નીટ પીજી-2021માં કાઉન્સિલિંગના વિશેષ રાઉન્ડની માગ કરતી દાખલ અરજીઓ પર સુપ્રીમકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચે કહ્યું કે અમે બંને પક્ષોની દલીલો પર વિચાર કરી શુક્રવારે ચુકાદો સંભળાવીશું. અગાઉ કોર્ટે કહ્યું હતું કે નીટ પીજીમાં દોઢ વર્ષ પછી એડમિશનથી ફક્ત અરજદારોના શિક્ષણ પણ જ નહીં લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે.
કોર્ટે કહ્યું કે કોઈ પ્રક્રિયાની મર્યાદા હોવી જોઈએ. જો કાઉન્સિલિંગના 8-9 રાઉન્ડ બાદ પણ સીટો ખાલી હોય તો કાઉન્સિલિંગ ખતમ થયાના દોઢ વર્ષ પછી વિદ્યાર્થી દાવો ન કરી શકે કે તેમને ખાલી સીટો પર એડમિશન આપવામાં આવે. તેનાથી શિક્ષણની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થશે. અમને વિશ્વાસ છે કે શિક્ષણ સાથે સમજૂતી ના થઈ શકે.
તમારી માગ એવી જ છે કે જેમ તમે 6 મહિનાથી ભૂખ્યા છો પણ એક દિવસમાં બધું જમી નથી શકતા. શિક્ષણ પણ એવું જ છે. આ ત્રણ વર્ષનો કોર્સ છે. તમે દોઢ વર્ષ લેટ છો. દરેક વખતે કાઉન્સિલિંગ પ્રક્રિયા પૂર્ણ થવા પર સીટો ખાલી રહી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.