાર કર્યા નથી

લખીમપુરમાં મૃત્યુ પામેલા બે ખેડૂત બહરાઈચના હતા
બહરાઈચ જિલ્લાના મટેરા પોલીસ સ્ટેશન વિસ્તારના નિમોનિયા ગામના રહેવાસી ખેડૂત ગુરવિંદર સિંહના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની પરિવારે મનાઈ કરી દીધી છે. પરિવાર સતત દિલ્હીના ડોક્ટરો પાસે પોસ્ટમોર્ટમ કરાવાની માગ પર અડગ છે.

પ્રિયંકા ગાંધીએ ફોન પર પરિવાર સાથે ફોન પર વાત કરી
મૃતક ખેડૂત ગુરવિંદર સિંહના પિતા સતવિંદર સિંહ સાથે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી અને રાષ્ટ્રિય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફોન પર વાત કરી છે. પ્રિયંકાએ શોક સંવેદના જતાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તેમના પરિવાર અને દરેક ખેડૂતો સાથે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂત યૂનિયનના પ્રવક્તા ખેડૂતોના પરિવારને મળવા પહોંચી શકે છે.

પંજાબી અભિનેત્રીનો આરોપ ખેડૂતોને કાન પર ગોળી મારવામાં આવી
પંજાબી અભિનેત્રીનો આરોપ ખેડૂતોને કાન પર ગોળી મારવામાં આવી

પંજાબી ફિલ્મોની અભિનેત્રી ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરી
પંજાબી ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ સોનિયા માન ખેડૂતોના પરિવારને મળવા બહરાઈચ પહોંચી છે. તેણે ત્યાં જઈને સરકાર પર હુમલો કર્યો છે. તેણે કહ્યું અમે વીડિયો બનાવ્યો છે, અમારા ખેડૂત ભાઈને કાન પાસે ગોળી મારવામાં આવી છે, પરંતુ મંત્રીએ દીકરાને બચાવવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખોટી માહિતી આપી છે.

એવા ડોક્ટરને શરમ આવવી જોઈએ. અમને અહી આવવા દેવામાં નહોતા આવતા, અમે જૂઠ્ઠુ બોલીને અહીં સૂધી આવ્યા છે. અમારી માગ છે કે ખેડૂતોના મૃતદેહોનો ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને દિલ્હીમાં કોઈ સારા ડોક્ટર પાસે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. હું જણાવી રહી છું કે જ્યા સુધી મોનૂ મિશ્રને જેલમાં મોકલવામાં નહીં આવે ત્યાં સુધી આપણે આ જ પ્રમાણે લડતા રહીશું અને ખેડૂતોના મૃતદેહને અહીં જ રાખીશું.

દલજીત સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
બહરાઈચમાં ખેડૂત દલજીત સિંહના અંતિમ સંસ્કાર ભારે પોલીસ ફોર્સ વચ્ચે કરી દેવામાં આવ્યા છે. મટેરાના ખેડૂત ગુરવિંદર સિંહનું ફરી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. લખનઉથી એક મેડિકલ ટીમ બહરાઈન પહોંચી ગઈ છે. અને લખીમપુર ખીરીથી રાકેશ ટિકૈત પણ બહરાઈચ પહોંચી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમના આવ્યા પછી જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
ખેડૂતોના મૃતદેહ ગામમાં આવતા સુરક્ષાને નજરે રાખતા ગામને પોલીસની છાવણીમાં ફેરવી નાખવમાં આવ્યું છે. મટેરા ગામમાં પહોંચવાના દરેક માર્ગ પર પોલીસ છે. ત્યાંથી આવન-જાવન કરતાં દરેક લોકોની પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે SP હાજર છે.

અન્ય સમાચારો પણ છે...