તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Delhi Police Special Cell Arrest Jaish e mohammad Two Terrorists, They Planned Blast In Delhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવતરું નિષ્ફળ:દિલ્હીમાં જૈશના બે આતંકીની ધરપકડ, મહત્ત્વનાં ઠેકાણાં અને VIP ટાર્ગેટ પર હતાં

5 મહિનો પહેલા
પઠાણી પહેરેલા બે આતંકીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે - Divya Bhaskar
પઠાણી પહેરેલા બે આતંકીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સોમવારે રાતે બે આંતકીઓની ધરપકડ કરી છે. બંને પાસેથી અમુક મહત્વના દસ્તાવેજો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. ધરપકડ કરાયેલા બંને આતંકીઓ આતંકી સંગઠન જૌશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે. તેઓ જમ્મુ-કાશ્મીરના બારામૂલા અને કુપવાડામાં રહેતા હતા. આતંકીઓ વોટ્સએપ કોલથી પાકિસ્તાન સાથે વાતચીત કરતાં હતા.

બે પિસ્તોલ, 10 બુલેટ મળી આવી
દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ વિંગને સરાય કાલે ખામાં અમુક શંકાસ્પદ લોકો આવેલા હોવાની માહિતી મળી હતી. ત્યારથી તેમના પર નજર રાખવામાં આવચી હતી. સોમવારે રાત્રે ચોક્કસ માહિતીના આધાર પર સ્પેશિયલ સેલની ટીમે કાર્યવાહી કરીને બે આતંકીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અમુક શંકાસ્પદ દસ્તાવેજ અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે બંને આંતકીઓ પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 10 લાઈવ કારતૂસ મળી આવી છે.

ઘણાં VIP ટાર્ગેટ પર હતા
ધરપકડ કરાયેલા આતંકીઓના નામે અબ્દુલ લતીફ મીર અને અશરફ ખટાના છે. એક આતંકી બારામૂલા જ્યારે બીજો કૂપવાડાનો છે. તેમણે રાષ્ટ્રીય પાટનગરના અમુક મહત્વના સ્થળ અને VIPને ટાર્ગેટ કર્યા હતા. બંને આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓગસ્ટમાં દિલ્હી પોલીસે ISના એક આતંકીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી IED ડિવાઈઝ પણ મળી આવી છે.

વોટ્સએપથી પાકિસ્તાન સાથે વાત કરતાં હતા
ઓફિસરોએ આતંકીઓના ફોન ચેક કર્યા, જેમાં વોટ્સએપ ગ્રૂપમાં પાકિસ્તાનીઓના નંબર મળ્યા હતા. આતંકીઓ ટ્રેનિંગ માટે પાકિસ્તાન જવા ઈચ્છતા હતા. મોબાઈલમાંખી જૈશના મુખિયા મસૂદ અઝહરની વીડિયો ક્લિપ પણ મળી છે. આ આતંકીઓ સહારનપુર આવેલા દેવબંધ પણ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો