• Gujarati News
  • National
  • Delhi High Court And Patiala House Court Will Be Closed From 3 Pm, Know The Minute To Minute Schedule

આજે PM સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું કરશે ઉદઘાટન:દિલ્હી હાઇકોર્ટ અને પટિયાલા હાઉસ કોર્ટ બપોરે 3 વાગ્યાથી બંધ રહેશે, જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

નવી દિલ્હી20 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, એટલે કે 8 સપ્ટેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. વાસ્તવમાં દિલ્હીના ઐતિહાસિક રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટાનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. હવે એનું નામ બદલીને 'કર્તવ્યપથ' રાખવામાં આવ્યું છે. સેન્ટ્રલ વિસ્ટાના ઉદઘાટન દરમિયાન જોખમોને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. આવી સ્થિતિમાં આજે સામાન્ય લોકોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા 10 રૂટ સાંજે 6થી 9 વાગ્યા સુધી બંધ રહેશે. અનેક માર્ગો પર ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટ બપોરે 3 વાગ્યાથી બંધ રહેશે
સેન્ટ્રલ વિસ્ટાના ઉદઘાટનને કારણે ગુરુવારે બપોરે 3 વાગ્યાથી દિલ્હી હાઈકોર્ટ તેમજ પટિયાલા હાઉસ કોર્ટ બંધ રહેશે. બુધવારે હાઈકોર્ટે એક નોટિફિકેશન જારી કરીને આ જાણકારી આપી હતી.

PMની સુરક્ષા માટે SPG તહેનાત
વડાપ્રધાનના કાર્યક્રમને કારણે સુરક્ષાની કમાન સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)એ હાથમાં લીધી હતી. ઉદઘાટન પહેલાં આ વિસ્તારમાં કોઈ બહારની વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો નથી. સેન્ટ્રલ ફોર્સ ઉપરાંત ખાનગી સુરક્ષા ગાર્ડ પણ નજર રાખી રહ્યા છે. અહીં ફોટા પાડવાની પણ મનાઈ છે. ચુસ્ત સુરક્ષાને કારણે પ્રવાસીઓ બેરિકેડ્સ પાસે ઊભા રહીને ઈન્ડિયા ગેટ જોવાનો પ્રયાસ કરતા રહ્યા.

ખાણી-પીણીનું વેચાણ કરતા એક વિક્રેતાએ કહ્યું હતું કે ત્રણ વર્ષ ખૂબ જ મુશ્કેલ સમયમાં પસાર થઈ ગયા છે. આખા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું. હવે આટલું સુંદર રીતે સમાપ્ત. આશા છે કે વધુ લોકો અહીં આવશે અને અમે કામકાજ સારું ચાલશે.

સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઉદઘાટન કાર્યક્રમ સાંજે 7 વાગ્યે શરૂ થશે, જે 90 મિનિટ સુધી ચાલશે. આ માટે સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધી આસપાસના રસ્તાઓ બંધ રહેશે. જાણો પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ...

7 PM - નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ

7:10 PM - PM ઇન્ડિયા ગેટ પહોંચશે

7:25 PM - કામદારો સાથે સંવાદ

7:30 PM - કર્તવ્યપથનું ઉદઘાટન

7:40 PM - PM સ્ટેજ પર પહોંચશે

8:02 PM - PM મોદીનું સંબોધન

20 હજાર કરોડમાં પ્રોજેક્ટ પૂરો થયો
સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી 3.2 કિમીમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અની ડિઝાઈન ડો.બિમલ પટેલે તૈયાર કરી છે. અહીં રેડ ગ્રેનાઈટથી બનેલા 15.5 કિલોમીટરના વોકવેથી લઈને 16 બ્રિજ અને ફૂડ સ્ટોલ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 20 મહિના પછી અને જનતા માટે ખોલવામાં આવશે.

ઉદઘાટનના પહેલાંના એક દિવસ સુધી સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પર કામ ચાલુ રહ્યું હતું. એક સુપરવાઈઝરે જણાવ્યું હતું કે બુધવાર રાત સુધીમાં કામ પૂર્ણ થઈ ગયું હતું, તેથી જ કામદારો 24 કલાક કામે લાગેલા હોય છે. 9 સપ્ટેમ્બરથી લોકો અહીં ફરવા આવી શકશે.

રસ્તાની બંને બાજુ રાજ્યોના ફૂડ સ્ટોલ ખુલશે
વિસ્ટા એટલે મનમોહક દૃશ્ય. રાજપથની આસપાસનો વિસ્તાર રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો વિસ્તાર લીલાછમ વૃક્ષો, નહેરો અને ઉદ્યાનોથી ઘેરાયેલો છે. એ પહેલાં સુંદર હતો, હવે એ વધુ આકર્ષક બની ગયો છે.

ઈન્ડિયા ગેટની બંને બાજુ નવી દુકાનો બનાવવામાં આવી છે, જેમાં વિવિધ રાજ્યોના ખાણીપીણીના સ્ટોલ હશે. પહેલાંની જેમ હવે પ્રવાસીઓ લૉનમાં બેસીને ઘરેથી લાવેલું ખાવાનું ખાઈ શકશે નહીં. આ ઉપરાંત વિક્રેતાઓ પણ માત્ર ચોક્કસ ઝોનમાં જ સ્ટોલ લગાવી શકશે. બે નવા પાર્કિંગમાં 1100થી વધુ વાહનો પાર્ક કરી શકાશે. સર્વેલન્સ માટે 300થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

પીએમ મોદીએ ડિસેમ્બર 2020માં શિલાન્યાસ કર્યો હતો
આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે, જે મોદી સરકારની સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્લાન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ વિસ્ટા પ્લાનની જાહેરાત સપ્ટેમ્બર 2019માં કરવામાં આવી હતી. એનો પાયો PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નાખ્યો હતો. જોકે અહીંની કેટલીક ઈમારતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પૈકી રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, વોર મેમોરિયલ, હૈદરાબાદ હાઉસ, રેલ ભવન, વાયુ ભવન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ભાગ નથી.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં આ ડેવલપમેન્ટ પણ સામેલ

  • નવું ત્રિકોણાકાર સંસદ ભવન
  • સામાન્ય કેન્દ્રીય સચિવાલય (સચિવાલય)
  • ત્રણ કિલોમીટરના રાજપથમાં સુધારો
  • વડાપ્રધાનનું નવું નિવાસસ્થાન
  • વડાપ્રધાનનું નવું કાર્યાલય
  • ઉપરાષ્ટ્રપતિનું એન્ક્લેવ

નવી ત્રિકોણાકાર સંસદ ભવન પાર્લમેન્ટ હાઉસ સ્ટેટના પ્લોટ નંબર 118 પર તૈયાર થયું છે
સમગ્ર પ્રોજેક્ટ 64,500 ચોરસમીટરમાં ફેલાયેલો છે. સંસદની હાલની ઇમારત 16,844 ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. સંસદની નવી ઇમારત 20,866 ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલી છે, એટલે કે જૂની ઇમારતમાંથી લગભગ 4 હજાર ચોરસમીટર વધુ મોટી છે. એમાં સાંસદો માટેની વ્યવસ્થા, મહિલાઓ માટેના કમ્પાર્ટમેન્ટ, લાઈબ્રેરી, ડાઈનિંગ એરિયા જેવા અનેક કમ્પાર્ટમેન્ટ હશે.

તસવીરોમાં જુઓ પહેલાં અને હાલનું સેન્ટ્રલ વિસ્ટા...

ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રાજપથની બંને બાજુના ભાગને સેન્ટ્રલ વિસ્ટા કહેવામાં આવે છે.
ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રાજપથની બંને બાજુના ભાગને સેન્ટ્રલ વિસ્ટા કહેવામાં આવે છે.
વિજયચોકથી ઈન્ડિયા ગેટ સુધીનો 3 કિલોમીટર લાંબો રાજપથ અનેક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
વિજયચોકથી ઈન્ડિયા ગેટ સુધીનો 3 કિલોમીટર લાંબો રાજપથ અનેક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
રેડ-ગ્રેનાઇટ વોકવે જે 1.1 લાખ ચોરસમીટરમાં ફેલાયેલો છે અને ચારેબાજુ હરિયાળી છે.
રેડ-ગ્રેનાઇટ વોકવે જે 1.1 લાખ ચોરસમીટરમાં ફેલાયેલો છે અને ચારેબાજુ હરિયાળી છે.
નવા બનેલા ફૂડ સ્ટોલ અને પાર્કિંગમાં ચોવીસ કલાક સુરક્ષા વ્યવસ્થા રહેશે.
નવા બનેલા ફૂડ સ્ટોલ અને પાર્કિંગમાં ચોવીસ કલાક સુરક્ષા વ્યવસ્થા રહેશે.
અહીં 133થી વધુ લાઇટ પોલ લગાવવામાં આવ્યા છે. એવન્યુમાં પાર્કિંગ એક કે બે મહિના માટે ફ્રી રહેશે.
અહીં 133થી વધુ લાઇટ પોલ લગાવવામાં આવ્યા છે. એવન્યુમાં પાર્કિંગ એક કે બે મહિના માટે ફ્રી રહેશે.
કેનાલની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે, રાહદારીઓ માટે 16 પુલ પણ બનાવવામાં આવ્યા છે. અહીં બોટિંગ પણ કરી શકાય છે.
કેનાલની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે, રાહદારીઓ માટે 16 પુલ પણ બનાવવામાં આવ્યા છે. અહીં બોટિંગ પણ કરી શકાય છે.
અહીં 3 લાખ 90 હજાર ચોરસ મીટર ગ્રીન એરિયા છે, જ્યાં 4,087 વૃક્ષો વાવવામાં આવ્યા છે.
અહીં 3 લાખ 90 હજાર ચોરસ મીટર ગ્રીન એરિયા છે, જ્યાં 4,087 વૃક્ષો વાવવામાં આવ્યા છે.
વોક-વેની બાજુના પથ્થરો અને સાંકળો પણ બદલવામાં આવી છે. 1,125 કાર અને 40 બસો પાર્ક કરી શકાય છે.
વોક-વેની બાજુના પથ્થરો અને સાંકળો પણ બદલવામાં આવી છે. 1,125 કાર અને 40 બસો પાર્ક કરી શકાય છે.
લોકોને ચાલવા માટે 16.5 કિમીનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગ પર લાલ ગ્રેનાઈટ લગાવવામાં આવ્યા છે.
લોકોને ચાલવા માટે 16.5 કિમીનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગ પર લાલ ગ્રેનાઈટ લગાવવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...