• Gujarati News
  • National
  • Delhi Mangolpuri And New Friends Colony Encroachment Demolition Latest News Bulldozer Action LIVE Video Updates 

દિલ્હીમાં બીજા દિવસે બુલડોઝર LIVE:દુકાનો તોડી, ઘરની બહારનું અતિક્રમણ હટાવવાનું શરૂ, JCB આગળ ઊભેલા AAPના ધારાસભ્યોને હટાવ્યા

12 દિવસ પહેલા

દક્ષિણ દિલ્હી નગર નિગમ (SDMC) મંગળવારે બુલડોઝર લઈને મંગોલપુરી અને ન્યૂફ્રેન્ડ્સ કોલોનીમાં અતિક્રમણ દૂર કરવા પહોંચી ગયું છે. અહીં બુલડોઝરથી ગેરકાયદે દુકાનો તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. દુકાનદારોએ તેમણે પચાવી પાડેલો વધારાનો વિસ્તાર જાતે સમેટવાનું શરૂ કરી દીધું છે. દુકાનોના અતિક્રમણ પછી હવે બુલડોઝર ઘરની બહાર કરવામાં આવેલા અતિક્રમણ તોડવાના છે. ઘરની બહાર બનાવવામાં આવેલાં પાર્કિંગ, બાઉન્ડરી અને અન્ય નિર્માણ તોડવામાં આવ્યાં છે. લોકોના ઘરની બહાર રસ્તા પર રેલિંગ કરીને ત્યાં પણ કબજો કરવામાં આવ્યો હતો, જે બુલડોઝરે હટાવી દીધો છે.

SDMC દક્ષિણ દિલ્હીના ઘણા હિસ્સામાં 4 મેથી 13 મે સુધી અતિક્રમણ અભિયાનનો પહેલો ભાગ ચલાવી રહ્યું છે. આ જ ક્રમમાં કાલે શાહીનબાગમાં ટીમ અતિક્રમણ હટાવવા માટે પહોંચી હતી, પરંતુ લોકોના વિરોધને કારણે અતિક્રમણ ના હટાવી શકી.

મોટી પોલીસ ફોર્સ સાથે ટીમ બુલડોઝર લઈ અતિક્રમણ હટાવવા પહોંચી હતી.
મોટી પોલીસ ફોર્સ સાથે ટીમ બુલડોઝર લઈ અતિક્રમણ હટાવવા પહોંચી હતી.

લાલ રંગની રિબિન લગાવીને પહોંચ્યા લોકો
SDMCના કર્મચારી લાલ રંગની રિબિન લગાવીને એક્શમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ટીમે અહીં રિબિન લગાવવાનો નિર્ણય એટલા માટે લીધો છે, કારણ કે સામાન્ય લોકો અને MDMC કર્મચારીની અલગ ઓળખ થઈ શકે અને હોબાળો થવાની સ્થિતિમાં પોલીસને એક્શન લેવામાં કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય.

ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પહોંચેલા બુલડોઝરને જોઈને લોકોએ તેમનું અતિક્રમણ જાતે જ હટાવવાનું શરૂ કરી દીધું હતું. લોકોનું કહેવું હતું કે અમે અમારું અતિક્રમણ જાતે જ હટાવી દઈશું, તમે બુલડોઝર ના ચલાવશો. તેમ છતાં ટીમે તેમની કાર્યવાહી ચાલુ રાખી હતી. અહીં લોકોએ રસ્તા પર પાકું બાંધકામ કરી દીધું હતું. લોકોએ દુકાન બનાવીને સિમેન્ટ કોંક્રીટથી પાક્કું નિર્માણ કર્યું હતું. એને હવે બુલડોઝરથી તોડવામાં આવી રહ્યું છે.

સ્થાનિક લોકોએ જાતે જ તેમનું અતિક્રમણ હટાવવાની શરૂઆત કરી.
સ્થાનિક લોકોએ જાતે જ તેમનું અતિક્રમણ હટાવવાની શરૂઆત કરી.

ટ્રકોથી ભરીને લોકો સામાન લઈ જઈ રહ્યા છે
લોકોએ બુલડોઝર જોઈને તેમની દુકાનો હટાવીને સામાન છુપાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે MCDની ટીમે શક્ય હતો એટલો સામાન જપ્ત કરી લીધો છે. જે ટ્રકો તેઓ કાટમાળ ભરવા લાવ્યા હતા એમાં ટીમ સામાન ભરીને લઈ ગઈ છે.

પોલીસે ધારાસભ્યોને પકડીને હટાવ્યા
ગુરુદ્વારા રોડ પર બુલડોઝર પહોંચતાં જ આમ આદમી પાર્ટીના મંગોલપુરીના ધારાસભ્ય મુકેશ અહલાવત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બુલડોઝર આગળ ઊભા રહી ગયા હતા. તેમનું કહેવું હતું કે લોકો જાતે જ તેમનું અતિક્રમણ હટાવી રહ્યા છે તો બુલડોઝરની શી જરૂર છે. ત્યાર પછી પોલીસે તેમને પકડીને ગાડીમાં બેસાડી દીધા હતા અને પછી તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. પોલીસનું કડક વલણ જોઈને ધારાસભ્ય જતા રહ્યા હતા.

લોકોએ રસ્તા પર પાકું ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું
લોકોએ રસ્તા પર પાકું ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું
અન્ય સમાચારો પણ છે...