તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delta Variant Is Now Converted To More Dangerous Delta +, Monoclonal Antibodies Are Also Expected To Have No Effect On Cocktails

કોરોનાની નવી આફત:ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+ માં પરિવર્તિત, મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલની પણ અસર નહીં થવાની આશંકા

એક મહિનો પહેલા
  • કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં પરિવર્તિત થતાં વૈજ્ઞાનિકો ચિંતિત
  • દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે વિનાશનું તાંડવ મચાવ્યું હતું

કોરોનાની બીજી લહેરમાં દેશમાં તબાહી મચાવનાર ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+ માં બદલાઈ ગયો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે કોરોના દર્દીઓને આપવામાં આવી રહેલ મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ આ વેરિયન્ટ પર અસરકારક નહીં થઈ શકે. અંગ્રેજી સમાચાર વેબસાઇટ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ આ રિપોર્ટ આપ્યો છે. જણાવીએ કે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલને મેના પ્રારંભમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી.

ટાઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનની આરોગ્ય સંસ્થા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (PHE) અનુસાર ડેલ્ટા વેરિયન્ટના 63 જીનોમ નવા K417N મ્યૂટેશન સાથે સામે આવ્યો છે. PHEના અહેવાલો અનુસાર, ડેલ્ટા વેરિયન્ટમાં ફેરફારની નિયમિત તપાસ દરમિયાન ડેલ્ટા+ ની શોધ કરવામાં આવી છે. કોવિડ વેરિયન્ટ્સ પરના PHEના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ભારતમાં 7 જૂન સુધી ડેલ્ટા+ વેરિયન્ટના 6 કેસ સામે આવ્યા છે.

ડેલ્ટા વેરિયન્ટમાં ફેરફારની નિયમિત તપાસ દરમિયાન ડેલ્ટા+ ની શોધ કરવામાં આવી છે.
ડેલ્ટા વેરિયન્ટમાં ફેરફારની નિયમિત તપાસ દરમિયાન ડેલ્ટા+ ની શોધ કરવામાં આવી છે.

દિલ્હીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇંટિગ્રેટિવ બાયોલોજીના ડો. વિનોદ સકેરિયાએ કહ્યું છે કે K417N મ્યૂટેશન બાબતે મોટી ચિંતા તે છે કે તે એન્ટિબોડીઝ કોકટેલ સામે રેજિસ્ટેંટ હોવાના પુરાવા મળ્યા છે. જો કે તેમનું એવું પણ કહેવું છે કે ભારતમાં K417N મ્યૂટેશનની ફ્રિકવેંસી બહુ વધુ નથી.

મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ શું છે?
મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ કેસિરિવિમેબ (Casirivimab) અને ઈમ્ડેવિમેબ (Imdevimab)થી બનેલ છે. તેને ફાર્મા કંપની સિપ્લા અને રોશ (Roche)ઈન્ડિયાએ મળીને બનાવી છે. ભારતમાં તેનો કોરોનાની સારવારના ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મે માં જ મળી ગઈ હતી. તે અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં ઈમરજન્સી ઉપયોગ માટે પૂરા પાડવામાં આવેલા ડેટાના આધાર પર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.