તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Defence Minister Rajnath Singh| Defence Services Staff College Wellington | India Pakistan| India China| Afghanistan

પાકિસ્તાનને રક્ષામંત્રીનો કટાક્ષ:રાજનાથે કહ્યું- ભારત પોતાની જમીન પરથી હુમલો કરી શકે છે, જરુરત પડી તો બીજાની જમીન પર જઈને પણ હુમલો કરવાની ક્ષમતા છે

21 દિવસ પહેલા
રાજનાથ સિંહ- ફાઈલ ફોટો

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર કટાક્ષ કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે એક દેશ આતંકવાદનો આશરો લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત તેની સુરક્ષા સાથે સમાધાન નહીં કરે અને જરૂર પડશે તો અમે તેમની ભૂમિ પર જઈશું અને આતંકવાદનો અંત લાવીશું. રાજનાથ તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજના એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.

પાકિસ્તાનને પડકાર આપતા રાજનાથના 2 નિવેદન
1. પાકિસ્તાન આપણી તાકાતને કારણે સીઝફાયરનું પાલન કરી રહ્યું છે રાજનાથ સિંહે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિઝફાયર સફળ રહ્યુ છે, તો તે આપણી તાકાતને કારણે છે. 2016માં પાકિસ્તાન તરફથી સરહદ પારથી કરવામાં આવેલા હુમલાએ પ્રતિક્રિયા આપવાને બદલે અમારું વલણ આક્રમક બનાવ્યું છે. 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇકથી તેમાં મજબૂતાઈ આવી છે.
2. ભારત પોતાની ભૂમિ પર આતંકનો અંત લાવશે. બીજાની જમીન પર જઈને આતંકનો અંત લાવવાની જરૂર હોય તો પણ ભારત પાછળ નહીં રહે. આપણા ભારત પાસે પોતાની જમીન પરથી પ્રહાર કરવાની અને તેમની જમીન પર જઈને પ્રહાર કરવાની ક્ષમતા પણ છે.

અફઘાનિસ્તાની સ્થિતિ પડકારજનક
તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અમારા માટે એક મોટો પડકાર છે. આ પરિસ્થિતિઓએ અમને ફરીથી રણનીતિઓ પર વિચાર કરવા પર મજબૂર કર્યા છે. અમે રણનીતિ બદલવાના છે અને QUADનું આ રણનીતિ પર ગઠન થશે.

રાષ્ટ્રિય સુરક્ષા સાથે કોઈ સમાધાન નહી
તેમણે કહ્યું હતું કે, આપણી સરહદો પર પડકારો હોવા છતાં દેશના નાગરિકોને ખાતરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય. દેશના ઉત્તર-પૂર્વમાં ચીન દ્વારા ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં અમે નવા ઉત્સાહ સાથે પડકારોનો સામનો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...