તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી એડવાઈઝરી:નવા સ્ટ્રેનને ‘ભારતીય વેરિયન્ટ’ ગણાવતું બધું જ કન્ટેન્ટ હટાવો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા કંપનીઓને કેન્દ્રનો નિર્દેશ
  • કોરોનાના B.1.617 વેરિયન્ટને ભારતીય કહેવો ખોટી માહિતી છે

કેન્દ્ર સરકારે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પરથી ‘ઈન્ડિયન વેરિયન્ટ’ કે ‘ઈન્ડિયન સ્ટ્રેન’ શબ્દ ધરાવતું કન્ટેન્ટ હટાવવાનો નિર્દેશ કર્યો છે. આ નિર્ણયનો હેતુ કોરોના મહામારી સાથે સંકળાયેલી ખોટી માહિતીને કાબૂમાં લેવાનો છે.

ડિજિટલ પ્લેટફોર્મ્સે તેની પુષ્ટિ કરતા કહ્યું છે કે, અમને સરકારની નવી એડવાઈઝરી મળી ગઈ છે. કેન્દ્રીય આઈટી મંત્રાલયે આ મુદ્દે શુક્રવારે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોઈ રિપોર્ટમાં કોરોનાના બી.1.617 સ્વરૂપને ‘ઈન્ડિયન વેરિયન્ટ’ કે ‘ઈન્ડિયન સ્ટ્રેન’ નથી ગણાવાયો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોઈ રિપોર્ટમાં કોરોનાના બી.1.617 સ્વરૂપને ‘ઈન્ડિયન વેરિયન્ટ’ કે ‘ઈન્ડિયન સ્ટ્રેન’ નથી ગણાવાયો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોઈ રિપોર્ટમાં કોરોનાના બી.1.617 સ્વરૂપને ‘ઈન્ડિયન વેરિયન્ટ’ કે ‘ઈન્ડિયન સ્ટ્રેન’ નથી ગણાવાયો.

આમ છતાં, લોકોને ભ્રમિત કરતા નિવેદનો કરાઈ રહ્યા છે કે, વિવિધ દેશોમાં ફેલાતા નવા સ્ટ્રેનને ‘ભારતીય’ ગણાવાઈ રહ્યો છે. આ કન્ટેન્ટ તાત્કાલિક હટાવવું જોઈએ. આ પહેલા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરોનાને લગતી ખોટી કે ભ્રામક માહિતી રોકવા માટે બેઠક યોજી હતી.

વૈશ્વિક સોશિયલ મીડિયા માટે ભારત મોટું બજાર
નોંધનીય છે કે, દુનિયાની અગ્રણી સોશિયલ મીડિયા સાઈટ્સ માટે ભારત સૌથી મોટા બજારોમાંનું એક છે. આંકડા પ્રમાણે, દેશમાં વૉટ્સએપના 53, યૂટ્યૂબના 44.8, ફેસબુકના 41, ઈન્સ્ટાગ્રામના 21 અને ટ્વિટરના 1.75 કરોડ યુઝર્સ છે.