• Gujarati News
  • National
  • Declared The Idol To Be 500 Years Old, The Villagers Started Worshiping It; Donation Of 35 Thousand Was Also Received

ઓનલાઈન મૂર્તિ મગાવીને ખેતરમાં દાટી દીધી, ભક્તોની ભીડ:મૂર્તિ 500 વર્ષ જૂની ગણાવી, ગ્રામવાસીઓ કરવા લાગ્યા પૂજા; 35 હજારનું દાન પણ મળ્યું

ઉન્નાવએક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પિતા-પુત્રોએ દેવી-દેવતાઓની મૂર્તિઓ ઓનલાઈન મગાવી. તેમને પોતાના ખેતરમાં દાટી દીધી. થોડીવાર પછી પિતા-પુત્ર કેટલાક લોકોની હાજરીમાં ખેતરમાં ખોદવા લાગ્યા. મૂર્તિઓ કાઢી અને લોકોને જણાવ્યું કે આ 500 વર્ષ જૂની છે.

જોતજોતાંમાં જ ગ્રામવાસીઓ અને આજુબાજુના લોકો ખેતરે પહોંચવા લાગ્યા. મંગળવારથી જ અહીં સેંકડો ભક્તોની કતાર લાગી ગઈ. લોકો પૂજા કરવા આવ્યા. ફળ-ફૂલની સાથે જ દાન પણ કરવા લાગ્યા. બે દિવસમાં અહીં 35 હજારનું દાન પણ આવ્યું. ઘટના મહમૂદપુર ગામની છે. પોલીસે આરોપી અશોક કુમાર અને તેમના બંને પુત્રની ધરપકડ કરી છે.

બે દિવસમાં આવ્યું 35 હજારનું દાન
પોલીસના જણાવ્યા મુજબ, બે દિવસમાં મૂર્તિઓ પર ફળ-ફૂલ ઉપરાંત લગભગ 35 હજાર રૂપિયાનું દાન મળ્યું હતું. પિતા અને બંને પુત્રોએ સ્વીકાર્યું કે પૈસા માટે તેમને આખો સ્વાંગ રચ્યો હતો.

લાલ કપડા પર રાખેલી મૂર્તિઓ પર દાન ચડાવતા લોકો. બાજુમાં પ્રસાદ આપતો અશોકનો પુત્ર.
લાલ કપડા પર રાખેલી મૂર્તિઓ પર દાન ચડાવતા લોકો. બાજુમાં પ્રસાદ આપતો અશોકનો પુત્ર.

પુરાતત્ત્વ વિભાની એન્ટ્રી પણ થઈ ગઈ હતી
ખેતરમાંથી પીળી ધાતુની હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીકળી હોવાના સમાચાર જાણીને એસડીએમ અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પર ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે પુરાતત્ત્વ વિભાગના અધિકારીને સૂચના આપીને મૂર્તિઓના આરોપી અશોકના ઘરે રખાવી દીધી.

અશોકનો પુત્ર રવિ ગૌતમે દાન આપનારી મહિલાઓને પ્રસાદી આપી.
અશોકનો પુત્ર રવિ ગૌતમે દાન આપનારી મહિલાઓને પ્રસાદી આપી.

પોલીસ ટીમ ગઈ તો આરોપીઓએ ખેતરમાં મૂર્તિઓ રાખી દીધી
પોલીસ અને પ્રશાસનની ટીમ પહોંચ્યા બાદ અશોકના પુત્ર રવિ, વિજય ગૌતમે મૂર્તિઓને પાછી ખેતરમાં રાખી દીધી. પિતા અને બંને પુત્ર થેલામાં પ્રસાદ લઈને બેઠા હતા. લોકો દાન આપવા પહોંચ્યા તો રવિએ તમામને પ્રસાદી આપી. પોલીસ પણ ત્યાં ભીડ જોઈને કેટલાક પોલીસકર્મીઓને ત્યાં તહેનાત કરી દીધા.

ડિલિવરીમેને જણાવ્યું- 169 રૂપિયામાં ઓર્ડર કરી હતી મૂર્તિઓ
આ ઘટનાની તસવીર ઓનલાઈન પ્લેટફોર્મ મીશોના ડિલિવરીમેન ગોરેલાલે જોઈ. એ તસવીરોને ઓળખી ગયો. તેણે એ વિસ્તારના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને જણાવ્યું કે મૂર્તિઓ ઓનલાઈન ઓર્ડર કરાઈ હતી. ગોરેલાલે પોલીસને કહ્યું- "મેં આ મૂર્તિઓને અશોકના ઘરે પહોંચાડી હતી. તેમના પુત્ર રવિ ગૌતમે મીશુ કંપનીમાંથી 169 રૂપિયામાં મૂર્તિઓનો સેટ ઓનલાઈન ઓર્ડર કરીને મગાવી હતી. મેં જ 29 ઓગસ્ટે તેમના ઘરે આ સેટ ડિલિવર કર્યો હતો."

ડિલિવરી કરનારે આપી બુકિંગ સાથે જોડાયેલી રસીદ

આ મીશો પર ઓર્ડર કરેલી મૂર્તિઓની ડિટેઈલ છે. પિતા-પુત્રએ 169 રૂપિયામાં મૂર્તિઓ મગાવી હતી.
આ મીશો પર ઓર્ડર કરેલી મૂર્તિઓની ડિટેઈલ છે. પિતા-પુત્રએ 169 રૂપિયામાં મૂર્તિઓ મગાવી હતી.
ડિલિવરીમેન ગોરેલાલે જાણ કર્યા બાદ પિતા-પુત્રોની છેતરપિંડી બહાર આવી.
ડિલિવરીમેન ગોરેલાલે જાણ કર્યા બાદ પિતા-પુત્રોની છેતરપિંડી બહાર આવી.
ઓનલાઈન મૂર્તિઓના પુરાવા પછી આરોપી અશોક અને તેમના પુત્રોની ધરપકડ કરવામાં આવી છે.
ઓનલાઈન મૂર્તિઓના પુરાવા પછી આરોપી અશોક અને તેમના પુત્રોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનુરાગ સિંહે જણાવ્યું, "અશોક કુમાર, તેમના પુત્ર રવિ ગૌતમ, વિજય ગૌતમની ધરપકડ કરવામાં આવી છે, જેમની પર શાંતિ ભંગ અંગે કેસ કરાયો છે. ઓનલાઈન મૂર્તિઓને ખરીદીને ત્રણેય લોકોએ આસ્થા સાથે રમત રમી રહ્યા હતા."

પોલીસે આ મહિલા ભક્તને આ ફ્રોડ અંગે જાણકારી આપી.
પોલીસે આ મહિલા ભક્તને આ ફ્રોડ અંગે જાણકારી આપી.
અન્ય સમાચારો પણ છે...