તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોના વેક્સિનનો પુરવઠો ટૂંક સમયમાં શરૂ થવાના અહેવાલ વચ્ચે દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટે પરિવહનને લગતી તૈયારી શરૂ કરી છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોનાની વેક્સિન થોડા સપ્તાહોમાં જ તૈયાર થઈ શકે છે. તેને લીધે બન્ને એરપોર્ટ પર તમામ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી છે.
એરપોર્ટ આ કારણથી મહત્વના છે
દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ પાસે દેશના સૌથી મોટી કાર્ગો સર્વિસ પણ છે. આ દ્રષ્ટિએ પણ તેમને વેક્સિનના પરિવહન માટે સૌથી મોટા કેન્દ્ર માનવામાં આવે છે.
મોટાભાગની ફાર્મા કંપનીઓ હૈદરાબાદમાં હોવાથી અહીંના એરપોર્ટ પાસે અગાઉથી જ સુવિધા ઉપલબ્ધ છે.
દિલ્હી પાસે વિશ્વકક્ષાના બે કાર્ગો ટર્મિનલ
દિલ્હી એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે તેમની પાસે વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા બે કાર્ગો ટર્મિનલ છે. તે પૈકી તાપમાન પ્રમાણે સ્ટોરેજની સુવિધા મળે છે.
તેની ક્ષમતા 1.5 લાખ મેટ્રિક ટન સુધી સામાન સંભાળવાની છે. આ તાપમાનની દ્રષ્ટિએ ઝોન પણ બનેલા છે. તેમા વિવિધ ચેમ્બર પણ છે, જેમનું તાપમાન -20 થી 25 ડિગ્રી સેલ્સિયસ રાખી શકાય છે. કોરોનાની વેક્સિનને પણ આ તાપમાનમાં રાખવી જરૂરી છે.
એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું કે એરકન્ડીશનવાળી ચેમ્બર ઉપરાંત અહીં કૂલ ડોલી પણ છે. આ કૂલ ડોલી મારફતે ટર્મિનલ અને વિમાન વચ્ચે સામાનનું પરિવહન થાય છે. તેમા તાપમાનને સામાનની અનુકૂળતા પ્રમાણે નિર્ધારિત કરી શકાય છે.
વેક્સિન લઈ જતી ગાડીઓના ઝડપી વહન માટે એરપોર્ટ ટર્મિનલ પર આવવા-જવા માટે અલગ ગેટ છે. તેના મારફતે વેક્સિનને એરપોર્ટથી અંદર અથવા બહાર ઝડપથી લાવી શકાય છે.
દિલ્હી એરપોર્ટથી દેશભરમાં PPE કિટ મોકલવામાં આવી હતી
સિવિલ એવિએશન મિનિસ્ટ્રી મેટ્રો એરપોર્ટને ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત દિલ્હી એરપોર્ટ પર 6,500 સ્ક્વેર મીટરમાં એક ડેડિકેટેડ ટ્રાંસ-શિપમેંટ એક્સીલેંસ સેંટર તૈયાર કરવામાં આવ્યો છે. તેનાથી પણ વેક્સિનના પરિવહનમાં મદદ મળશે.
દિલ્હી એરપોર્ટ પર QR કોડ બેસ્ડ ઈ-ગેટ પાસ સર્વિસ છે. તેનાથી પેપર ડોક્યૂમેન્ટેશનમાં ઓછો સમય લાગશે અને સંપૂર્ણ પ્રક્રિયામાં દરમિયાનગીરી નહીં થાય. તેનાથી ઈમ્પોર્ટ કરવા લાવવામાં આવેલી વેક્સિનને વધારે ઝડપથી ગમે ત્યાં મોકલી શકાશે. તાજેતરમાં જ દિલ્હી એરપોર્ટે દેશભરમાં લાખો PPE કિટ મોકલવા માટે એક સેન્ટરની માફક કામ કર્યું છે.
હૈદરાબાદ એરપોર્ટ પાસે અગાઉથી જ સુવિધા ઉપલબ્ધ
વેક્સિનના પરિવહનમાં જીએમઆર હૈદરાબાદ એર કાર્ગો (GHAC) મહત્વની ભૂમિકા ભજવે છે. તે દેશના સૌથી મોટા વેક્સિન પ્રોડક્શન એરિયા પાસે છે. તેને લીધે તેની પાસે વેક્સિનના પરિવહનની દ્રષ્ટિએ સ્ટોરેજ અને પ્રોસેસિંગ ઝોન જેવી સુવિધા અગાઉથી જ ઉપલબ્ધ છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.