તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Defense Minister, Home Minister And NSA Doval Were Present, Discussing Defense Challenges And Strengthening The Army.

જમ્મુ-કાશ્મીર અંગે PM મોદીની હાઈલેવલ મીટિંગ:સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને NSA ડોભાલ ઉપસ્થિત રહ્યા, સંરક્ષણ ક્ષેત્રે પડકારો અને સેનાને મજબૂત કરવા અંગે ચર્ચા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાને આ બેઠક ઘાટીમાં પ્રથમ વખત ડ્રોનથી થયેલા આતંકવાદી હુમલા બાદ બોલાવી છે - Divya Bhaskar
વડાપ્રધાને આ બેઠક ઘાટીમાં પ્રથમ વખત ડ્રોનથી થયેલા આતંકવાદી હુમલા બાદ બોલાવી છે
  • 26 જૂનથી મંગળવાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ડ્રોન એક્ટિવિટી થઈ છે
  • શનિવારે રાત્રે એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો થયો હતો

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 72 કલાક દરમિયાન એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન પર એક હાઈલેવલ મીટિંગ યોજાઈ છે. મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા છે.બેઠક અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને એરફોર્સના વડાએ પણ બ્રીફ કર્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રમાં ભવિષ્યના પડકારો અને સુરક્ષા દળોને આધુનિક ઉપકરણોથી સજ્જ કરવા અંગે ચર્ચા થઈ છે.

દેશમાં પ્રથમ વખત ડ્રોનથી હુમલો, 3 દિવસમાં 3 ડ્રોન એક્ટિવિટી
26 જૂનથી આજે મંગળવાર સુધી જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ડ્રોન એક્ટિવિટી થઈ છે. જમ્મુમાં સુંજવાન મિલિટ્રી સ્ટેશન પાસે સોમવારે મોડી રાત્રે શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા. કેટલાક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કુંજવાની અને કાલૂચક વિસ્તારમાં પણ ડ્રોન દેખાયા છે, જોકે હજુ આ બાબતની પુષ્ટી થઈ નથી કે ત્રણેય જગ્યાએ એક જ ડ્રોન હતું કે અલગ-અલગ હતા.

આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સાવચેત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો થયો હતો. બીજી ઘટના રવિવારે બની હતી. તેમા કાલૂચક મિલિટ્રી સ્ટેશન પાસે ડ્રોન ઉડતા દેખાયા હતા.

પહેલી ઘટનાઃ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી બે વિસ્ફોટ
​​​​​​​
2 દિવસ અગાઉ શનિવાર અને રવિવારની રાત્રે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી બે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં એરફોર્સ સ્ટેશનની છતને નુકસાન થયું હતું અને 2 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ડ્રોન મારફતે એરબેઝની અંદર બે IED ફેંકવામાં આવ્યા હતા. નુકસાન વધારે થયું ન હતું. આ પ્રકારે પ્રથમ વખત હુમલો થયો હતો. બન્ને હુમલા શનિવારે રાત્રે દોઢથી બે વાગ્યા વચ્ચે થયો હતો. બ્લાસ્ટ ઈન્ડિયન એરક્રાફ્ટ નજીક થયો હતો. આ જગ્યા ઈન્ટરનેશનલ બોર્ડરથી 14 કિમી અંતરે આવેલી છે.

બીજી ઘટનાઃ કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર બે ડ્રોન દેખાયા, સેનાએ ફાયરિંગ કર્યું
​​​​​​​
રવિવાર-સોમવારની રાત્રે જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર 2 ડ્રોન દેખાયા છે. સેનાએ તેને તોડી પાડવા માટે ફાયરિંગ કર્યું, પણ અંધારામાં તે ગૂમ થઈ ગયા હતા. મિલિટ્રીએ સમગ્ર વિસ્તારમાં મોટાપાયે તપાસ અભિયાન શરૂ કર્યું છે. DD ન્યૂઝના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે 11.30 વાગે અને સવારે 1.30 વાગે અનમેન્ડ એરિયલ વ્હિકલ (UAV)મિલિટ્રી બેઝ પર દેખાયા. ત્યારબાદ સેના એલર્ટ પર છે.

ત્રીજી ઘટનાઃ સુંજવાન મિલિટ્રી સ્ટેશન પાસે દેખાયા ડ્રોન, સુરક્ષા એજન્સી એલર્ટ
​​​​​​​
જમ્મુમાં સુંજવાન મિલિટ્રી સ્ટેશન પાસે સોમવારે મોડી રાત્રે શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા. કેટલાક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કુંજવાની અને કાલૂચક વિસ્તારમાં પણ ડ્રોન દેખાયા છે, જોકે હજુ આ વાતની પુષ્ટી થઈ નથી કે ત્રણેય જગ્યા પર એક જ ડ્રોન દેખાયા હતા કે પછી અલગ-અલગ હતા. આ ઘટના બાદ એલર્ટ થઈ ગઈ છે.