તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delhi CM To Stay Away From Mobile TVs, Newspapers And Laptops, Not Even Party Functionaries

જયપુરમાં 10 દિવસ સાધના કરશે કેજરીવાલ:દિલ્હીના CM મોબાઈલ ટીવી, અખબાર અને લેપટોપથી દૂર રહેશે, પાર્ટીના પદાધિકારીઓને પણ નહીં મળે

જયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જયપુર એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ - Divya Bhaskar
જયપુર એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે જયપુર પહોંચ્યા. તેઓ અહીં 10 દિવસ ગલતા રોડ પર વિપશ્યના સાધના કેન્દ્રમાં રહેશે. તેઓ અહીં સ્વાસ્થ્ય લાભ લેવા માટે આવ્યા છે. રવિવારે બપોરે ઈન્ડિગોની ફ્લાઈટથી આવેલા કેજરીવાલ એરપોર્ટથી સીધા જ વિપશ્યના કેન્દ્ર પહોંચ્યા. જયપુરમાં કેજરીવાલ આમઆદમી પાર્ટીના પદાધિકારીઓની સાથે મીટિંગ નહીં કરે. સાથે જ કોઈ રાજકીય કાર્યક્રમમાં પણ ભાગ નહીં લે. તેઓ અહીં વિપશ્યના સાધનાના અલગ-અલગ સેશન એટેન્ડ કરશે.

આ કેન્દ્રમાં રહેતા લોકો માટે મોબાઈલ, ટીવી, અખબાર, લેપટોપ જેવી સુવિધાઓના ઉપયોગ પર રોક છે. પહેલાં કેજરીવાલ 3 દિવસ વિપશ્યના કેન્દ્રમાં રહેશે તેવી માહિતી હતી જે બાદ તેઓ 10 દિવસ સુધી રોકાશે તેમ જણાવાયું. પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓને કેજરીવાલ જયપુર આવી રહ્યાં છે તેની સત્તાવાર રીતે પણ જાણ કરાઈ ન હતી. વિપશ્યના સાધના કેન્દ્ર રાજસ્થાનના જૂનાં સાધના કેન્દ્રોમાંથી એક છે. અહીં દેશભરથી લોકો આવે છે.

રાજસ્થાનને લઈને વાત કરી ચુક્યા છે
કેજરીવાલ જયપુર આવ્યા તે પહેલાં રાજકીય સ્તરે ચર્ચા ચાલી રહી છે કે પંજાબ અને ગોવા પછી આમઆદમી પાર્ટીની નજર દિલ્હીના પાડોસી રાજ્ય રાજસ્થાન પર છે. રાજસ્થાનમાં 2023માં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેના માટે આમઆદમી પાર્ટી અહીં રાજકીય રીતે મજબૂત થવા માગે છે.

હાલ આ કારણે જ અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલા સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં કેજરીવાલના ઘરે થયેલી વાતચીતમાં રાજસ્થાનમાં પાર્ટીમાં તેઓને જોડાવવા અને પાર્ટીની સ્થિતિ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી.

ફ્રી વીજળી, પાણી, એજ્યુકેશનનો વાયદો શક્ય
પંજાબ, ગોવા અને ઉત્તરાખંડના રાજ્યોની જેમ રાજસ્થાનમાં પણ આમઆદમી પાર્ટી લોકોને દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાનો વાયદો કરી શકે છે. વીજળીના જૂનાં બિલ માફ કરવાનો પણ વાયદો કરવામાં આવી શકે છે. ખેડૂતો પર પણ પાર્ટીનું ફોકસ છે.

રાજસ્થાનની શહેરી વિધાનસભા સીટ અને આદિવાસી ક્ષેત્રોમાં ખાસ જોર આપવાની પાર્ટીની યોજના છે. સાથે જ દિલ્હી સરહદ નજીક રાજસ્થાનના અલવર, ભરતપુર, હરિયાણા સરહદની પાસે ઝુંઝનું, પંજાબ સરહદની પાસે શ્રીગંગાનગર, હનુમાનગઢ જિલ્લામાં પણ ફોકસ રાખવામાં આવી શકે છે. ફ્રી વીજળી, સાફ-સફાઈ, રસ્તા, જનતા ક્લિનિક, બાળકોને ફ્રી એજ્યુકેશન, પીડીએસ સિસ્ટમમાં ક્વોલિટીનું રાશન આપવા જેવી યોજનાઓ પર પણ પાર્ટી ચૂંટણીની દ્રષ્ટીએ કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...