• Gujarati News
  • National
  • Delhi Farmer To Fly 10 Laborers To Bihar At His Own Expense, Says No More Starvation

મહામારીમાં માનવતાનાં દર્શન:દિલ્હીનો ખેડૂત 10 મજૂરોને પોતાના ખર્ચે વિમાનમાં બિહાર મોકલશે, કહ્યું, આગળ પણ ભૂખે નહીં મરવા દઉં

2 વર્ષ પહેલા
  • દિલ્હીથી બિહાર મોકલવા એક જ પરિવારના 10 મજૂરોની ટિકિટ પણ બૂક કરી
  • મજૂરો આવતીકાલે સવારની ફ્લાઈટમાં વતન જવા નીકળશે

દેશમાં જ્યાં મોટા કારખાનાઓમાં કામ કરતા હજારો મજૂરો ઠોકરો ખાતા ખાતા તેમના ઘરે જઇ રહ્યા છે ત્યાં દિલ્હીના એક ખેડૂતે તેની ઉદારતા પરિચય કરાવ્યો છે. દિલ્હીના બખ્તાવરપુર નજીક તગીપુર ગામના ખેડૂત પપ્પનસિંહ ગેહલોત કે જે મશરૂમ્સની ખેતી કરે છે જેના માટે તેઓ સીઝનમાં બિહારથી મજૂરોને લાવતા હોય છે. તેમના ત્યાં છેલ્લા 27 વર્ષથી બિહારના કેટલાક મજૂર કામ કરે છે અને મોસમ પછી પાછા જાય છે. આ વર્ષે પણ આ પરિવારમાંથી 10 લોકો અહીં આવી રહ્યા હતા ત્યાં જ લોકડાઉન અમલમાં આવ્યું હતું. હવે ખેતીની મોસમ પણ પૂરી થઈ ગઈ છે, તેથી આ લોકોને ઘરે પાછા જવું પડે તેમ હતું. ત્યારે આ દિલદાર ખેડુતે મજુરોને વિમાનથી પોતાના ખર્ચે ઘરે પહોંચાડવાની સગવડ કરી આપીને મહામારીના સમયમાં માનવતાના દર્શન કરાવ્યા હતા.  

પપ્પનસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે તેમણે આ મજૂરો માટે પોતાના ખર્ચે તમામ ફ્લાઇટ ટિકિટ બુક કરાવી છે. આ લોકોને તેમની કારમાં 28મેએ સવારે ઘરેથી એરપોર્ટ જવા રવાના કરશે  કોર્પોરેટર સુનીત ચૌહાણ આ મજૂરોનું સ્ક્રિનિંગ કરાવ્યું હતું. તો એરપોર્ટથી ઘરે જવાનો ખર્ચ સુનીત ચૌહાણ ઉઠાવશે. પપ્પનસિંહે કહ્યું કે તેઓ તેમના મજૂરોને અલગથી 3 હજાર રૂપિયા પણ હાથખર્ચી માટે આપી રહ્યા છે. જો તેઓને ત્યાં કોઈ તકલીફ પડશે તો તેઓ તેમને વધુ પૈસા ત્યાં મોકલશે પરંતુ તેમના પરિવારના સભ્ય સમાન આ મજૂરોને ભૂખે મરવા નહીં દે. આ કામદારો કહે છે કે જ્યારે તેઓએ પોતાના પરિવારના અન્ય સભ્યોને ઘરે ફોન દ્વારા માહિતી આપી ત્યારે તેઓને પણ વિશ્વાસ ન હતો કે તેઓ ફ્લાઇટ દ્વારા આવી રહ્યા છે. મજૂરોએ પણ હરખના આાંસુ સાથે કહ્યું હતું કે તેઓ ક્યારેય પ્લેનમાં બેઠા નથી, પહેલી વાર હવાઇ મુસાફરી કરશે જે તેમના માટે ખૂબ જ મોટી વાત છે. મજૂરોને વિમાનમાં મોકલી એક ઉદાહરણ પુરૂ પાડનાર પપ્પનસિંહે કહ્યું કે તે બસ દ્વારા તેમના મજૂરોને મોકલતો નથી કારણ કે બસ વધુ અસુરક્ષિત છે અને ખાવા પીવાની સમસ્યાઓ પણ આવી શકે છે. તેથી તેણે ફ્લાઇટમાં પોતાના મજૂરોને મોકલવાનો નિર્ણય લીધો છે. 

અન્ય સમાચારો પણ છે...