ભાસ્કર એક્સપ્લેનર:દિલ્હીની હવા સૌથી પ્રદૂષિત - સ્ત્રોત અલગ હોવાથી એક્યુઆઇમાં તફાવત

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સ્વિસ પ્રાઇવેટ એજન્સી આઇક્યુએરે દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ગણાવ્યું. ભારતીય સરકારી એજન્સીઓએ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ)નો અલગ ડેટા આપ્યો. ભાસ્કરના અનિરુદ્ધ શર્માએ વિવિધ એજન્સીઓના એક્યુઆઇના ડેટા વચ્ચેના તફાવતનું કારણ સફરના ડાયરેક્ટર ડૉ. ગુફરાન બેગ અને સીએસઇના ડૉ. અવિકલ સોમવંશી પાસેથી જાણ્યું.

પ્રશ્નઃ એજન્સીઓનો એક્યુઆઇ અલગ કેમ?
જવાબઃ આઇક્યુએર હવામાં પીએમ 2.5, પીએમ 10 અને ગ્રાઉન્ડ લેવલ ઓઝોનના પ્રમાણથી એક્યુઆઇની ગણતરી કરે છે. સીપીસીબી અને સફર એમોનિયા, કાર્બન મોનોક્સાઇડ અને લેડ સાથે હવામાં 8 પ્રદૂષકની પણ ગણતરી કરે છે. ભારતીય અને અમેરિકી માપદંડ જુદા-જુદા છે.

પ્રશ્નઃ ચીની એક્યુઆઇસીએન કેવી રીતે કરે છે?
જવાબઃ એક્યુઆઇસીએન દેશોની સરકારી એજન્સીઓનો ડેટા જમા કરીને એક્યુઆઇ અમેરિકી મોડલથી બનાવે છે. તેનો ડેટા આઇક્યુએરથી વિશ્વસનીય છે. સ્વિસ એજન્સીના સેન્સરના સર્ટિફિકેશનની કોઇ પદ્ધતિ નથી.

પ્રશ્નઃ સીપીસીબી-સફરના ડેટામાં તફાવત કેમ?
જવાબઃ બંને ભારતીય એજન્સીના ડેટામાં તફાવતનું કારણ કલેક્શન માટેનો સમયગાળો છે. સફરની વેબસાઇટ પર એક્યુઆઇ મહત્તમ 500 સુધી છે જ્યારે મોબાઇલ ઍપ કે આગાહીમાં 500થી વધુ વેલ્યૂ પણ દર્શાવે છે. સીપીસીબી 500 કે તેથી વધુને પણ 500+ દર્શાવે છે

પ્રશ્નઃ ભરોસાપાત્ર વેબસાઇટ, ઍપ કઇ?
જવાબઃ તેથી કોઇ પણ ઍપ પર એક્યુઆઇ જોતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે ડેટા કયા પ્રકારના સ્ત્રોત દ્વારા લેવાયો છે? ભારતમાં સૌથી ચોક્કસ ડેટા સીપીસીબીનો છે.

પ્રશ્નઃ વિશ્વમાં એકસરખી સિસ્ટમ કેમ નથી?
જવાબઃ એકસરખી સિસ્ટમ કે મોડલ હોવું પણ ન જોઇએ, કેમ કે બધે હવામાન જુદું છે, લોકોની રોગપ્રતિકારક શક્તિ જુદી છે અને વાતાવરણ સાથે અનુકૂળતા પણ જુદી-જુદી છે.

અન્ય સમાચારો પણ છે...