તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Defence Minister Rajnath Singh Makes A Statement On Present Situation In Eastern Ladakh LAC With Chin In Rajya Sabha

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લદાખમાં કેવી રીતે પાછળ હટી રહ્યું છે ચીન:પેગોંગ લેક વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટ શરૂ થયું, આ સમજૂતીથી ભારતે કશું નથી ગુમાવ્યું: રાજનાથ

22 દિવસ પહેલા

ભારત અને ચીનની સેનાઓ લદાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું હતું કે પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે, જોકે હાલ પણ અમુક વિવાદ બાકી છે. ચીન સાથે વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી.

તેમણે કહ્યું હતું કે ભારતીય સેનાએ તમામ પડકારોનો સામનો કર્યો છે. ઘણા વિસ્તારોને ચિહ્નિત કરાયા છે, જ્યાં આપણી સેનાઓ હાજર છે. લદાખનાં ઊંચાં શિખર પર પણ આપણી સેનાઓ હાજર છે, એટલા માટે આપણું વર્ચસ્વ છે. જે શહીદોનાં પરાક્રમ પર ડિસએન્ગેજમેન્ટ આધારિત છે તેમને આ દેશ યાદ રાખશે.

ચીને ગત વર્ષે LAC પર દારૂગોળો ભેગો કર્યો હતો

રક્ષામંત્રીએ કહ્યું હતું કે ચીન દ્વારા ગત વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ઇસ્ટર્ન લદાખની સીમા પાસે મોટી સંખ્યામાં સેના અને ગોળા-બારૂદ ભેગો કરી લીધો હતો. ચીને LAC પાસે ઘણી વખત ટ્રાન્સપ્લેશનનો પણ પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ એ તમામ સશસ્ત્ર પ્રયાસોનો વળતો જવાબ આપ્યો. આ ગૃહ સાથે આખા દેશ એવા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમણે સીમાની રક્ષા કરતાં બલિદાન આપ્યું હતું.

રાજનાથે એવું પણ જણાવ્યું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બરથી બન્ને પક્ષો(ભારત-ચીન)વચ્ચે મિલિટરી અને ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી છે. અમારું લક્ષ્ય છે કે LAC પર ડિસએન્ગેજમેન્ટ અને યથાસ્થિતિ (Status Quo) યથાવત્ થાય, જેથી શાંતિ ફરીથી સ્થાપિત થઈ શકે.

ચીનના કારણે સંબંધો પર અસર પડી
ગત વર્ષે સરહદ પર ચીન દ્વારા ઉઠાવવામાં આવેલાં પગલાંથી શાંતિ પર પ્રતિકૂળ અસર પડી છે, જેનો પ્રભાવ ભારત અને ચીનના સંબંધો પર પણ પડી છે. ગત વર્ષે વિદેશમંત્રી જયશંકરે ચીની વિદેશમંત્રી અને NSA અજિત ડોભાલે પોતાના ચીની કાઉન્ટપાર્ટ સાથે વાતચીત કરી હતી. અમે સ્પષ્ટ કરી દીધું છે કે LACના તમામ સેક્શન્સ પર ડિસએન્ગેજમેન્ટ કરવામાં આવે, જેથી શાંતિ જળવાઈ રહે.

ચીનનો ભારતની 43 હજાર ચો. કિમી જમીન પર કબજો છે
રક્ષામંત્રીએ વધુમાં કહ્યું, ચીને 1962માં લદાખની અંદર 38 હજાર ચો. કિમી વિસ્તાર પર અનધિકૃત રીતે કબજો કરી રાખ્યો છે. આ સિવાય પાકિસ્તાને PoKમાં 5,180 ચો. કિમી જમીન ગેરકાયદે રીતે ચીનને આપી દીધી. આ રીતે ચીનનો ભારતની લગભગ 43 હજાર ચો. કિમી જમીન પર કબજો છે. તો આ તરફ ચીન અરુણાચલ પ્રદેશની પણ 9 હજાર ચો. કિમી જમીન પોતાનો ગણાવે છે. ભારતે આ ખોટા દાવાઓને સ્વીકાર કર્યા નથી.

ચીનનો દાવો, LAC પર અથડામણ સમાપ્ત થઈ ગઈ છે
રક્ષામંત્રીના રાજ્યસભામાં નિવેદન આપ્યાના એક દિવસ પહેલાં એટલે કે બુધવારે ચીની સરકારે દાવો કર્યો કે લદાખમાં LAC પર ભારત સાથે નવ મહિનાથી ચાલી રહેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. ચીનના જણાવ્યા પ્રમાણે, બુધવારે બન્ને તરફથી ફ્રન્ટલાઈન પર તહેનાત સૈનિકોની એકસાથે વાપસી શરૂ થઈ. આ પહેલાં ચીની મીડિયાએ પણ દાવો ક્યો હતો કે પેંગોંગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારથી ભારત-ચીનની સેનાએ ડિસએન્ગેનમેન્ટની પ્રોસેસ શરૂ કરી દીધી છે.

10મી વખતની મીટિંગ ઝડપથી થવાની આશા
ચીનની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક્સપર્સન વૂ કિયાને જણાવ્યું હતું કે ચીન અને ભારત વચ્ચે થયેલી કમાન્ડર લેવલની 9મા વખતની વાતચીતમાં ડિસએન્ગજમેન્ટ પર સહમતી બની હતી, જેના હેઠળ બન્ને દેશોએ પોતાના સૈનિકોને પેંગોંગ હુનાન અને નોર્થ કોસ્ટથી પાછળ ખસેડવાનું શરૂ કરી દીધું છે. ત્યાર પછી ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું. સ્પોક્સપર્સન વાંગ વેનબિને કહ્યું, રશિયામાં યોજાયેલી બેઠકમાં બન્ને દેશોના વિદેશમંત્રી આ મુદ્દાનો નિવેડો લાવવા માટે રાજી થયા હતા.

ભારત અને ચીન વચ્ચે 24 જાન્યુઆરીએ 9મા રાઉન્ડની વાતચીત 15 કલાક ચાલી હતી, જેમાં ભારતે કહ્યું હતું કે વિવાદવાળા વિસ્તારમાંથી સૈનિક હટાવવા અને તણાવ ઓછો કરવાની પ્રોસેસને આગળ વધારવાની જવાબદારી હવે ચીન પર છે. આ દરમિયાન બન્ને પક્ષ કોર કમાન્ડરની 10મા તબક્કાની વાતચીત ઝડપથી કરવા અંગે સહમતી થઈ હતી, જેથી સૈનિકોની વાપસનું કામ ઝડપથી થઈ શકે.

ગત વર્ષે 20 જાન્યુઆરીએ અથડામણ થઈ હતી
ગત વર્ષે 20 જાન્યુઆરીએ સિક્કિમના નાકુલામાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જોકે ત્યારે બન્ને સેનાના કમાન્ડર્સે નક્કી પ્રોટોકોલ હેઠળ વિવાદનું સમાધાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીને LAC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ એનો જવાબ આપતાં ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. અથડામણમાં ચીનના 20 અને ભારતના ચાર જવાન ઘાયલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો