• Gujarati News
  • National
  • Delhi Air Reaches Dangerous Range With 556 AQI; The List Also Includes Kolkata And Mumbai

દિલ્હીમાં લોકડાઉન:SCએ પ્રદૂષણ અંગે ટકોર કરતાં દિલ્હીમાં એક સપ્તાહ સ્કૂલ બંધ રહેશે, કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે, અમદાવાદમાં પણ AQI ચિંતાજનક સ્તરે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • દિલ્હીમાં પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું
  • 556 AQI સાથે ખતરનાક શ્રેણીમાં પહોંચી દિલ્હીની હવા

દિલ્હીમાં પોલ્યૂશનના કારણે સંપૂર્ણ લોકડાઉન લગાવાની જરૂરત પડી છે. અરવિંદ કેજરીવાલ સરકારે એક સપ્તાહ માટે દરેક સ્કૂલોને બંધ કરી છે, જ્યારે દરેક સરકારી કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવ્યું છે.

નેશનલ કેપિટલમાં આંશિક લોકડાઉન જેવા આ નિર્ણય પોલ્યૂશનની સમસ્યા પર યોજવામાં આવેલી ઈમરજન્સી મીટિંગમાં કરવામાં આવ્યો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયોની જાહેરાત કરી અને ચેતવણી આપી કે અમે સંપૂર્ણ લોકડાઉન પર પણ વિચાર કરી રહ્યા છે. પ્રાઈવેટ ગાડીઓને બંધ કરવાનું પણ વિચારી રહ્યા છીએ. દરેક કંસ્ટ્રક્શન એક્ટિવિટી રોકી દેવામાં આવી છે.

અમદાવાદમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિતાજનક લેવલ પર
બીજી બાજુ ગુજરાતમાં અમદાવાદમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ચિંતાજનક સ્તર સુધી વધી રહ્યો છે. અમદાવાદમાં ખાસ કરીને વટવા કે જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યા AQI 194 જેટલો છે જ્યારે મણીનગર સહિતના વિસ્તારોમાં પણ આ લેવલ 170-171 પર છે.

દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં
બીજીબાજુ દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે.

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે. આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકરો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી હતી.

ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું, હું એવું કહેવા નથી માગતો કે પ્રદૂષણમાં પરાલી સળગાવવાની અસર કેટલી છે અને ફટાકડાં-વાહન, ડસ્ટ અને કંસ્ટ્રક્શનનો કેટલો ભાગ છે, પરંતુ તમે અમને જણાવો કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ઉપાય કયા હોવા જોઈએ. સીજેઆઈએ કહ્યું, જો શક્ય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવી દો.

સુનાવણી શરૂ થયા પછી દિલ્હી સરકાર તરફથી વકીલ રાહુલ મેહરાએ એફિડેવિટ મોડી જમા કરાવવા માટે માફી માગી હતી. આ વિશે સીજેઆઈએ કહ્યું, કોઈ વાંધો નથી, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી SG તુષાર મહેતાએ કહ્યું, અમે પણ ડિટેલ્સમાં એફિડેવિટ દાખલ કરી દીધી છે.

પ્રદુષણની યાદીમાં પાકિસ્તાનનું લાહોર અને ચીનનું ચેંદગુ શહેર પણ સામેલ છે. દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરમાં પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાનો અને દિલ્હીમાં વાહન પ્રદૂષણનો મોટો હિસ્સો છે. રાજ્યોની સરકારો વચ્ચે પરાલી સળગાવવા મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે, પરંતુ કોઈ ઉકેલ મળતો નથી.

દિલ્હીના લોધી ગાર્ડનમાં પ્રદૂષણ વચ્ચે કસરત કરતા લોકો.
દિલ્હીના લોધી ગાર્ડનમાં પ્રદૂષણ વચ્ચે કસરત કરતા લોકો.

પ્રદૂષણ બોર્ડે ચેતવણી આપી
દિલ્હીમાં એર ક્વોલિટી લેવલ (AQI) આજે 476 છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)એ શુક્રવારે ચેતવણી આપી હતી કે આગામી 48 કલાક સુધી હવાની ગુણવત્તા ગંભીર બની રહેશે. રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓએ શાળાઓ બંધ કરવા, ખાનગી કાર પર 'ઓડ-ઇવન' અમલ અને તમામ પ્રકારનાં બાંધકામ બંધ કરવા સહિતનાં કટોકટીનાં પગલાં અમલમાં મૂકવાં જોઈએ.

નોઈડામાં આજે AQI 772 પર પહોંચ્યો

નોઈડાના AQI સ્તરની તસવીર.
નોઈડાના AQI સ્તરની તસવીર.

PM2.5 સ્તરમાં વધારો થવાને કારણે ફેફસાંને નુકસાન
CPCB અનુસાર, દિલ્હીની હવામાં ફેફસાને નુકસાન પહોંચાડતા PM2.5 (ખૂબ જ ઝીણા ધૂળના કણો)નો સ્તર મધ્યરાત્રિની આસપાસ 300ના આંકને પાર થઈ ગયો હતો. સાંજે 4 વાગ્યે એ 381 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. હવા સુરક્ષિત રહે એ માટે PM2.5નો સ્તર 60 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવો જોઈએ. હાલમાં એ સલામત મર્યાદા કરતાં લગભગ 6 ગણો વધુ છે. PM2.5 એટલું જોખમી છે કે એ ફેફસાંનું કેન્સર અને શ્વસનસંબંધી ગંભીર રોગોનું કારણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...