તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delta Much Less Deadly Compared To Older Variants Of The Corona, According To A Study By The British Department Of Health

સૌથી મોટી રાહત:કોરોનાના જૂના વેરિયન્ટની સરખામણીએ ડેલ્ટા ઘણો ઓછો જીવલેણ, બ્રિટનના હેલ્થ ડિપાર્ટમેન્ટના અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • યુરોપ અને અમેરિકન દેશોમાં 95%થી વધુ કેસ ડેલ્ટાના આવી રહ્યા છે
  • IMAએ કહ્યું- સરકારે ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોને હાલમાં હજી બંધ જ રાખવા જોઈએ

દુનિયાભરમાં સંક્રમણની નવી લહેર લાવનાર કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ જૂના વેરિયન્ટ આલ્ફાની સરખામણીએ ઘણો ઓછો જીવલેણ છે. તે ફક્ત ઝડપથી ફેલાય જ છે, જ્યારે તેના દ્વારા સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર માત્ર 0.25% છે. આલ્ફા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર 1.90% રહ્યો છે. આનો અર્થ એ થયો કે જૂના વેરિયન્ટના 400 દર્દીઓમાંથી 8 લોકોના મૃત્યુ થાય છે જ્યારે ડેલ્ટાના 400 દર્દીઓમાંથી ફક્ત એક જ દર્દીનુ મૃત્યુ થશે.

બ્રિટનના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. ડેલ્ટાથી દર 10 લાખમાં 248 લોકોનાં મોત થાય છે, જ્યારે આલ્ફાનાં 10 લાખ દર્દીઓમાં 1,902 લોકોનાં મોત થયાં છે. બ્રિટનમાં 2.71 લાખ કોરોના દર્દીઓના સેમ્પલોનું જીનોમ સિક્વિન્સીંગ કરવામાં આવ્યું હતું, જે 15 જુલાઇ પહેલા ત્રણ મહિના માટે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે છે. આ અભ્યાસ રાહત આપનારો છે, ખરેખરમાં ભારતમાં કોરોનાના 88% દર્દીઓ ડેલ્ટા વેરિયન્ટમાં જ જોવા મળે છે. યુરોપ અને અમેરિકન દેશોમાં 95%થી વધુ કેસ ડેલ્ટાના આવી રહ્યા છે.

બ્રિટનના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસ કરવામાં આવ્યો છે.
બ્રિટનના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસ કરવામાં આવ્યો છે.

દુનિયાભરના મહામારી એક્સપર્ટ આને અત્યાર સુધીનો સૌથી વ્યાપક અને મહત્વપૂર્ણ અભ્યાસ માને છે, કારણ કે અમેરિકા અને યુરોપિયન દેશોમાં હવે દરરોજ મળનારા 95%થી વધુ દર્દીઓ ડેલ્ટા વેરિયન્ટના છે. આશ્ચર્યની વાત એ છે કે બ્રિટનમાં હજી સુધી ગામા વેરિયન્ટથી એક પણ મૃત્યુ થયું નથી.

ભારતમાં અત્યાર સુધીમાં માત્ર 42,869 સેમ્પલોનું સીક્વેંસિંગ થયુ છે, તેમાં 47.5% 'વેરિયન્ટ ઓફ કન્સર્ન' મળ્યા
ભારતમાં નવા વેરિયન્ટની તપાસ માટે જીનોમ સીક્વેંસિંગની ગતિ ઘણી ઓછી છે. દેશમાં 15 મહીનામાં માત્ર 42,869 સેમ્પલોનું સીક્વેંસિંગ થયુ છે, જ્યારે બ્રિટનમાં 2.71 લાખ સેમ્પલનું સીક્વેંસિંગ માત્ર છેલ્લા ત્રણ મહીનામાં થયું છે. ત્યાં કુલ દર્દીઓની તુલનામાં 10% સેમ્પલોનું સીક્વેંસિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતમાં આ ગુણોત્તર માત્ર 0.14% છે.

IMAની ચેતવણી- દેશમાં ત્રીજી લહેર નજીક
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કહ્યું છે કે મહામારીના ઇતિહાસને જોઈએ તો કોરોનાની ત્રીજી લહેર આવવાનું નક્કી જ છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ નજીક જ દેખાઈ રહી છે. દેશમાં પર્યટન જરૂરી છે, પરંતુ તેના માટે રાહ જોઈ શકાય છે. સરકારે ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોને હાલમાં હજી બંધ જ રાખવા જોઈએ.

IMAએ ચેતવણી આપતા જણાવ્યુ છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની નક્કી જ છે.
IMAએ ચેતવણી આપતા જણાવ્યુ છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની નક્કી જ છે.
અન્ય સમાચારો પણ છે...