તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • "I Was Born Into A Farming Family And Modi Is From A Poor Family. I Know More About Agriculture Than Rahul," He Said.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલ ગાંધીને રાજનાથનો જવાબ:રક્ષામંત્રીએ કહ્યું- હું ખેડૂત પરિવાર અને મોદી ગરીબ ઘરમાં જન્મ્યા છીએ, ખેતી વિશે રાહુલથી વધુ જાણીએ છીએ

નવી દિલ્હી2 મહિનો પહેલા

નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોનું આંદોલન ચાલુ છે. સરકાર સાથે તેમની આજે સાતમી વખત વાતચીત થવાની છે. વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસનેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર હુમલાઓ કરી રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહs હવે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું- હું ખેડૂત પરિવારમાં જન્મ્યો છું. આ કારણે ખેતી વિશે રાહુલ ગાંધી કરતાં વધુ જાણું છું. વડાપ્રધાન મોદીએ પણ ગરીબ ઘરમાં જન્મ લીધો હતો.

ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં રાજનાથે ચીન સાથેના તણાવ અને ખેડૂત આંદોલન વિશેના સવાલોના જવાબ આપ્યા. તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે LACમાં તણાવ ઓછો કરવાના મુદ્દે ચીન સાથે વાતચીત ચાલુ છે. જોકે અત્યારસુધીમાં આ બાબતે સફળતા મળી નથી. જાણો રક્ષામંત્રીએ કયા મુદ્દે શું કહ્યું ?

કિસાન આંદોલન અને રાહુલ ગાંધી
રાહુલ ગાંધી કેન્દ્ર સરકારને ખેડૂતોના મુદ્દા પર સતત ઘેરતા આવ્યા છે. એક સવાલના જવાબમાં રાજનાથ કહ્યું હતું, હું એક ખેડૂત પરિવારમાં જન્મ્યો છું. મોદી પણ ગરીબ પરિવારમાં જ જન્મ્યા છે. હું ખેતી વિશે રાહુલ ગાંધીથી વધુ જાણું છું. નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોને ફાયદો થશે. જોકે હા કે નાવાળી માનસિકતા વિશે વાતચીત ન કરી શકાય. ખેડૂતોએ દરેક કાયદાઓ વિશે ક્લોઝ બાય ક્લોઝ વાતચીત કરવી જોઈએ. તેમનું જે દર્દ છે એ અમારું પણ દર્દ છે.

રાહુલ ગાંધી વિશે તેમણે આગળ કહ્યું, રાહુલની ઉંમર મારા કરતાં નાની છે. મેં એક ખેડૂત માતાની કૂખમાંથી જન્મ લીધો છે. હું ખેતી વિશે તેમના કરતાં વધુ જાણું છું. આનાથી વધુ કઈ જ કહેવાની જરૂર નથી. કેટલાક લોકો ખેડૂૂતોના મનમાં ભ્રમ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે. પંજાબમાં કમ્યુનિકેશન ટાવર્સને સળગાવવામાં આવ્યા એ ખોટું થયું. શીખોના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહિ.

ખેડૂતો પર આરોપ લગાવવો તે ખોટી વાત
રાજનાથે ખેડૂતોને કથિત રીતે નક્સલી અને ખાલિસ્તાની કહેવા પર નારાજગી વ્યક્ત કરી. કહ્યું- ખેડૂત અમારા અન્નદાતા છે. તેમની વિરુદ્ધ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો તે ખોટું છે. સરકાર પણ ખેડૂત આંદોલનથી દુ:ખી છે. અમે તેમનું સન્માન કરીએ છીએ. અર્થવ્યવસ્થાની રીતે જોઈએ તો પણ આ મુશ્કેલ સમય છે, ખેડૂતો આપણને તેમાંથી બહાર લાવી શકે છે. તેમણે પહેલા પણ આવું કર્યું છે. જોકે એટલું જરૂર કહીશ કે ખેડૂતોના મુદ્દા પર તર્કસંગત વિચારણા થવી જોઈએ.

ચીનની સાથેના તણાવ અંગે
ચીન સાથે LAC પર મહીનાઓથી ચાલી રહેલા તણાવ પર પણ રાજનાથે પોતાનો મત જણાવ્યો. કહ્યું- ચીનની સાથે વાતચીત ચાલી રહી છે. જોકે એ વાત એટલી જ સ્પષ્ટ છે કે આ મુદ્દાનો હાલ ઉકેલ આવ્યો નથી. હાલ યથાસ્થિતિ છે. ડિપ્લોમેટિક અને મિલિટ્રી લેવલે અમે વાત કરી રહ્યાં છે. જોકે સફળતા પ્રાપ્ત થઈ નથી. મિલિટ્રી લેવલ પર આગામી તબક્કાની વાતચીત કોઈ પણ સમયે ફરીથી થઈ શકે છે. આ સ્થિતિમાં આપણે સૈન્યની સંખ્યા ઘટાડી ન શકીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો