તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GNCTD Bill Implemented In Delhi, Kejriwal Govt To Seek Deputy Governor's Approval Before Making Any Decision

દિલ્હીમાં હવે સરકાર કરતાં વધુ સત્તા LGની પાસે:દિલ્હીમાં GNCTD બિલ લાગુ, કેજરીવાલ સરકારને કોઈપણ નિર્ણય પહેલાં ઉપ-રાજ્યપાલની મંજૂરી લેવી પડશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • સરકાર પ્રશાસનિક મામલાઓ સાથે જોડાયેલા નિર્ણય લે છે, તો તેણે 7 દિવસ પહેલાં મંજૂરી લેવી જરૂરી હશે
  • કોઈપણ નિર્ણય લેતાં પહેલાં દિલ્હી સરકારે ઉપ-રાજ્યપાલનો મત લેવો જરૂરી બનશે

માર્ચમાં સંસદે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી(અમેડમેન્ટ) બિલ 2021 પાસ કર્યું હતું. NCT બિલ ગૃહ મંત્રાલયના નોટિફેક્શન પછી 27 એપ્રિલથી પ્રભાવી થઈ ગયું છે. આ બિલ કાયદો બન્યા પછી હવે ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલની પાસે દિલ્હીની આમઆદમી સરકારથી વધુ શક્તિઓ હશે.

નિર્ણય લેતાં પહેલાં દિલ્હી સરકારે ઉપ-રાજ્યપાલનો મત લેવો જરૂરી

  • આ એક્ટ પ્રભાવી થયા પછીથી દિલ્હીમાં સરકારથી વધુ સત્તા ઉપ-રાજ્યપાલ પાસે હશે.
  • એક્ટના કારણે દિલ્હીની ચૂંટાયેલી સરકાર કરતાં પણ ઉપ-રાજ્યપાલ એટલે કે અનિલ બૈજલ પ્રભાવશાળી હશે.
  • કોઈપણ નિર્ણય લેતાં પહેલાં દિલ્હી સરકારે ઉપ-રાજ્યપાલનો મત લેવો જરૂરી હશે.
  • સરકાર વિધાયક સાથે જોડાયેલા નિર્ણય લે છે તો તેણે LG પાસેથી 15 દિવસ પહેલાં મંજૂરી લેવી પડશે.
  • સરકાર પ્રશાસનિક મામલાઓ સાથે જોડાયેલા નિર્ણય લે છે તો તેણે 7 દિવસ પહેલાં મંજૂરી લેવી જરૂરી હશે.

આ રીતે આવ્યું બિલ
NCT બિલ મંગળવારથી પ્રભાવમાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. લોકસભામાં આ સંશોધન બિલ 22 માર્ચે અને રાજ્યસભામાં 24 માર્ચે પાસ કરવામાં આવ્યું. 28 માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓની પર હસ્તાક્ષર કર્યા હતા.

આપ અને કોંગ્રેસે કર્યો હતો વિરોધ
આ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ ઘણો વિરોધ કર્યો હતો. સદનમાં બિલ પાસ થયા પછી કેજરીવાલે કહ્યું હતું કે લોકશાહી માટે ખૂબ જ ખરાબ દિવસ છે. અમે સત્તાની તાકાતને લોકોના હાથમાં રાખવાની પોતાની કોશિશ ચાલુ રાખીશું. કોઈપણ મુશ્કેલીની વચ્ચે પણ અમે કામ ચાલુ રાખીશું, ધીમા પણ નહિ પડીએ.