• Gujarati News
  • National
  • Delhi Police Arrested The Accused While Passing Information To Pakistan's Intelligence Agency ISI

વિદેશ મંત્રાલયના ડ્રાઈવર પર જાસૂસીનો આરોપ:પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને માહિતી મોકલતો હતો, દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી

2 મહિનો પહેલા

દિલ્હી પોલીસે વિદેશ મંત્રાલયમાં તૈનાત એક ડ્રાઈવરની ધરપકડ કરી છે. તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલતો હતો. ડ્રાઇવરને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા હનીટ્રેપ કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સને પગલે દિલ્હી પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.

પાકિસ્તાની જાસૂસના સંપર્કમાં હતો ડ્રાઈવર
પોલીસે જણાવ્યું કે ડ્રાઈવરની જવાહરલાલ નેહરુ ભવન પાસેથી ધરપકડ કરવામાં આવી છે. તે ભારતીય વિદેશ મંત્રાલયની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલે છે, તેના બદલામાં તેને પૈસા મળતા હતા. ડ્રાઈવર પાકિસ્તાનની એક મહિલા જાસૂસના સંપર્કમાં હતો, તેને વિદેશ મંત્રાલયની માહિતી મોકલતો હતો.

મહિલા જણાવે છે કે તે કોલકાતાની રહેવાસી છે. મહિલાનું નામ પૂનમ શર્મા અથવા પૂજા કહેવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે આ હનીટ્રેપનો મામલો છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની પૂછપરછ ચાલી રહી છે કે તેણે પાકિસ્તાને કઈ-કઈ માહિતી મોકલી છે.

પાકિસ્તાનથી આવેલો હિન્દુ શરણાર્થી જાસૂસી કરતો હતો

અગાઉ ઓગસ્ટ મહિનામાં રાજસ્થાન પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ દિલ્હીથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની ઓળખ 44 વર્ષીય ભાગચંદ તરીકે થઈ હતી. ભાગચંદનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને 1998માં પરિવાર સાથે ભારત આવ્યો હતો. ભાગચંદ દિલ્હીમાં ટેક્સી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 2016માં તેને ભારતની નાગરિકતા મળી હતી. ભાગચંદ તેના પાકિસ્તાની સંબંધી મારફત હેન્ડલરના સંપર્કમાં હતો. ઓક્ટોબરમાં પણ પોલીસે ચીન માટે જાસૂસી કરવા બદલ એક મહિલાની ધરપકડ કરી હતી.

ISIના જાસૂસ આફતાબને 5 વર્ષની સજા ફટકારી

જુલાઈમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIના જાસૂસ આફતાબ અલીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી હતી. એટીએસ દ્વારા 2017માં સૈન્યની જાસૂસી કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. દોષિત આફતાબ અલી અયોધ્યાનો રહેવાસી છે. આફતાબ સેનાની દરેક હિલચાલની માહિતી ISI હેન્ડલરને આપતો હતો. આટલું જ નહીં, તે પાકિસ્તાનમાં જેમના સંબંધીઓ છે અથવા જેઓ સાંસ્કૃતિક અથવા ધાર્મિક રીતે પાકિસ્તાન સાથે જોડાયેલા છે તેમને ભેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આફતાબને હવાલા દ્વારા પાકિસ્તાનમાંથી ફંડિંગ મળતું હતું.

અન્ય સમાચારો પણ છે...