• Gujarati News
  • National
  • Delhi Police Has Prepared A List Of 50 Questions; The Search For Shraddha's Head Is On

આજે નહીં થાય આફતાબનો નાર્કો ટેસ્ટ:ફોરેન્સિક અધિકારીઓ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા; દિલ્હી પોલીસે 50 પ્રશ્નની યાદી તૈયાર કરી

નવી દિલ્હી10 દિવસ પહેલા

શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબનો આજે નાર્કો ટેસ્ટ નહીં થાય. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીએ જણાવ્યું હતું કે નાર્કો ટેસ્ટ પહેલા તેના ઈમોશનલ, માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે પ્રી-નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. તેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો આમાંના કોઈપણ રિપોર્ટમાં કોઈ ખામી જોવા મળે છે, તો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવશે નહીં.

ફોરેન્સિક સાયકોલોજી વિભાગના વડા ડો.પુનીત પુરીએ જણાવ્યું હતું કે પોલીગ્રાફ ટેસ્ટ માટે વ્યક્તિની પરવાનગી જરૂરી છે. જો આજે કોર્ટમાંથી ઓર્ડર મળશે તો પોલીગ્રાફ, સાયકોલોજિકલ અને નાર્કો ટેસ્ટની તમામ કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ ટેસ્ટ રોહિણીની ડો.બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં કરવામાં આવશે. આ માટે દિલ્હી પોલીસે 50 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. પરીક્ષણ દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ પણ સ્થળ પર હાજર રહેશે.

દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે દરેક કડી જોડી રહી છે. આ પહેલાં આફતાબે દિલ્હી પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે શ્રદ્ધાનું માથું દિલ્હીના તળાવમાં ફેંક્યું હતું. આ માહિતી પછી દિલ્હી પોલીસ રવિવારે સાંજે છતરપુર જિલ્લાના મેદાન ગઢી પહોંચી અને અહીં આવેલા એક તળાવને ખાલી કરવાનું કામ શરૂ કર્યું. આ ઉપરાંત તરવૈયાઓને પણ બોલાવવામાં આવ્યા હતા. શ્રદ્ધાનું માથું હજુ સુધી મળ્યું નથી.

શ્રદ્ધા હત્યા કેસનું અપડેટ...

દિલ્હી પોલીસની ટીમો હિમાચલ પ્રદેશના પાર્વતી વેલી વિસ્તાર, દેહરાદૂન અને ઋષિકેશમાં પણ સર્ચ- ઓપરેશન ચલાવી રહી છે. પોલીસે ત્રીજા દિવસે છત્તરપુર જિલ્લાના મહેરૌલી જંગલમાંથી ખોપરી અને કેટલાંક હાડકાં કબજે કર્યાં.

અત્યારસુધીમાં 17 હાડકાં મળ્યાં છે, એને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.

દિલ્હી પોલીસની ટીમ હજુ સુધી આફતાબના પરિવાર સાથે સંપર્ક કરી શકી નથી. તેની શોધ ચાલુ છે.

દિલ્હી પોલીસ હજુ પણ હત્યાના હથિયાર, શ્રદ્ધાનો ફોન અને કપડાં શોધી રહી છે.

તળાવમાંથી પાણી કાઢતી વખતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર હાજર હતા.
તળાવમાંથી પાણી કાઢતી વખતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર હાજર હતા.

શ્રદ્ધાની હત્યાના 18 દિવસ બાદ સામાન મગાવ્યો હતો
શ્રદ્ધાની હત્યા કર્યાના લગભગ 18 દિવસ બાદ આફતાબે 5 જૂને મુંબઈથી દિલ્હી માટે અમુક સામાન મગાવ્યો હતો. ગુડલક પેકર્સ એન્ડ મૂવર્સ સાથે જોડાયેલા ગોવિંદ યાદવે આ અંગેની તમામ માહિતી પોલીસને જણાવી છે. પૂછપરછ બાદ તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આફતાબે આ સામાન મેળવવા માટે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. એ સમયે તે રજા પર હતો, તેથી અન્ય કર્મચારીઓએ આફતાબનો સામાન દિલ્હી પહોંચાડ્યો હતો. આ માટે આફતાબે 20 હજાર રૂપિયા આપ્યા હતા. યાદવે જણાવ્યું હતું કે આ તમામ પાસે ઘરવખરીનો સામાન હતો. યાદવે બુકિંગ સંબંધિત તમામ દસ્તાવેજો પોલીસને સોંપી દીધા છે.

આફતાબના પરિવારે 20 દિવસ પહેલાં ઘર ખાલી કર્યું હતું
દિલ્હી પોલીસની ટીમે રવિવારે પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં યુનિક પાર્ક હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અબ્દુલ્લા ખાનનું નિવેદન નોંધ્યું હતું, જ્યાં આરોપી આફતાબ તેના પરિવાર સાથે રહેતો હતો. પૂછપરછ દરમિયાન ખાને જણાવ્યું હતું કે તેણે આફતાબને ઘર ભાડે આપ્યું હતું. તેમના પરિવારે 20 દિવસ પહેલાં ઘર ખાલી કર્યું હતું.

ખાને કહ્યું હતું કે આફતાબનો પરિવાર ક્યાં ગયો છે એ અંગે તેમને કોઈ માહિતી નથી. દિલ્હી પોલીસે આ કેસમાં શ્રદ્ધા અને આફતાબના મિત્રો અને સંબંધીઓ સહિત ઘણા લોકોને બોલાવવામાં આવ્યા છે અને તેમનાં નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે.
18 ઓક્ટોબરના સીસીટીવી ફૂટેજ દિલ્હી પોલીસને મળ્યા
આ પહેલાં શનિવારે 18 ઓક્ટોબરના સીસીટીવી ફૂટેજ દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા, જેમાં સવારે 4 વાગ્યે આફતાબ બેગ લઈને જતો જોવા મળ્યો હતો. પોલીસને શંકા છે કે તે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંકવા ગયો હતો. આ સિવાય દિલ્હી પોલીસે મહેરૌલી ફ્લેટમાંથી તમામ કપડાં જપ્ત કર્યાં છે, જેમાં શ્રદ્ધાનાં કપડાં પણ સામેલ છે.

આફતાબ-શ્રદ્ધા 8મીએ દિલ્હી પહોંચ્યાં, 18મીએ હત્યા કરી
આફતાબ-શ્રદ્ધા 8 મેના રોજ મુંબઈથી દિલ્હી આવ્યાં હતાં. અહીંથી પહાડગંજની હોટલોમાં અને પછી દક્ષિણ દિલ્હીમાં રહેવાનું શરૂ કર્યું. દક્ષિણ દિલ્હી બાદ તેણે મહેરૌલીનાં જંગલ પાસે ફ્લેટ લીધો હતો. દિલ્હી પહોંચ્યાના 10 દિવસ પછી એટલે કે 18 મેના રોજ 28 વર્ષના આફતાબે શ્રદ્ધાની હત્યા કરી અને તેના 35 ટુકડા કરીને એને લગભગ ત્રણ અઠવાડિયાં સુધી 300 લિટરના ફ્રિજમાં રાખ્યા હતા. આ પછી તે દરરોજ આ ટુકડાઓ મેહરૌલીના જંગલમાં ફેંકવા જતો હતો. આફતાબે હત્યા પહેલાં અમેરિકન ક્રાઈમ શો ડેક્સ્ટર સહિત અનેક ક્રાઈમ ફિલ્મો અને શો જોયા હતા.

શ્રદ્ધા કેસના અન્ય સમાચાર પણ વાંચો...
શ્રદ્ધાનું માથું શોધવા તળાવ ખાલી કરવા પહોંચી પોલીસ:મહેરૌલીના જંગલમાંથી 17 હાડકાં મળ્યાં

શ્રદ્ધા મર્ડર કેસમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, આફતાબે દિલ્હી પોલીસને જણાવ્યું છે કે તેણે શ્રદ્ધાનું માથું દિલ્હીના એક તળાવમાં ફેંકી દીધું હતું. આ પછી દિલ્હી પોલીસ રવિવારે સાંજે છતરપુર જિલ્લાના મેદાન ગઢી પહોંચી અને અહીં હાજર એક તળાવને ખાલી કરી રહી છે. ડાઇવર્સને પણ બોલાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...