ચોમાસુ 6 દિવસ વહેલું આંદામાન-નિકોબાર, દ્વીપ પહોંચ્યું છે. સામાન્ય રીતે 22 મેએ ચોમાસુ પહોંચે છે. 16 મે સુધી પ્રી મોનસુન સિઝનમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો.
આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં એક અઠવાડિયાથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સોમવારે આસામના પર્વતીય જિલ્લા ડીમા હાસાઉમાં અનેક જગ્યાએ રેલવેના પાટા અને માર્ગો તણાઈ ગયા હતા. ખાલી ટ્રેન પણ તેમાં તણાઈ ગઇ હતી. અનેક જગ્યાએ પર્યટકો ફસાયા હતા. અહીં મંગળવારે પણ વરસાદની આશંકા છે.
ગુજરાત-પંજાબ-હરિયાણામાં ઘટ
16 મે સુધી (મિ.મી.) | સામાન્ય વરસાદ | વાસ્તવિક વરસાદ | અંતર |
ગુજરાત | 2.6 | 0.1 | -97% |
પંજાબ | 47 | 4.6 | -90% |
હરિયાણા | 28.7 | 3.7 | -87% |
હિમાચલ પ્રદેશ | 212.2 | 29.7 | -86% |
દિલ્હી | 35.9 | 6 | -83% |
મધ્યપ્રદેશ | 13.1 | 2.3 | -82% |
J&K+લદાખ | 300.6 | 65.7 | -78% |
મહારાષ્ટ્ર | 18 | 4.8 | -78% |
રાજસ્થાન | 13.1 | 3 | -77% |
યુપી | 22.2 | 5.6 | -75% |
ઉત્તરાખંડ | 123.3 | 56.9 | -54% |
છત્તીસગઢ | 33.4 | 16.8 | -50% |
આ 7 રાજ્યમાં જળબંબાકાર
ગોવા | 26 | 68.3 | 161% |
મેઘાલય | 524 | 1126.2 | 115% |
કેરળ | 22.9 | 430.4 | 89% |
કર્ણાટક | 73 | 126 | 73% |
આસામ | 399.1 | 552.6 | 48% |
સિક્કિમ | 453.5 | 648.8 | 43% |
તમિલનાડુ | 96.5 | 129.8 | 34% |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.