પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. કેપ્ટને વડાપ્રધાન સમક્ષ કૃષિ સુધારણા કાયદાને રદ કરવાની માંગ કરી હતી. તેમણે વડાપ્રધાનને જણાવ્યુ હતું કે ખેડૂત આંદોલનથી પંજાબની આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ રહી છે. જ્યારે, આગામી વિધાનસભાની ચૂંટણીનાં સમયે આ કારણે પંજાબની અંદર સામાજિક સમરસતાને પણ અસર થવાની આશંકા છે.
કેપ્ટન અમરિન્દર સિંહે વડાપ્રધાનને 2 પત્ર સોંપ્યા હતા. જેમાં કેપ્ટને કૃષિ સુધારણા કાયદાને તાકીદે સમીક્ષા અને રદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કાયદાને કારણે ખેડૂતોમાં ખૂબ જ રોષ ફેલાયો છે અને ગયા વર્ષે 26 નવેમ્બરથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 400થી વધુ ખેડૂતો અને ખેત મજૂરો જીવ ગુમાવી ચૂક્યા છે.
તેમણે વધુમાં ખાયુ હતું એક આંદોલન પંજાબ અને દેશ માટે જોખમરૂપી બની શકે છે કારણ કે પાક સમર્થિત ભારત વિરોધી તાકાતો ખેડૂતોની સરકારથી નારાજગીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. કેપ્ટને કહ્યું કે આ મામલે કાયમી સમાધાન કરવા માટે વડાપ્રધાન મોદી ખેડૂતોની યોગ્ય માંગો પર વિચાર કરે અને આંદોલનને સમાપ્ત કરાવે.
ખેડૂત આંદોલન અંગે કેપ્ટનની સક્રિયતા ચર્ચામાં
દિલ્હી સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે કેપ્ટન અમરિન્દર સિંહની સક્રિયતા ઘણી જ ચર્ચામાં છે. કેપ્ટને ગૃહમંત્રી અમિત શાહને કૃષિ સુધારણા કાયદા પાછા ખેંચવાની પણ માંગ કરી હતી, જેથી આંદોલન સમાપ્ત થઈ શકે. હવે તેઓ અચાનક વડાપ્રધાન મોદીને મળ્યા છે.
શાહને મળ્યા કેપ્ટન: અમરિન્દરે કહ્યું- 5 ખેડૂત નેતાઓના જીવને જોખમ; સરહદ પારથી ખેડૂતોને ઉશ્કેરવા માટેના પણ આદેશ
ગયા મહીને કેપ્ટને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો કે કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે વાતચીત શરૂ કરે અને આંદોલન સમાપ્ત કરવાનો કોઈ રસ્તો કાઢે. પંજાબમાં ખેડૂત આંદોલન મોટો રાજકીય મુદ્દો છે. જો કેપ્ટન આ મુદ્દે સમાધાન કરાવી દે છે તો તેમની રાજકીય કદ વિરોધીઓની તુલનામાં મોટું થઈ જશે.
આ જ કારણે સૌની નજર કેપ્ટન અને PM મોદીની મુલાકાત કરતાં વધુ તેનાથી નીકળનારા પરિણામો પર લાગી છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ પણ એકશનમાં, આગામી સપ્તાહે ચંદીગઢ આવશે રાવત
કેપ્ટનની ગૃહ મંત્રી અને વડાપ્રધાન સાથેની મુલાકાત અંગે કોંગ્રેસ હાઇકમાન્ડ પણ એકશનમાં આવી ગયું છે. કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે મંગળવારે કેપ્ટને સોનિયા ગાંધીને પંજાબમાં પાર્ટીની હાલની સ્થિતિ બાબતે જણાવ્યુ છે.
ખાસ કરીને તેમણે પોતાની જ સરકાર પર સિદ્ધૂ અને તેમના બેડાના લોકોએ જાહેર મંચ પર સવાલ ઉઠાવવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. સિદ્ધૂએ હાલમાં જ કેપ્ટન સરકાર પર પ્રહાર કર્યા હતા. કેપ્ટને સોનિયા ગાંધીને એવું પણ જણાવ્યુ હતું કે આગામી વર્ષે યોજાઇ રહેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને નુકશાન થઈ શકે છે.
સોનિયા ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કેપ્ટન પોતાની રીતે સરકાર ચલાવશે અને સિદ્ધૂ સંગઠન બંને વચ્ચે તાલમેળ હોવું જોઈએ. આ માટે તેમણે કોંગ્રેસના પંજાબ પ્રભારી હારીશ રાવતને કામે લગાડ્યા છે. રાવત આગામી સપ્તાહે ચંદીગઢ આવીને સિદ્ધૂ સાથે મુલાકાત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.