તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delta Plus Variant Latest Update; Delta Plus Variant, Health Ministry, Corona Third Wave, Corona Second Wave, Coronavirus Outbreak

ડેલ્ટા+ વેરિયન્ટ અંગે કેન્દ્રની ગાઇડલાઇન્સ:ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશન વધારો, કન્ટેન્મેન્ટમાં બેદરકારી ના રાખો; 8 રાજ્યના 10 જિલ્લામાં અલર્ટ

3 મહિનો પહેલા
  • 10 દિવસમાં ખબર પડી જશે કે ડેલ્ટા પ્લસ પર વેક્સિન કેટલી અસરકારક છે- ડૉ. બલરામ ભાર્ગવ

કેન્દ્ર સરકારે 8 રાજ્યોને પત્ર લખીને કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે અલર્ટ કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખીને ડેલ્ટા પ્લસનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરવા માટે જાણ કરી છે. જેમાંથી આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, કર્નાટક, રાજસ્થાન અને તમિલનાડુ સામેલ છે.

પત્રમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં કોરોનાના આ પ્રકારનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશનની ગતિ વધારવાની જરૂર છે. જ્યાં પણ ડેલ્ટા પ્લસના કેસો જોવા મળે છે ત્યાં કડક નિયંત્રણની વ્યવસ્થા થવી જોઈએ. આમાં અચકાશો નહીં. કેન્દ્રએ 10 જિલ્લામાં અલર્ટ પણ જાહેર કર્યું છે.

આ રાજ્યોના 10 જિલ્લાઓ સામેલ

  • તમિલનાડુ- મદુરાઇ અને ચેન્નાઈ
  • રાજસ્થાન- બિકાનેર
  • કર્ણાટક- મૈસૂરુ
  • પંજાબ- પટિયાલા અને લુધિયાણા
  • જમ્મુ અને કાશ્મીર- કટરા
  • હરિયાણા- ફરીદાબાદ
  • ગુજરાત- સુરત
  • આંધ્રપ્રદેશ- તિરૂપતિ

સરકારની માર્ગદર્શિકાની મુખ્ય ગાઇડલાઇન

  • જે રાજ્યો અથવા જિલ્લામાં ડેલ્ટા પ્લસના દર્દીઓ મળે, ત્યાં ભીડ પર રોક લાદવાથી લઈને લોકો જૂથમાં ના મળે તેની સાથે પરિવહન સામે નિયંત્રણ રાખવાની જરૂર છે. આ અંગે તાત્કાલિક ઉપાય કરવો જોઇએ.
  • જે જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસના કેસ મળ્યા છે, ત્યાં તાત્કાલિક ધોરણે કન્ટેનમેન્ટ ઝોન બનાવવા જોઇએ. પ્રતિબંધોનો કડકાઈથી અમલ કરાવવો જોઇએ.
  • કોરોના સંક્રમિત દર્દીઓમાંથી મળેલા નમૂનાઓને તાત્કાલિક ભારતીય SARS-CoV-2 જીનોમિક કંસોર્શિયા (INSACOG)ની પ્રયોગશાળામાં મોકલવા જોઇએ.

દેશમાં અત્યારસુધી ડેલ્ટા પ્લસના 51 કેસ સામે આવ્યા
સરકારના જણાવ્યા પ્રમાણે, દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ વધીને 51 થઈ ગયા છે. અત્યારસુધી કુલ 12 રાજ્યોમાં આ વેરિયન્ટના કેસ મળી આવ્યા છે. 45 હજાર સેંપલની તપાસમાં સૌથી વધુ 22 કેસ મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે. આ સિવાય મધ્યપ્રદેશમાં 8, કેરળમાં 3, હરિયાણા અને કર્નાટકમાં 1-1 કેસની પુષ્ટિ કરાઈ છે.

2 દિવસ પહેલા MP, મહારાષ્ટ્ર અને કેરળને અલર્ટ કરાયા
આરોગ્ય મંત્રાલયે 2 દિવસ પહેલા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળને એલર્ટ કર્યા હતા. ભારતીય SARS-CoV-2 જીનોમિક કંસોર્ટિયાના અત્યારના નિષ્કર્ષોના આધારે મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશને આ વેરિયન્ટથી સાવચેત રહેવાની સલાહ અપાઈ છે.

વેક્સિનની અસર અંગે 10 દિવસમાં જાણ થશે
ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે શુક્રવારે કહ્યું હતું કે 10 દિવસમાં ખબર પડી જશે કે ડેલ્ટા પ્લસ પર વેક્સિન કેટલી અસરકારક છે. એમણે જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટમાં મ્યુટેશન પ્રેશર દ્વાર પણ થાય છે અને એને વધુ યોગ્ય વાતાવરણ મળે તો પણ થાય છે.

ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ શું છે?
WHOએ ભારતમાં જોવા મળેલા કોરોનાવાયરસના ડબલ મ્યૂટન્ટ સ્ટ્રેન B.1.617.2ને ડેલ્ટા નામ આપ્યું છે. B.1.617.2માં વધુ એક K417N મ્યૂટેશન થયું છે, જે આની પહેલા કોરોનાવાયરસના બીટા અને ગેમા વેરિયન્ટમાં મળ્યું હતું. નવા મ્યૂટેશન પછી જે વેરિયન્ટ બન્યું છે એને ડેલ્ટા+ વેરિયન્ટ અથવા AY.1 કે પછી B.1.617.2.1 કહેવાય છે.
K417N મ્યુટેશન વાળો આ વેરિયન્ટ ઓરિજિનલ વાયરસથી વધુ ચેપગ્રસ્ત છે. વેક્સિન અથવા દવાઓની અસરને પણ નકારી શકે છે. ખરેખર, B.1.617.1ને WHOએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (VOI)ની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...