• Gujarati News
  • National
  • Delhi Has The Lowest Pollution In Five Years Followed By Mumbai, Hyderabad, Bengaluru, Chennai

સીએસઇ રિપોર્ટ:દિલ્હીમાં પાંચ વર્ષમાં સૌથી ઓછું પ્રદૂષણ મુંબઇ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઇમાં વધ્યું

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનસીઆરમાં ઠંડીની સિઝનમાં આ વખતે માત્ર એકવાર સ્મોગની ઘટના
  • દિલ્હીથી મુંબઇ સુધી એક જેવી સ્થિતિ, શ્વાસની બીમારીના દર્દીઓ વધી રહ્યા છે

છેલ્લી ઠંડીની સિઝનમાં દિલ્હી-એનસીઆરની હવા પાંચ વર્ષમાં સૌથી સ્વચ્છ રહી હતી. આ માહિતી પર્યાવરણ માટે કામ કરનાર સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરર્મેન્ટ (સીએસઇ)ના અહેવાલમાં સપાટી પર આવી છે. રિપોર્ટ મુજબ 2018 બાદ પ્રથમ વખત ઠંડીમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ઘટી ગયું હતું. આની બિલકુલ વિરુદ્ધમાં બીજાં મેટ્રો શહેરોમાં પીએમ 2.5 વધુ ગયું છે. સીએસઇના બિઝનેસમેન ડિરેક્ટર અનુમિતા રોય ચૌધરીએ કહ્યું છે ઠંડીમાં કોલકાતા, મુંબઇ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઇ સહિત અન્ય મેટ્રો શહેરોમાં પ્રદૂષણમાં ધ્યાન આપવામાં આવતું નથી. પહેલી ઓક્ટોબર 2022થી 28મી ફેબ્રુઆરી 2023 સુધી દિલ્હી, કોલકાતા-હાવડા, મુંબઇ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઇમાં ઠંડીની વાયુ ગુણવત્તા મૂલ્યાંકનથી કેટલીક બાબતો પણ સપાટી પર આવી છે.

સ્થિતિ : એનસીઆરમાં ઠંડીમાં દિલ્હીમાં હવા સૌથી ખરાબ હતી
દિલ્હી અને પડોશી શહેર ફરિદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને નોઈડા એનસીઆરનાં અન્ય શહેરોની સરખામણીમાં વધારે પ્રદૂષિત રહ્યાં હતાં. અલબત્ત દિલ્હીમાં પીએમ સ્તર 2.5 , 2018-19ની ઠંડીની સિઝનમાં સરેરાશની સરખામણીમાં 17 ટકા ઓછું રહેતા તેની ચર્ચા રહી હતી. રિપોર્ટ મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ ઠંડીમાં પરાળ સળગાવવાની ઘટના પણ અડધી ગઈ હતી. નાસાના વીઆઇઆઇઆરએસ ઉપગ્રહ મુજબ આ વર્ષે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ઓક્ટોબર અને નવેમ્બરના મહિનામાં પરાળ સળગાવવાની કુલ સંખ્યા ક્રમશ: 55846 અને 12158 રહી હતી.

ચિંતા : મુંબઇની હવા બે સપ્તાહથી દિલ્હી કરતાં પણ વધારે પ્રદૂષિત
મુંબઇની હવા પણ પ્રદૂષિત થઇ ચૂકી છે. સ્વિસ એર રિસર્ચ મુજબ પ્રદૂષિત હવા બાબતે તો મુંબઇએ દિલ્હીને પણ પાછળ છોડી દેતા ચિંતા વધી છે. છેલ્લાં બે સપ્તાહથી શહેરની હવા (એક્યુઆઇ) ખૂબ જ ખરાબ (250-350)ની શ્રેણીમાં છે. લાંબા સમયથી પ્રદૂષિત હવાના કારણે મુંબઇમાં લોકો શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓ, ગળામાં કફ, ખાંસી જેવી બીમારીના શિકાર ઝડપથી થઇ રહ્યા છે. મુંબઇની હોસ્પિટલોના તબીબો મુજબ હવામાં પ્રદૂષણ વધવાના કારણે હાલમાં અસ્થમા, બ્રોન્કાઇટિસ અને શ્વાસની અન્ય બીમારીઓના દર્દીઓ વધારે પહોંચી રહ્યા છે. આંખમાં બળતરાની ફરિયાદ પણ દર્દી કરી રહ્યા છે.

પડકાર: વિશ્વના દરેક ખૂણામાં પ્રદૂષણના 2.5 કણો પહોંચી ગયા છે
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દુનિયાના 99.82 ટકા ક્ષેત્રમાં હવે પ્રદૂષણ માટે જવાબદાર પીએમ મેટર 2.5 પહોંચતા તેની ચર્ચા છે. એટલે કે સમગ્ર દુનિયા જ પ્રદૂષિત થઇ ચૂકી છે. હવામાં રહેલા નાના નાના પ્રદૂષક કણો લંગ કેન્સર અને હાર્ટ સંબંધિત બીમારીઓ માટે ખતરનાક છે. વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ચીનમાં વૈશ્વિક સ્તર પર 2019માં 70 ટકા કરતાં વધારે દિવસોમાં દૈનિક પીએમ 2.5નું પ્રમાણ 15 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર કરતાં વધારે હતું. જે વિશ્વ આરોગ્ય સંગઠનના માપદંડ તરીકે છે. પ્રદૂષણને લઇને સૌથી વધુ ખરાબ સ્થિતિ દક્ષિણ-પૂર્વીય એશિયામાં છે, જ્યાં 90 ટકા કરતાં દિવસમાં પીએમ 2.5નું પ્રમાણ 15 કરતાં વધારે છે.

બેંગલુરુ અને ચેન્નાઇમાં પ્રદૂષણ 15 ટકા કરતાં વધારે
2021-22ની ઠંડીની સિઝનમાં માત્ર દિલ્હી અને કોલકાતાની હવા સુધરી છે. બીજી બાજુ પીએમ 2.5ના સ્તરની છેલ્લી ત્રણ ઠંડીની સિઝનની સરખામણમાં બેંગલુરુ અને ચેન્નાઇની હવા 15 ટકા સુધી ખરાબ થઇ છે. મુંબઇમાં હવા 14 ટકા અને હૈદરાબાદની હવા ત્રણ ટકા વધારે પ્રદૂષિત હતી.

અન્ય સમાચારો પણ છે...