• Gujarati News
  • National
  • Demand For Cyber Insurance Increased By 2900% If Online Fraud Increased By 500% In 3 Years

ડિજિટલ ખતરા અંગે લોકો એલર્ટ:3 વર્ષમાં ઑનલાઇન ફ્રોડ 500% વધ્યા તો સાઇબર ઇન્શ્યોરન્સની માગમાં 2900%નો વધારો થયો

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન મીટિંગ, વર્ક ફ્રોમ હોમ, સ્ટડીના ટ્રેન્ડ વધતા સાઇબર ક્રાઈમ વધ્યા: સાઇબર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 50% વધ્યું
  • 5 વર્ષમાં 16 હજાર ગુજરાતીઓ સાથે છેતરપિંડી, 45 કરોડ ગુમાવ્યા

કોરોના કાળમાં મોબાઈલ પર નિર્ભરતા 1000 ગણી વધી ગઈ. પૈસાની લેવડ-દેવડથી લઈને દરેક પ્રકારનું કામ મોબાઈલની મદદથી થઈ રહ્યું છે. સરેરાશ વ્યક્તિ 90% લેવડ-દેવડ મોબાઈલ એપની મદદથી થઈ રહી છે. સામાન્ય લોકોની મોબાઈલ પર નિર્ભરતા જ સાઈબર ગુનેગારો માટે સૌથી મોટી તક સાબિત થઇ રહી છે. 2020થી 2022 વચ્ચે દેશમાં સાઈબર ક્રાઇમ 500% સુધી વધી ગયો.

ફક્ત લેવડ-દેવડ જ નહીં, બ્લેકમેલિંગ, હેકિંગ પણ ઝડપથી વધી રહ્યા છે. આવા મામલાથી બચવા માટે લોકો ઝડપથી સાઈબર ઈન્શ્યોરન્સ તરફ આગળ વધી રહ્યા છે. જેના લીધે સાઈબર ઈન્શ્યોરન્સની ઈન્ક્વાયરી 2900% સુધી વધી ગઈ છે. શુભ-લાભ કન્સલ્ટન્સીના ધ્રૂવ દેસાઈ કહે છે કે પહેલાં અહીં એક મહિનામાં 4થી 5 લોકો આ મામલે જાણકારી લેતા હતા. હવે દરરોજ 9થી 10 લોકો આવી રહ્યા છે. મોટાભાગે કોર્પોરેટ ઈન્ક્વાયરી હોય છે. માગને જોતા કંપનીઓએ પણ તેના પ્રીમિયમમાં 50 ટકાનો વધારો કરી દીધો છે. પહેલા જ્યાં એક કરોડ રૂ.ના સમ એશ્યોરન્સ માટે 1.5 લાખ સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડતું હતું હવે ત્યારે 2.5થી 3 લાખ રૂ. સુધી પ્રીમિયમ થઇ ગયું છે.

જોકે બધાનું પ્રીમિયમ અલગ હોય છે. પ્રીમિયમ નક્કી કરતા પહેલા સેંકડો માપદંડ પર અરજદારની તપાસ કરાય છે. નિષ્ણાતો કહે છે કે સાઈબર ઈન્શ્યોરન્સની માગ ગત બે વર્ષોમાં ઝડપથી વધી છે. જોકે આ માગ કોર્પોરેટ સેક્ટરમાં પણ ઝડપથી વધી છે કેમ કે રિસ્ક વધારે છે. પણ રિટેલ પ્રજાને પણ તેનાથી અવગણી ના શકાય. તાજેતરમાં કેટલીક વીમા કંપનીઓએ પર્સનલ ઈન્શ્યોરન્સ શરૂ કર્યું. જેની કિંમત 5000થી 8000 રૂ. સુધી છે. તેમાં વધ-ઘટ થઈ શકે છે. આ એક પ્રકારે લાયેબિલિટી ઈન્શ્યોરન્સ છે જેનું પ્રીમિયમ રિસ્ક અને રિસ્ક કવર પર નક્કી થાય છે. ઉદાહરણ તરીકે તમે કેટલું રિસ્ક કવર કરવા ઈચ્છો છો? તમે તમારા ડેટા માટે વર્તમાન સમયમાં શું સિક્યોરિટી રાખી છે? તમારું કામ અને તમારા રુટીનના હિસાબે તમારા પર સાઈબર અટેકનો ખતરો કેટલો છે? આ તમામ જાણકારીઓ બાદ પ્રીમિયમ નક્કી થાય છે.

ડેટા ચોરીથી રેપ્યુટેશન બગડે છે એવામાં ઈન્શ્યોરન્સ પ્રોટેક્શન આપે છે | ગત 3 વર્ષમાં સાઈબર ક્રાઈમ ઝડપથી વધ્યું છે. જેમાં મોટાભાગના કેસ આઈડેન્ટિટી થેફ્ટ અને ડેટા બ્રીચ તથા ફાઈનાન્શિયલ ફ્રોડ સંબંધિત હતા. ફાઈનાન્શિયલ ફ્રોડથી બચવા આશરે તમામ બેન્કોએ સાઈબર ઈન્શ્યોરન્સ કરાવી રાખ્યું છે. તેનાથી ફાઈનાન્શિયલ ફ્રોડ મામલે તેમના એકાઉન્ટ હોલ્ડરોને પણ સિક્યોરિટી મળે છે. જેનાથી રિસ્ક ઘટી જાય છે. જ્યારે ઝડપથી વધી રહેલા આઈટી સેક્ટરમાં પણ સિક્યોરિટી બ્રીચના મામલા વધી રહ્યા છે. કોઈપણ આઈટી કંપની માટે ડેટા બ્રીચ એક મોટી સમસ્યા છે, તેનાથી બ્રાન્ડ વેલ્યૂ પર અસર થાય છે. ડેટા બ્રીચ થવાથી ભારે નુકસાન થાય છે. એવામાં ઈન્શ્યોરન્સ તેના માટે મદદરૂપ સાબિત થાય છે.

હંમેશા માહિતીનો સ્ત્રોત ચકાસો, અંગત માહિતી કોઈની પણ સાથે શૅર કરશો નહીં -કર્ણિકા સેઠ, સાઇબર એક્સપર્ટ, સુપ્રીમ કોર્ટના વકીલ
સવાલ - સાઇબર ક્રાઇમથી બચવા માટે શું કરી શકાય ?
જવાબ - સાઇબર ક્રાઇમનો શિકાર થતા બચવા માટે જાગૃતિ ખૂબ જ આવશ્યક છે. અમારી પાસે હજારો જીબીના ડેટાની જાણકારી આવતી રહે છે, તેથી તેની વિશ્વસનીયતાનું આકલન ઓછું કરવામાં આવ્યું છે. આપણે દરેક જાણકારીને ક્રોસ ચેક કરવાની જરૂર છે. તેનાથી જોખમ ઘટી જશે. કોઇની પણ સાથે કોઇ જાણકારી શેર ના કરશો, જાણકારીના સ્ત્રોત વિશે જાણો.
સવાલ - શું સાઇબર ઇન્શ્યોરન્સ જરૂરી છે
જવાબ - મોટી કંપનીઓ પાસે ખૂબ જ સંવેદનશીલ જાણકારીઓની સાથોસાથ હજારો લોકોની પણ જાણકારી હોવાથી તેઓ માટે સાઇબર ઇન્શ્યોરન્સ ખૂબ જ જરૂરી બને છે. એટલા માટે જ કોઇપણ નુકસાનની અસરને ઓછી કરવા માટે ઇન્શ્યોરન્સ જરૂરી છે. તેનાથી ઓછું નુકસાન થશે.

  • સામાન્ય માણસ માટે તે કારગર છે?

સામાન્ય માણસ અથવા વ્યક્તિગત યુઝર માટે આ વધુ જરૂરી નથી. શું શું કવર થશે તે પણ નક્કી નથી. એટલા માટે જ વ્યક્તિગત યૂઝર માત્ર વધુ સાવધાની રાખે તે હિતાવહ છે. સરળ ભાષામાં કહીએ તો વધુ ડેટા અથવા લધુ લોકોનો ડેટા હોય ત્યાં તેનો ઉપયોગ વધુ થાય છે.

ડેટા ચોરી થવાની ઘટના બને ત્યારે શું કરશો?: ડેટા ચોરી થવા પર અથવા સિક્યોરિટી બ્રીચના કિસ્સામાં તરત જ ફરિયાદ દાખલ કરો. ફરિયાદ દાખલ કરવાથી બે ફાયદા થશે. એક તો કોઇપણ પ્રકારના ક્લેમ તથા કાગળની કાર્યવાહીમાં તે મદદરૂપ થશે. બીજી તરફ પોલીસ પણ પોતાની કાર્યવાહી કરશે જેને કારણે સાઇબર ક્રાઇમમાં ઘટાડો થશે. FIR દાખલ કરાવ્યા બાદ જો કોઇ જાણીતા વ્યક્તિ દ્વારા જ અપરાધ થયું હોવાનું સામે આવે તો કમ્પન્શેસન માટે ક્લેમ પણ કરી શકાય છે.

ડેટા ચોરી બાદ સૌથી વધુ આઇડેન્ટિટીની ચોરી થવાના કિસ્સા સામે આવે છે?: આઇડેન્ટિટી ચોરીના કિસ્સાઓમાં પણ ફરિયાદ જરૂરી છે. આવા મામલામાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવે છે. સામાન્યપણે મહિલાઓ તેનો વધુ શિકાર બને છે, પરંતુ FIR દાખલ કરવાનું ટાળે છે. પરંતુ મહિલાઓ પણ FIR દાખલ કરવાની આ પ્રકારના સાઇબર ક્રાઇમના કિસ્સાઓને ઘટાડવામાં પોતાનું યોગદાન આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...