તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરાબ વેચાણ અંગે દિલ્હી સરકારનો નિર્ણય:દિલ્હીમાં શરાબ પીવાની ઉંમર 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ થઈ, શરાબની દુકાનોની સંખ્યા વધશે નહીં

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલ્હી સરકારે શરાબ વેચાણ અંગેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યાં છે (ફાઈલ ફોટો) - Divya Bhaskar
દિલ્હી સરકારે શરાબ વેચાણ અંગેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યાં છે (ફાઈલ ફોટો)
  • દિલ્હી સરકારનો દાવોઃ દિલ્હીમાં શરાબના માફીયાઓ પર અંકૂશ આવશે

દિલ્હીમાં શરાબની ખેપ અટકાવવા કેજરીવાલ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે એક્સાઈઝ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. જેને પગલે હવે દિલ્હીમાં શરાબની દુકાનો સરકાર ચલાવશે નહીં. આ ઉપરાંત દિલ્હી સરકારે શરાબ ખરીદવાની કાયદાકીય વય મર્યાદા પણ 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરી દીધી છે.

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે જણાવ્યું હતું કે હવે શરાબની નવી દુકાન ખોલવામાં આવશે નહીં. એટલે કે વર્તમાન સમયમાં દિલ્હીમાં જેટલી સંખ્યામાં દુકાન છે તે એટલી જ રહેશે. અત્યારે દિલ્હીમાં શરાબની આશરે 850 દુકાન છે, આ પૈકી 60 ટકા સરકારી અને 40 ટકા પ્રાઈવેટ છે. આ સાથે શરાબની સરકારી દુકાનો પણ બંધ કરવામાં આવશે. સરકારી શરાબની દુકાનોની હરાજી કરવામાં આવશે અને તે ખાનગી ક્ષેત્રને આપવામાં આવશે.

શરાબ ખરીદવાની કાયદેસર ઉંમર 21 વર્ષ થશે
નવી પોલિસીમાં દિલ્હીમાં શરાબ ખરીદવાની કાયદાકીય ઉંમર પણ 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં શરાબની ખરીદી માટે કાયદેસરની ઉંમર 21 વર્ષ છે. જોકે તેની નજીક આવેલા પંજાબ અને હરિયાણામાં લઘુત્તમ ઉંમર 25 વર્ષ છે.

આ નિર્ણય અંગે માહિતી આપતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં શરાબ પીવાની ઉંમર નોઈડા ઉત્તર પ્રદેશની સમકક્ષ એટલે કે 21 વર્ષ કરવામાં આવી છે. આ અગાઉ દિલ્હીમાં શરાબ પીવાની ઉંમર 25 વર્ષ હતી. આ ઉપરાંત જે ઉંમર સુધી શરાબનું સેવન કરવાની મંજૂરી છે તેનાથી ઓછી ઉંમરના બાળકોને એવા પ્રકારના સ્થળો પર પ્રવેશ આપવામાં આવશે નહીં કે જ્યાં શરાબ સર્વ થતો હોય.

દિલ્હી સરકારે એક્સાઈઝ પોલિસી શા માટે બદલી?
ડેપ્યુટી CM મનિષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કરવાથી શરાબનું સ્મગલિંગ અટકી જશે. તેમનો દાવો છે કે તેનાથી સરકારની આવકમાં 20 ટકા એટલે કે બે હજાર કરોડ રૂપિયા સુધી વધી શકે છે. સરકારે દાવો કર્યો છે કે નવી પોલિસી શરાબ માફીયા સામે કામ કરશે. તેમણે કહ્યું કે દિલ્હીના 272 વોર્ડ પૈકી 79 વોર્ડમાં એક પણ શરાબની દુકાન નથી. દિલ્હીના 58 ટકા વિસ્તારોમાં શરાબ ઉપલબ્ધ નથી અને શરાબ માફીયા સક્રિય થવા પાછળ આ કારણ છે.

શરાબ દુકાનોને લઈ બે મોટા પરિવર્તન
મનીષ સિસોયિદાયએ તો સ્પષ્ટ કરી દીધુ છે કે દિલ્હીમાં હવે એક પણ શરાબની દુકાન ખુલશે નહીં. વર્તમાન સમયમાં જેટલી દુકાન છે એટલી જ રહેશે. આ ઉપરાંત વર્તમાન સમયની શરાબની દુકાનોને લઈ પણ બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પહેલો-હવે દુકાનો તેના એરિયાને વધારી 500 સ્વેર ફૂટ કરવાનો રહેશે. એટલે કે જો કોઈ શરાબની દુકાન 200 સ્ક્વેર ફૂટમાં બનેલી હોય તો તે હવે 500 સ્વેર ફૂટ સુધીનો એરિયા કવર થશે. બીજુ કે શરાબ વેચાણ માટેની બારી અથવા કાઉન્ટર પણ માર્ગ તરફ નહીં હોય. તેને અંદરના ભાગમાં રાખવાની રહેશે.

કેજરીવાલે કહ્યું- શરાબ માફીયા પર અંકૂશ આવશે
દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસી આવ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે અગાઉ પણ શિક્ષણ, પાણી, આરોગ્ય જેવા સેક્ટરોમાં માફીયા રાજને ખતમ કર્યું છે. અને હવે આ સેક્ટરનો વારો છે.