• Gujarati News
  • National
  • In The Supreme Court, The Center Said That Central Employees Cannot Be Made To Work From Home

સુપ્રીમકોર્ટમાં સુનાવણી:પરાલી વિવાદ પર CJIએ કહ્યું- ટીવી ડિબેટ આનાથી વધુ પ્રદૂષણ ફેલાવે છે, દિલ્હીની 5-7 સ્ટાર હોટલમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણી કરવી સરળ

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • અમે ખેડૂતો પર કોઈ દંડ લગાવવા માગતા નથીઃ સુપ્રીમકોર્ટ

દિલ્હીમાં એર ક્વોલિટીમાં કોઈપણ સુધારો થયો નથી. બુધવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ(AQI) 379 છે, જે ખૂબ ખરાબ કેટેગરીમાં આવે છે. સુપ્રીમકોર્ટ પ્રદૂષણના મામલામાં કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે એક્શન પ્લાન માગી ચૂકી છે. આજે ફરી આ મામલામાં કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં તેણે કેન્દ્ર અને દિલ્હી સરકારને કહ્યું હતું કે તે ખેડૂતોના પરાલી સળગાવવા બાબતે વિવાદ કરવાનું બંધ કરે. આ મામલાની વધુ સુનાવણી 24 નવેમ્બરે હાથ ધરાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો પરાલી સળગાવવા મામલે એકબીજા પર સામસામે આરોપ લગાવી રહી છે. આ અંગે મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કહ્યું હતું કે સરકાર જો પરાલી સળગાવવાને લઈને ખેડૂતો સાથે વાત કરવા માગે છે તો કરે, જોકે અમે ખેડૂતો પર કોઈ દંડ લગાવવા માગતા નથી. દિલ્હીની 5-7 સ્ટાર હોટલોમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણી કરવી ખૂબ જ સરળ છે, જોકે એ વાત કોઈ સમજવા જ માગતું નથી કે ખેડૂતોને પરાલી શા માટે સળગાવવી પડે છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ સોર્સથી વધુ પ્રદૂષણ ટીવી ચેનલો પર થતી ચર્ચાથી ફેલાય છે. ત્યાં દરેકનો કોઈ ને કોઈ એજન્ડા છે. અમે અહીં ઉપાય શોધવાની કોશિશ કરી રહ્યા છે.

કેન્દ્રએ કહ્યું- કર્મચારીઓ પાસે વર્ક ફ્રોર્મ હોમ ન કરાવી શકીએ
આ મામલામાં કેન્દ્ર સરકારે આજે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે તે કેન્દ્રીય કર્મચારીઓને વર્ક ફ્રોર્મ હોમ ન કરાવી શકે. એની સાથે એ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જેટલાં વાહનોનો ઉપયોગ કરે છે એ દિલ્હી-NCRનાં કુલ વાહનોનો એક નાનો હિસ્સો છે. આ વાહનોની અવરજવર રોકવાથી વાયુ પ્રદૂષણમાં કોઈ ફરક પડશે નહિ.

ઉત્તરપ્રદેશનાં અગ્રણી શહેરોમાં AQI

શહેરAQIકેટેગરી
ગાજિયાબાદ361ખૂબ ખરાબ
મેરઠ359ખૂબ ખરાબ
નોઈડા352ખૂબ ખરાબ
લખનઉ185સામાન્ય
પ્રયાગરાજ230ખરાબ

મંગળવારે CAQMએ રાજ્યોની સાથે ઈમર્જન્સી બેઠક કરી
મંગળવારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સરકારોની સાથે ઈમર્જન્સી બેઠક કરી. એમાં રાજ્ય સરકારોએ આદેશ આપ્યા કે તે દિલ્હી અને આસપાસનાં ક્ષેત્રોમાં પ્રદૂષણથી ઊગરવા માટે ઉપાય કરે. આ ઉપાયોને સરકારોએ તાત્કાલિક અમલમાં લાવવા પડશે અને 22 નવેમ્બર સુધીમાં આ આદેશના પાલન અંગેનો રિપોર્ટ રજૂ કરવો પડશે.

દિલ્હીમાં લોકડાઉન
એ પછી દિલ્હી સરકારે સ્કૂલ-કોલેજોને આગામી આદેશ સુધી બંધ કરી દીધી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોવિડ લોકડાઉન જેવા ઓનલાઈન મોડમાં અભ્યાસ થશે. ઓફિસમાં 50 ટકા લોકોને વર્ક ફ્રોર્મ હોમ કરવાનું કહેવામાં આવ્યું છે, સાથે જ 21 નવેમ્બર સુધી કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીના 300 કિમીના રેડિયસમાં બનેલા 11 થર્મલ પ્લાન્ટ્સમાંથી 6ને 30 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.

દિલ્હી-NCRમાં આગામી થોડા દિવસો સુધી એર ક્વોલિટી ખરાબ રહેનારી છે, એ ગંભીર થવાની શક્યતા છે. હવાની ગુણવત્તામાં 21 નવેમ્બર પછી કેટલોક સુધારો થવાની શક્યતા છે. મંગળવારે દિલ્હીની એર ક્વોલિટી 403 હતી, જે ગંભીર શ્રેણીમાં આવે છે.

મધ્યપ્રદેશના અગ્રણી શહેરોના AQI

શહેરAQIકેટેગરી
ભોપાલ272ખરાબ
ગ્વાલિયર300ખરાબ
ઈન્દોર210ખરાબ
જબલપુર254ખરાબ

રાજ્યોમાં ટ્રકોની એન્ટ્રી બંધ
દિલ્હીમાં માત્ર એવી જ ટ્રકોને એન્ટ્રી મળશે, જે જીવનજરૂરી સામાનની અવરજવર કરી રહી છે. આ સિવાય કોઈપણ ટ્રકને રાજ્યમાં આવવા દેવામાં આવશે નહિ.

21 નવેમ્બર સુધી નિર્માણ કાર્યો પર પ્રતિબંધ
દિલ્હી-NCRમાં 21 નવેમ્બર સુધી નિર્માણ કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર આ પ્રોજેક્ટ્સનું કન્સ્ટ્રક્શન ચાલુ રહેશે-

રેલવે સર્વિસીઝ/સ્ટેશન

  • મેટ્રો રેલ કોર્પોરશન સર્વિસ, સ્ટેશન સહિત
  • એરપોર્ટ્સ અને ઈન્ટર સ્ટેટ બસ ટર્મિનલ
  • નેશનલ સિક્યોરિટી/ડિફેન્સથી સંબંધિત ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટ્સનું કામ

રાજસ્થાનનાં અગ્રણી શહેરોમાં AQI

શહેરAQIકેટેગરી
અજમેર172સામાન્ય
જયપુર273ખરાબ
જોધપુર248ખરાબ
ઉદયપુર297ખરાબ

એન્ટી-સ્મોગ ગન્સ અને વોટર સ્પ્રિંક્લર્સથી ઓછું કરાશે પ્રદૂષણ
દિલ્હીના સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાં એન્ટી-સ્મોગ ગન્સ, વોટર સ્પ્રિંકલર્સ અને ડસ્ટ સપ્રેશનનો દિવસમાં ત્રણ વખત ઉપયોગ કરવો પડશે, સાથે જ એ પાર્ટીઓ પર પણ ભારે દંડ લાગશે, જે રસ્તાઓ પર કન્સ્ટ્રક્શન મટીરિયલ અને કચરાને ડંપ કરે છે. રાજ્યમાં ડીઝલના જનરેટરના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. કેટલીક ખાસ ઈમર્જન્સીમાં જ એનો ઉપયોગ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...