તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delhi High Court Rejects Chirag Paswan's Plea, Lok Sabha Speaker Challenges Pashupati Paras' Decision To Be LJP Leader

કોર્ટમાંથી ખાલી હાથ પરત ફર્યાં ચિરાગ:દિલ્હી હાઈકોર્ટે ચિરાગ પાસવાનની અરજી નકારી, લોકસભા સ્પીકરે પશુપતિ પારસને LJPના નેતા માનવાના નિર્ણયને પડકારેલો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિરાગે કહ્યું હતું કે LJP ક્વોટામાંથી સાંસદ પશુપતિ પારસને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે તો હું કોર્ટમાં જઈશ

દિલ્હી હાઈકોર્ટે પશુપતિ પારસને લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતા માનવા સામે ચિરાગ પાસવાનની અરજીને નકારી દીધી છે. 7 જુલાઈના રોજ મંત્રી મંડળનું વિસ્તરણ કર્યાં બાદ LJP સાંસદ પાસવાને બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

ચિરાગે PM મોદીને ધમકી આપી હતી
LJPના નેતા ચિરાગ પાસવાને મંગળવારે PM નરેન્દ્ર મોદીને પડકાર ફેક્યો હતો. ચિરાગે પટનામાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે LJP ક્વોટામાંથી હકાલપટ્ટી કરાયેલા સાંસદ પશુપતિ પારસને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે તો હું કોર્ટમાં જઈશ. રાષ્ટ્રીય અધ્યક્ષ હું છું, પાર્ટી પણ મારી છે. સમર્થન પણ મારી પાસે છે. મારી મંજૂરી વગર પાર્ટીના કોઈ પણ સાંસદને મંત્રી બનાવવા તે યોગ્ય નથી.

LJPમાં 13 જૂનના રોજ વિવાદની શરૂઆત થઈ હતી. 14 જૂનના રોજ ચિરાગ પાસવાન સિવાયના પાંચ સાંસદોની સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. તેમા હાજીપુરથી સાંસદ પશુપતિ કુમાર પારસને સંસદીય બોર્ડના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ અંગે લોકસભા સ્પિકરને પણ જાણ કરવામાં આવી હતી. 14 જૂનની સાંજ સુધીમાં લોકસભા સચિવાલયમાંથી પણ તેમને માન્યતા મળી ગઈ હતી. બીજી બાજુ ચિરાગ પાસવાને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી પાંચેય સાંસદોને LJPમાંથી હટાવી દીધા હતા. ત્યારબાદ 17 જૂનના રોજ પટનામાં પારસ જૂથની બેઠકમાં તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.