તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delayed Nitric sulfuric Acid Reaction Miraculously Saved Darbhanga Express, Terrorists Plotted To Blow Up Kazipet

ભાસ્કર એક્સક્લૂઝીવ:નાઈટ્રિક-સલ્ફ્યુરિક એસિડના રિએક્શનમાં વિલંબ થતા દરભંગા એક્સપ્રેસનો ચમત્કારીક બચાવ, આતંકવાદીઓએ કાજીપેટમાં ઉડાવી દેવાનું ષડયંત્ર નિષ્ફળ

પટના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હૈદરાબાદથી ઈમરાન મલિક અને નાસિર મલિકની તેમ જ UPમાંથી ધરપકડ કરાયેલા મો.સલીમ અને ટેલર કફીલની પૂછપરછમાં ખુલાસો થયો

બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર ગત 17 જૂનના બપોરે 3:25 વાગે પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. હકીકતમાં આ બ્લેસ્ટનું ટાઈમિંગ અને જગ્યા આતંકવાદીઓએ અન્ય રીતે નક્કી કર્યાં હતા. તેમના ટાર્ગેટ પર સિકંદરાબાદથી દરભંગા વચ્ચે ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા નિર્દોષ મુસાફરો હતા. પણ તેમનું પ્લાનિંગ નિષ્ફળ ગયું હતું. તેને લીધે વિસ્ફોટ માટે રાખવામાં આવેલા નાઈટ્રીક અને સલ્ફ્યુરિક એસિડનું સમયસર રિએક્શન થઈ શક્યું ન હતું.

પાર્સલની અંદર રાખવામાં આવેલા લિક્વિડ બોમ્બનો વિસ્ફોટ ત્યારે થયો હતો કે જ્યારે ટ્રેન દરભંગા સ્ટેશન પહોંચી ચુકી હતી. પાર્સલને ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો ઉતરી ચુક્યા હતા. તેને લીધે કોઈ જ પ્રકારનું નુકસાન પહોંચ્યું ન હતું. અલબત આતંકવાદીઓ દ્વારા જે ષડયંત્ર ઘડવામાં આવેલું તે સફળ થયું હોત તો વ્યાપક પ્રમાણમાં જાનમાલને નુકસાન થયું હોત. અનેક નિર્દોષ મુસાફરોના જીવનમાં અંધકાર છવાઈ જાત.

સિકંદરાબાદથી 132 કિમી દૂર કાજીપેટ જંક્શન ટાર્ગેટ પર હતું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓનું ષડયંત્ર ખૂબ જ ઘાતક હતું. આતંકવાદીઓ સંપૂર્ણ યોજના સાથે 15-16 જૂનની મધ્ય રાત્રીએ 07007 ડાઉનના પાર્સલ કોચમાં કેમિકલ બ્લાસ્ટ કરવાનો હતો. તેનાથી ચાલુ ટ્રેનમાં આગ લાગતી અને ત્યારબાદ તે સમયે ઉંઘી રહેલા પેસેન્જર્સના જીવન પર સંકટ સર્જાત. આ માટે આતંકવાદીઓએ સિકંદરાબાદ સ્ટેશનથી 132 કિમી દૂર કાજીપેટ જંક્શનની પસંદગી કરી હતી.

હકીકતમાં 15 જૂનની રાત્રે 10:40 વાગે દરભંગા માટે 07007 સ્પેશિયલ ટ્રેન સિકંદરાબાદથી રવાના થઈ હતી. આ ટ્રેનનું પ્રથમ સ્ટોપેજ 132 કિમી કાજીપેટ જંક્શન છે. અહીં આ ટ્રેન 1 કલાક 54 મિનિટ બાદ એટલે કે 16 જૂનની મધ્ય રાત્રીએ 12:38 મિનિટ પર પહોંચી હતી. ત્યારપછીના બે મિનિટ બાદ આ ટ્રેન કાજીપેટથી 132 કિમી દૂર સ્થિત રામાગુંડમ સ્ટેશન માટે રવાના થઈ હતી.

આતંકવાદીઓએ યોજના ઘડી હતી કે આ બ્લાસ્ટ કાજીપેટથી ટ્રેન નિકળ્યા બાદ કરવામાં આવે, જોકે આ શક્ય બન્યું નહીં. ત્યાંથી 1781 કિમી દૂર દરભંગામાં બ્લાસ્ટ થયો. આ ષડયંત્રનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે NIAની ટીમે હૈદરાબાદથી બે સગાભાઈ ઈમરાન મલિક અને નાસિર મલિકની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાયેલા મો.સલીમ અને ટેલર કફીલની પૂછપરછને લીધે સામે આવી છે.

સમયસર કેમિકલનું એકબીજા સાથે રિએક્શન થઈ શક્યું નહીં
આ બોટલમાં લિક્વિડ બોમ્બ હતો. NIAની પૂછપરછમાં ચારેય આતંકવાદી પાસેથી જાણવા મળ્યું છે કે તે નાઈટ્રિક અને સલ્ફ્યુરિક એસિડથી બનેલ હતું. બોતલની અંદર આ બન્ને એસિડ વચ્ચે પાતળો કાગળ આપવામાં આવ્યો હતો. આ કાગળ સમયસર સળગી ગયો હોત અને બન્ને કેમિકલ એકબીજા સાથે મિશ્રણ થયું હોત તો બ્લાસ્ટ નિયત સમયે થયો હોત. અને તેને લીધે ચાલુ ટ્રેનમાં બ્લાસ્ટ થયો હોત.

17 જૂને રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ બાદ પોલીસ અધિકારીઓએ તપાસ કરી.
17 જૂને રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ બાદ પોલીસ અધિકારીઓએ તપાસ કરી.

NIA દ્વારા ધરપકડ કરવામાં આવેલા તમામ આતંકવાદીઓને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમા ઈમરાન અને નાસિરના રિમાન્ડ NIAને મળી ચુક્યા છે. હવે સલીમ ઉર્ફે ટુઈંયા અને કફીલના રિમાન્ડ મળવાના બાકી છે. ત્યારબાદ આ અંગે પૂછપરછ કરવામાં આવશે.