• Home
  • National
  • Delhi government advertises Sikkim as a separate country, Sikkim protests; Kejriwal suspends responsible official

કાર્યવાહી / દિલ્હી સરકારે જાહેરખબરમાં સિક્કીમને અલગ દેશ તરીકે દર્શાવ્યો, સિક્કીમે વિરોધ નોંધાવ્યો;કેજરીવાલે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
X
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

  • અરવિંદ કેજરીવાલે કહ્યું-આવી ભૂલ સ્વીકારી શકાય નહીં
  • જાહેરખબરમાં સિક્કીમને નેપાળ અને ભૂટાનની માફક

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 04:19 AM IST

નવી દિલ્હી. દિલ્હી સરકારે એક જાહેરખબરમાં સિક્કીમને અલગ દેશ તરીકે દર્શાવ્યો છે. સિક્કીમે તેનો વ્યાપક વિરોધ કર્યો છે. આ ઘટના બાદ દિલ્હીનામુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યવાહી કરી છે. એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


નેપાળ અને ભૂટાન સાથે તુલના કરી

દિલ્હી સરકારે વોલેન્ટીયર્સને જોઈન કરવા માટે એક જાહેરખબર અખબારમાં પ્રકાશિત કરી હતી. તેમા સિક્કીમને નેપાળ અને ભૂટાનની માફક અલગ દેશ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સિક્કીમના ચીફ સેક્રેટરીએ કેજરીવાલને એક ચીઠી લખી છે.તેને વાંધાજનક ગણાવવા સાથે આ જાહેરખબરને તાત્કાલિક પાછી લેવા માંગ કરી હતી.જ્યારે વિવાદ વધતો જણાયો તો કેજરીવાલે સ્પષ્ટતા પણ આપી છે. સિક્કીમ ભારતનો અતૂટ હિસ્સો છે. આ પ્રકારની ભૂલને સ્વીકારી શકાય નહીં. જાહેરખબરને પાછી લેવામાં આવી છે. અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દિલ્હી લેફ્ટેનન્ટ ગવર્નરે જણાવ્યું હતું કે નાગરિક સુરક્ષા વિભાગ સાથે સંકડાયેલા એક સિનિયર અધિકારીને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી