દિલ્હીમાં અંદાજે 2 વર્ષ પહેલાં નાગરિકતા કાયદા સામે વિરોધ-પ્રદર્શનથી ચર્ચામાં આવેલા શાહીનબાગમાં આજે ફરી વિવાદમાં છે. કારણ MCDના બુલડોઝર...અહીં આજે અતિક્રમણ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેથી MCDના બુલડોઝર શાહીનબાગ પહોંચતા જ વિવાદ શરૂ થઈ ગયો હતો.
લોકોના વિરોધ અને ગુસ્સા પછી બપોરે 12.30 વાગે MCDના બુલડોઝર શાહીનબાગથી પરત ફર્યા હતા. ત્યારપછી લોકોએ અહીં ત્રિરંગો લહેરાવ્યો હતો.
આજે દિલ્હી પોલીસે અતિક્રમણ હટાવવાના અભિયાન દરમિયાન સુરક્ષા આપવાની વ્યવસ્થા કરી હતી. આ પહેલાં પોલીસ ફોર્સની મદદ ના મળી હોવાથી અતિક્રમણની કાર્યવાહી થઈ શકી ન હતી અને તેથી એ 8 મે સુધી ટાળી દેવામાં આવી હતી.
ફોર્સ મળ્યા પછી દક્ષિણ દિલ્હી MCDએ આગામી પાંચ દિવસ સુધી અતિક્રમણ હટાવવાના અભિયાનની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. સોમવારે 11 વાગ્યાથી MCDનાં બુલડોઝર રસ્તા પર દેખાવા લાગ્યાં હતાં. ફોર્સ પહોંચતાં જ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ક્યાં ક્યાં બુલડોઝર ચલાવાશે?
MCDએ કહ્યું હતું કે સાઉથ દિલ્હીમાં 9થી 13 મે દરમિયાન અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ વિસ્તારોનું લિસ્ટ આ પ્રમાણે છેઃ
નોંધનીય છે કે જહાંગીરપુરીમાં હનુમાનજયંતીના દિવસે થયેલી હિંસા પછી અહીં બુલડોઝરથી અતિક્રમણ હટાવવામાં આવી રહ્યાં છે, જોકે એ સમયે કાર્યવાહી બહુ લાંબી ચાલી શકી ન હતી, કારણ કે ત્યારે સુપ્રીમ કોર્ટનો સ્ટે આવ્યો હતો. કોર્ટે હાલ જહાંગીરપુરીમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી પર સ્ટે લગાવ્યો છે.
અતિક્રમણ સમયે કેવાં દૃશ્યો સર્જાયાં હતાં એ જુઓ તસવીરોમાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.