• Home
  • National
  • Eight days old Corona infection recovers youth from Greater Noida, returns report negative twice

દિલ્હી / આઠ જ દિવસમાં કોરોના સંક્રમણથી ગ્રેટર નોઈડાનો યુવક સ્વસ્થ થઈ ઘરે પાછો ફર્યો, બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યો

Eight days old Corona infection recovers youth from Greater Noida, returns report negative twice
X
Eight days old Corona infection recovers youth from Greater Noida, returns report negative twice

  • રાજકીય આયુર્વિજ્ઞાન સંસ્થામાં ભરતી થયેલા 10માંથી એક દર્દીને પુરી રીતે સંક્રમણ મુક્ત જાહેર કરાયો 

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:48 PM IST

નવી દિલ્હીઃ કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે ગૌતમબુદ્ધનગર માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકીય આયુર્વિજ્ઞાન સંસ્થામાં ભરતી થયેલા 10માંથી એક દર્દીને પુરી રીતે સંક્રમણ મુક્ત જાહેર કરી દેવાયો છે. બુધવારે સાંજે દર્દીનો રિપોર્ટ દિલ્હીના પ્રયોગશાળામાંથી સત્તાવાર રીતે મળી આવ્યો હતો. 

તો બીજી બાજુ સંસ્થામાં બુધવારે 15 લોકોના સેમ્પલ લેવાયા હતા. અહીંયા અત્યાર સુધી 334 લોકોના સેમ્પલ લેવાઈ ચુક્યા છે. હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, અહીં આઈસોલેશન વોર્ડમાં કુલ 10 દર્દી કોરોના પોઝિટિવ દાખલ થયા હતા. જેમાંથી 3 દર્દીઓનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આ દર્દીઓને 16મી માર્ચે દાખલ કરવામા આવ્યા હતા. તપાસમાં તેને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ હતી. 23 માર્ચે તેની ફરી તપાસ કરાવાઈ હતી, જે નેગેટિવ આવ્યો હતો. બુધવારે ફરી તપાસ કરવામાં આવી હતી એ વખતે પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ દર્દીને સંક્રમણ મુક્ત માનવામાં આવે છે. બુધવારે મોડી રાતે દર્દીને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવાયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, નોઈડામાં જ કંપનીમાં કામ કરતી વખતે તે કોઈ વિદેશ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ગયો હતો. રિપોર્ટ આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જિમ્સના નિયામક બ્રિગેડિયર ડો. રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે, 10 દર્દીઓમાંથી 3 નો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમાંથી એકનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બે અન્ય દર્દીઓનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો તેમને પણ ડિસ્ચાર્જ કરી દેવાશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી