• Gujarati News
  • National
  • Defense Ministry Says It Has Nothing To Do With Israeli Spyware Firm, Opposition Questions Deal

પેગાસસ મુદ્દે સંસદમાં સરકારનો જવાબ:રક્ષા મંત્રાલયે કહ્યું-સ્પાઈવેર તૈયાર કરનારી ઈઝરાયેલી ફર્મ સાથે કોઈ લેવાદેવા નથી, ડીલ અંગે વિપક્ષે પ્રશ્ન કરેલો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેગાસસ જાસૂસી વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે સોમવારે સંસદમાં કહ્યું કે સ્પાયવેર વેચનારી ઈઝરાયેલના ગ્રુપ NSO સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી. ભારત સહિત અનેક દેશોમાં લોકોના ફોન પર ચાંપતી નજર રાખવા માટે આ ગ્રુપના પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

રક્ષા બાબતના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે મંત્રાલયના NSO ગ્રુપ ટેકનોલોજી સાથે કોઈ વ્યવહાર થયા નથી. અગાઉ પૂછવામાં આવેલુ કે શું સરકારે આ ગ્રુપ સાથે કોઈ લેવાદેવા છે. 19 જુલાઈના રોજ ચોમાસુ સત્ર શરૂ થયા બાદથી જ વિપક્ષી પાર્ટી સતત આ મુદ્દે ગૃહની કાર્યવાહી ચાલવા દેતું ન હતું.

આ અગાઉ IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એવા તમામ મીડિયા અહેવાલોને નકારી દીધા હતા કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ ભારતીયોની જાસૂસી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમનું કહેવું હતું કે સંસદના ચોમાસુ સત્ર અગાઉ લગાવવામાં આવેલા આરોપો પ્રમાણે ભારતીય લોકશાહીની છબીને નુકસાન પહોંચાડવાનું છે.

વિપક્ષ ઉપરાંત પક્ષમાંથી પણ તપાસ માટે માગ થયેલી
વિપક્ષે આ મુદ્દે સંસદના બન્ને ગૃહમાં ભારે ભારે ધાંધલ-ધમાલ કરી રહ્યું છે. ભાજપના જ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે આ બિલકુલ સ્પષ્ટ છે કે પેગાસસ સ્પાયવેર એક કોમર્શિયલ કંપની છે, જે પેડ કોન્ટ્રેક્ટ્સ પર કામ કરી રહી છે. આ માટે આ પ્રશ્ન સહજ છે કે ઓપરેશન માટે કોણે નાણાં આપેલા. ભારત સરકાર નથી તો કોણ છે? ભારતની પ્રજાને સત્યથી વાકેફ કરવાની મોદી સરકારની જવાબદારી છે.

ત્યરબાદ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે પેગાસસ એક પ્રોડક્ટ છે, NSO ઈઝરાયેલની કોમર્શિયલ કંપની છે. તમારા પસંદગીના દેશો પૈકીનો એક છે. તમે એકમાત્ર એવી વ્યક્તિ છો કે જે મોદી-શાહ તથા NSO પાસેથી એવી હકીકત બહાર કઢાવી શકો છો કે જે તમે જાણવા ઈચ્છો છો. તેમને કોણે ચુકવણી કરી છે?આ પ્રશ્ન વ્યાજબી છે.

એક લાઈસન્સની કિંમત રૂપિયા 70 લાખ છે
પેગાસસ સ્પાઈવેર લાઈસન્સ સાથે વેચવામાં આવે છે. તેની શું કિંમત હશે, આ કંપની અને ખરીદનાર વચ્ચે થતી ડીલને નક્કી કરવામાં આવી છે. તેના એક લાઈસન્સની કિંમત રૂપિયા 70 લાખ નક્કી થઈ શકે છે. એક લાઈસન્સથી કોઈ સ્માર્ટફોનને ટ્રેક કરી શકાય છે.

વર્ષ 2016ના અંદાજ પ્રમાણે પેગાસસનો ઉપયોગ કરનારા ફક્ત 10 લોકોની જ જાસૂસી કરવા માટે NSO ગ્રુપે આશરે 9 કરોડ રૂપિયાની ફી લીધી હતી. વર્ષ 2016ની પ્રાઈઝ લિસ્ટ પ્રમાણે NSO ગ્રુપના 10 ડિવાઈસિસને હેક કરવા માટે પોતાના ગ્રાહક પાસેથી 6,50,000 ડોલર (આશરે 4.84 કરોડ રૂપિયા)ની ફી લીધી હતી.

પોતાના ગ્રાહકો અંગે કંપનીનો દાવો
કંપનીની વેબસાઈટ પર લખ્યું છે કે NSO ગ્રુપ સરકારી એજન્સીઓને લોકલ અને ગ્લોબલ જોખમ એક વ્યાપક રેન્જ અંગે માહિતી મેળવવા અને તેને અટકાવવા માટે બેસ્ટ-ઈન-ક્લાસ ટેકનોલોજીને ડેવલપ કરે છે. અમારા ઉત્પાદક સરકારી ગુપ્તચર અને તપાસ એજન્સીઓના આતંક તથા ગુનાને અટકાવવા તથા તપાસ કરવા માટે એન્ક્રીપ્શનના પડકારોનો સામનો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

શું હતો વિવાદ?
ધ ગાર્જિયન અને વોશિંગ્ટન પોસ્ટ સહિત 16 મીડિયા ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે વર્ષ 2017થી 2019 દરમિયાન લગભદ 300 ભારતીય મોબાઈલ નંબરોની જાસૂસી થઈ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પેગાસસ સ્પાયવેરની મદદથી પત્રકાર, વકીલ, સામાજીક કાર્યકર્તા, વિપક્ષના નેતા અને બિઝનેસમેનના ફોન હેક કર્યાં હતા.