તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Defeated Corona At The Age Of 106; He Was 4 Years Old When He Faced An Epidemic Like The Spanish Flu 102 Years Ago

દિલ્હી:106 વર્ષની ઉંમરે કોરોનાને હરાવ્યો; 102 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂ જેવી મહામારીનો સામનો કર્યો હતો, ત્યારે 4 વર્ષના હતા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • RGSSHના ડોક્ટરોએ જણાવ્યું કે પેશન્ટનો રિકવરી રેટ તેમના 70 વર્ષના દીકરાથી પણ વધુ
  • સ્પેનિશ ફ્લૂ 1918માં ફેલાયો હતો અને ત્યારે આ મહામારીએ વિશ્વની એક તૃતિયાંશ વસતિને પ્રભાવિત કરી હતી

દિલ્હીની રાજીવ ગાંધી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ (RGSSH)માં 106 વર્ષની વ્યક્તિએ કોરોનાને માત આપી છે. તેમની રિકવરી જોઇને ડોક્ટર્સ પણ હેરાન છે. કારણ કે આ ઉંમરમાં પણ તેમનો રિકવરી રેટ ઘણો ઝડપી હતો. હજું તેમનું નામ જાહેર કરવામા આવ્યું નથી. તેમના 70 વર્ષના દીકરાને પણ કોરોના છે પરંતુ આ વડીલ તેમના દીકરાથી પણ પહેલા સ્વસ્થ થઇ ગયા. તેમના પત્ની, પુત્ર અને પરિવારના અન્ય સભ્યોને પણ રજા આપી દેવાઇ છે. 

દિલ્હીમાં આવો પહેલો કેસ
આ કેસમાં એક ખાસ વાત પણ છે. આ વ્યક્તિએ 1918માં 102 વર્ષ  પહેલા સ્પેનિશ ફ્લૂ જેવી મહામારીનો પણ સામનો કર્યો હતો. ત્યારે તેમની ઉંમર માત્ર 4 વર્ષની હતી. RGSSHના ડોક્ટર્સ કહે છે- આ દિલ્હીનો પહેલો કેસ છે જેમાં દર્દીએ કોરોના સાથે 102 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂ જેવી મહામારીનો સામનો કર્યો હોય. 

1918-19માં સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો
અમેરિકાના સેન્ટર ઓફ ડીસીઝ કન્ટ્રોલ અનુસાર 1918માં ફેલાયેલો સ્પેનિશ ફ્લૂ અત્યારસુધીની સૌથી ભયંકર મહામારી હતી. તે એચ1એન1 વાયરસના કારણે ફેલાયો હતો. અમેરિકામાં પહેલી વખત આ મહામારી સૈનિકોમાં જોવા મળી હતી. એક રિપોર્ટ અનુસાર માત્ર અમેરિકામાં જ સ્પેનિશ ફ્લૂના લીધે લગભગ 6 લાખ 75 હજારના મોત થયા હતા. ભારતમાં પણ મોટી સંખ્યામા લોકોના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે સ્પેનિશ ફ્લૂના લીધે વિશ્વભરમાં ચાર કરોડ લોકોના મોત થયા હતા. 

અન્ય સમાચારો પણ છે...