• Gujarati News
  • National
  • Congress MP Shashi Tharoor Acquitted By Delhi Special Court, Says 7 Years Of Pain Over

સુનંદા પુષ્કર ડેથ કેસ:કોંગ્રેસ સાંસદ શશિ થરુરને દિલ્હીની સ્પેશિયલ કોર્ટે નિર્દોષ છોડ્યા, કહ્યું- 7 વર્ષની પીડા સમાપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
17 જુલાઈ 2014ના રોજ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલના લક્ઝરી રૂમમાં સુનંદાની લાશ મળી હતી. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
17 જુલાઈ 2014ના રોજ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલના લક્ઝરી રૂમમાં સુનંદાની લાશ મળી હતી. (ફાઈલ ફોટો)
  • સુનંદા પુષ્કરનું મૃત્યુ 17 જુલાઈ 2014ના રોજ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં થયું હતું
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુનંદાના શરીરમાં આલ્કોહોલના અંશ હોવાનું આવ્યું ન હતું

સુનંદા પુષ્કરના મૃત્યુના મામલામાં કોંગ્રેસ સાંસદ શશિ થરુરને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉજ એવન્યૂ સ્પેશિયલ કોર્ટે બુધવારે સુનંદા પુષ્કરના મૃત્યુના મામલામાં થરુરને નિર્દોષ છોડ્યા છે. 2014માં દિલ્હીની હોટલમાં સુનંદાની લાશ મળી હતી.

પુષ્કરના મૃત્યુ પછી તેમના પતિ શશિ થરુર પર તેમનું માનસિક ઉત્પીડન કરવા અને હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. બુધવારે ચુકાદો આવવા પર થરુરે કોર્ટનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે હું છેલ્લા 7 વર્ષથી દર્દ અને પીડાઓ સહન કરી રહ્યો હતો.

સુનંદાએ દોસ્તોને કહ્યું હતું-પતિને અન્ય મહિલાઓ સાથે સંબંધ
સુનંદા પુષ્કરની મિત્ર પત્રકાર નલિની સિંહે નિવેદનમાં કહ્યું હતું કે થરુરને મેહર તરાર નામની મહિલા સાથે સંબંધો હતા. સુનંદાએ તેમને જણાવ્યું હતું કે થરુર અને મેહર જૂન 2013માં દુબઈની એક હોટલમાં ત્રણ રાત સાથે રોકાયા હતા. એક દિવસ સુનંદાએ નલિનીને ફોન કર્યો, ત્યારે તે ખૂબ જ દુઃખી હતી. થરુર અને મેહરની વચ્ચે મેસેજમાં વાતચીત થાય છે. એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે શશિ થરુર ચૂંટણી પછી સુનંદાને છૂટાછેડા આપવાની તૈયારીમાં હતા.

દિલ્હીની હોટલમાં મૃત મળી હતી સુનંદા
સુનંદા પુષ્કરનું મૃત્યુ 17 જુલાઈ 2014ના રોજ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં થયું હતું. તેમની બોડી અહીંના એક લક્ઝરી રૂમના બેડ પર પડેલી મળી હતી. લાંબી શોધખોળ પછી દિલ્હી પોલીસે તેમના પતિ શશિ થરુરની વિરુદ્ધ આઈપીસી 498A અંતર્ગત કેસ નોંધ્યો હતો. થોડા મહિના પછી પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.

થરુરનું નિવેદન- મને ન્યાયપાલિકા પર વિશ્વાસ હતો
કોર્ટનો ચૂકાદો આવ્યા પછી થરૂરે કહ્યું દિલ્હી પોલીસે મારા વિરુદ્ધ જે કેસ નોંધ્યો હતો, તેમા નિર્દોષ જાહેર કરવા માટે હું જજ ગીતંજલી ગોયલનો આભાર માનું છું. હું પહેલેથી કહેતો આવ્યો છું કે મારા પર લગાવવામાં આવેલા આરોપો પાયા વિહોણા છે. સુનંદાની મોત પછી મારા વિરુદ્ધ કેસ દાખલ થવો તે મારા માટે દુ:ખદ સ્વપ્ન સમાન હતું, જે આજે વીતી ગયું છે.

થરુરે આગળ કહ્યું, મારા પર ઘણા આરોપો લગાવામાં આવ્યાં, મીડિયામાં સારુ-ખોટું કહવામાં આવ્યું પરંતુ મેં ન્યાયપાલિકા પર વિશ્વાસ બનાવી રાખ્યો. ન્યાયની જીત થવા પર આશા છે કે હું અને મારો પરિવાર સુનંદાની સ્મૃતિઓ સાથે શાંતિથી જીવન વિતાવી શકીશું. હું મારા વકિલ વિકાસ પહવા અને ગૌરવ ગુપ્તાનો પણ આભારી છું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું હતું?

  • સુનંદાના શરીરમાં આલ્કોહોલના અંશ મળ્યા ન હતા.
  • સુનંદાના ચહેરા અને હાથો પર 10થી વધુ ઈજાના નિશાન હતા. જોકે તેને જીવલેણ ન કહી શકાય.
  • રિપોર્ટ મુજબ સુનંદાનું મૃત્યુ પ્રાકૃતિક ન હતું.
  • સુનંદાના મૃત્યુનું મુખ્ય કારણ ડિપ્રેશનની દવા અલ્પ્રાજોલમનો ઓવરડોઝ હોઈ શકે છે.
  • પોલીસને સુનંદાના રૂમમાંથી અલ્પ્રાજોલમ(અલ્પ્રેક્સ)ની બે ખાલી સ્ટ્રિપ્સ મળી હતી. સુનંદાએ કદાચ 27 ટેબલેટ્સ ખાધી હતી.
  • એક્સપર્ટ્સનું કહેવું છે કે અલ્પ્રાજોલમના વધુ પ્રમાણથી મગજની કાર્યપ્રણાલીને અસર પહોંચે છે. બેભાન થવાની કે મૃત્યુ થવાની શક્યતા રહે છે.
  • સુનંદાનું મૃત્યુ ઝેરના કારણે થયું, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આત્મહત્યાની શક્યતાને ફગાવતો પણ નથી કે તેની પુષ્ટિ પણ કરતો નથી. જોકે સૂત્રોએ ઝેરને જાહેર કર્યું નથી.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી એ વાતનો ખ્યાલ આવતો હતો કે સુનંદાનું મૃત્યું સાંજે 4થી 7 વાગ્યાની વચ્ચે થયું છે.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુનંદાનું મૃત્યુ ડ્રગના ઓવરડોઝના કારણે થઈ નથી. જોકે જાણી જોઈને ઓવરડોઝ આપવામાં આવ્યો.