કેજરીવાલને ઝટકો:દિલ્હીમાં 1000 બસની ખરીદીમાં ગોટાળાની CBI તપાસને મંજુરી, AAPએ કહ્યું - દિલ્હીને ભણેલા-ગણેલા ઉપરાજ્યપાલની જરૂર છે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની 1,000 બસોની ખરીદીમાં કૌભાંડની CBI તપાસને મંજૂરી આપી દીધી છે. આ ફરિયાદ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મુખ્ય સચિવ નરેશ કુમારે 9 જૂને નોંધાવી હતી. ફરિયાદમાં, દિલ્હીના પરિવહન મંત્રી પર ટેન્ડર, ખરીદી અને દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (DIMTS) સમિતિના અધ્યક્ષની નિમણૂકમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યા હતા. જો કે ગયા વર્ષે ફરિયાદના પગલે બસ ખરીદીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું.

CBI તપાસ પર આમ આદમી પાર્ટીમાં રોષ
CBI તપાસના જવાબમાં આમ આદમી પાર્ટી (AAP)એ કહ્યું કે, "LG પોતે ભ્રષ્ટાચારના ઘણા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. ધ્યાન ભટકાવવા માટે તેઓ આવા કામો કરી રહ્યા છે. અત્યાર સુધી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી તપાસમાં કોઈ પરિણામ આવ્યું નથી. તેમણે હવે ચોથા મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે પહેલા પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોના જવાબ આપવા જોઈએ."

AAP પાર્ટીએ એમ પણ કહ્યું કે "આ બસો ક્યારેય ખરીદવામાં આવી ન હતી અને ટેન્ડરો રદ કરવામાં આવ્યા હતા. દિલ્હીને વધુ ભણેલા-ગણેલા એલજીની જરૂર છે". તે વ્યક્તિને ખબર નથી કે તેઓ શાની પર સહી કરી રહ્યા છે."

બસોની ખરીદી 2019માં શરૂ થઈ હતી
વિજેન્દર ગુપ્તાએ આરોપ લગાવ્યા હતા કે દિલ્હીમાં બસોની ખરીદી અને જાળવણીમાં 5000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ બસ સપ્લાય કરતી કંપનીને જ આપવામાં આવ્યો છે જે યોગ્ય નથી. બસો રસ્તા પર આવતાની સાથે જ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ લાગુ થઈ જશે જ્યારે બસોની ત્રણ વર્ષની વોરંટી હોવી જોઈએ.

આ દરમિયાન બસ બગડવા પર મેન્ટેનન્સ માટે એક પણ રૂપિયો આપવો પડતો નથી. તત્કાલીન ઉપરાજ્યપાલ અનિલ બૈજલના નિર્દેશ પર ત્રણ સભ્યોની સમિતિએ એક રિપોર્ટ રજુ કર્યો હતો. સમિતિએ AMCમાં ખામી હોવાનું જાણ્યું હતુ અને કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવા માટેની ભલામણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...