તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delhi Is The World's No. 1 City With The Most CCTV Cameras; New York, London And Shanghai Were Also Left Behind

ફોર્બ્સનો રિપોર્ટ:દિલ્હી સૌથી વધુ સીસીટીવી કેમેરાવાળું વિશ્વનું નંબર-1 શહેર; ન્યૂયોર્ક, લંડન અને શાંઘાઇને પણ પાછળ છોડ્યા

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીમાં દર ચો. મીટરે 1,826 કેમેરા જ્યારે લંડનમાં 1,138 જ
  • યાદીમાં ભારતનાં 3 શહેર, ચેન્નઇ ત્રીજા તો મુંબઇ 18મા સ્થાને

રાજધાની દિલ્હીએ વિશ્વમાં સૌથી વધુ સીસીટીવી કેમેરાવાળાં શહેરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ, દિલ્હીનાં જાહેર સ્થળો પર દર ચોરસ મીટર વિસ્તારમાં 1,826 જ્યારે લંડનમાં દર ચોરસ મીટર વિસ્તારમાં 1,138 કેમેરા લાગેલા છે.

દિલ્હી બાદ લંડન વિશ્વમાં બીજા ક્રમે છે. યાદીમાં ભારતનાં 3 શહેર છે. દિલ્હી પ્રથમ, ચેન્નઇ ત્રીજા અને મુંબઇ 18મા ક્રમે છે. ચેન્નઇમાં દર ચોરસ મીટર વિસ્તારમાં 609 અને મુંબઇમાં 157.4 કેમેરા લાગેલા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી પોતાના અધિકારીઓ તથા એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા. તેમણે ફોર્બ્સની યાદી શૅર કરતા લખ્યું કે, મને જણાવતા ગર્વ થાય છે કે દિલ્હીએ શાંઘાઇ, ન્યૂયોર્ક અને લંડનને દર ચો.મી.માં મહત્તમ સીસીટીવી કેમેરા મામલે પછાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...