દિલ્હી AIIMSના ડોક્ટરોએ માતાના ગર્ભમાં ઉછરી રહેલાં બાળકના દ્રાક્ષ જેટલા નાના હૃદયની સફળ સર્જરી કરાવી. ડોક્ટરોએ બૈલૂન ડાઇલેશન સર્જરી કરીને બાળકના હૃદયના બંધ વાલ્વને ખોલ્યો. આ સર્જરીને ડોક્ટરોએ માત્ર 90 સેકેન્ડમાં પૂરી કરી. હાલ માતા અને બાળક બંને સુરક્ષિત છે.
ઓપરેશન AIIMSના કાર્ડિયોથોરાસિક સાયન્સ સેન્ડરમાં કરવામાં આવ્યું. AIIMSના ડોક્ટરોની ટીમે આ પ્રોસિજર પૂર્ણ કરી. હવે ટીમ બાળકના હાર્ટ ચૈમ્બર્સના ગ્રોથને મોનિટર કરી રહી છે.
મહિલાની છેલ્લી ત્રણ પ્રેગ્નેન્સી સફળ રહી નહીં, ગર્ભમાં ઉછરી રહેલાં બાળકને હાર્ટ પ્રોબ્લેમ હતી
28 વર્ષની મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની છેલ્લી ત્રણ પ્રેગ્નેન્સી મિસ થઈ ગઈ હતી. ડોક્ટરોએ મહિલાને બાળકની હાર્ટ કંડીશન અંગે જણાવ્યું હતું અને તેને સુધારવા માટે ઓપરેશનની સલાહ આપી હતી, જે મહિલા અને તેના પતિએ માની લીધી હતી.
ટીમે જણાવ્યું કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે, ત્યારે પણ હાર્ટને લગતી ગંભીર બીમારીઓ અંગે જાણકારી મેળવી શકાય છે. જો તેને ગર્ભમાં જ ઠીક કરી દેવામાં આવે તો જન્મ પછી બાળકનું સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતાઓ વધી જાય છે અને બાળકનો વિકાસ સામાન્ય રહે છે.
બૈલૂન ડાઇલેશનઃ સોઈથી બ્લડ ફ્લોને વ્યવસ્થિત કર્યો
સર્જરી કરનાર ડોક્ટરે જણાવ્યું કે બાળક ઉપર કરવામાં આવેલી સર્જરીનું નામ બૈલૂન ડાઇલેશન છે. આ પ્રોસિજર અલ્ટ્રાસાઉન્ડ ગાઇડન્સમાં કરવામાં આવે છે. તેના માટે અમે માતાના પેટથી બાળકના હૃદય સુધી એક સોઈ નાખી. પછી બૈલૂન કેથેટરની મદદથી અમે બંધ વાલ્વને ખોલ્યો જેથી બ્લડ ફ્લો વ્યવસ્થિત થઈ શકે. અમે આશા કરીએ છીએ કે સર્જરી કર્યા પછી બાળકનું હૃદય વધુ સારી રીતે વિકસિત થઈ શકશે અને જન્મ સમયે હૃદયની બીમારીઓનું જોખમ ઓછું રહેશે.
ઓપરેશનમાં વધારે સમય લાગે તો બાળક માટે જોખમ બને
કાર્ડિયોથૉરાસિક સાયન્સિસ સેન્ટરની ટીમના સીનિયર ડોક્ટરે જણાવ્યું કે આવું ઓપરેશન ગર્ભમાં ઉછરી રહેલાં બાળકના જીવ માટે જોખમી પણ સાબિત થઈ શકે છે એટલે ખૂબ જ સંભાળીને કરવું પડે છે. મોટાભાગે અમે જ્યારે આવી પ્રોસિજર કરીએ છીએ, ત્યારે તેઓ એન્જિયોપ્લાસ્ટી તરીકે કરીએ છીએ, પરંતુ આ ઓપરેશનને એન્જિયોપ્લાસ્ટી જેમ કરી શકાય નહીં.
આ સંપૂર્ણ પ્રોસિજર અલ્ટ્રાસાઉન્ડ ગાઇડન્સ હેઠળ કરવામાં આવે છે અને તેને ખૂબ જ જલ્દી કરવાનું રહે છે, કેમ કે તેમાં હાર્ટ ચેમ્બરને પંક્ચર કરવામાં આવે છે. જો તેમાં કોઈ ચૂક કે સમય વધારે લાગે તો બાળકનો જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે. એટલે ખૂબ જ જલ્દી અને સટીક અનુમાન સાથે પરફોર્મ કરવામાં આવે છે. અમે આ પ્રોસિજર 90 સેકેન્ડમાં પૂર્ણ કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.