તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Declared Dead 6 year old Son Alive Before Funeral Prepared, Mother Clinging To Corpse, Begging For Life

ભગવાન પીગળ્યા:6 વર્ષના દીકરાના મૃતદેહને પંપાળીને મા કહેતી રહી- ઊઠી જા મારા લાડલા, થોડી જ ક્ષણોમાં જીવ આવ્યો ને શ્વાસ ચાલવા લાગ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકના દાદા વિજય શર્માએ શબને આખી રાત રાખવા માટે બરફ અને સવારે દફનાવવા માટે મીઠાની વ્યવસ્થા કરી હતી

આ વાતને ચમત્કાર નહિ તો શું કહીશું? એક માતાની પ્રાર્થનાને ભગવાને સાંભળી લીધી. હરિયાણામાં 20 દિવસ પહેલાં તેના 6 વર્ષના પુત્રને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પરિવાર અંતિમસંસ્કારની તૈયારી કરી રહ્યો હતો. માતા તેના પુત્રના માથાને ચુંબન કરતી-કરતી વારંવાર કહી રહી હતી- ઊઠીજા, મારા લાડકવાયા, ઊઠીજા. ત્યારે અચાનક તેના શરીરમાં હલનચલન થવા લાગ્યું. બીજી વખત સારવાર શરૂ થઈ અને મંગળવારે તે રોહતકની હોસ્પિટલમાંથી હસતો-રમતો પોતાના ઘરે પરત ફર્યો.

દિલ્હીમાં ટાઇફાઇડની સારવાર ચાલી રહી હતી
આ ઘટના હરિયાણાના બહાદુરગઢની છે. અહીં રહેનારાં હિતેશ અને તેમના પત્ની જાન્વી જાહ્નવીએ જણાવ્યું હતું કે તેમના પુત્રને ટાઇફોઇડ થઈ ગયો હતો. તેને સારવાર માટે દિલ્હી લઈ ગયા હતા. 26 મેના રોજ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેઓ તેનું શબ લઈને બહાદુરગઢ ચાલ્યા ગયા.

શબ રાખવા માટે બરફ અને અંતિમસંસ્કાર માટે મીઠું મગાવી લીધું હતું
બાળકના દાદા વિજય શર્માએ જણાવ્યું હતું કે તેમણે શબને આખી રાત રાખવા માટે બરફ અને સવારે દફનાવવા માટે મીઠાની વ્યવસ્થા કરી હતી. મોહલ્લાવાળાને સવારે સ્માશાન ઘાટ પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું.

પિતાએ મોઢાથી શ્વાસ આપ્યો તો પુત્રએ હોઠ પર દાંતથી ઈજા કરી
બાળકની માતા જાહ્નવી અને કાકી અન્નુ રડતાં-રડતાં વારંવાર તે જીવતો થાય એ માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં. થોડીવાર પછી પેક થયેલા શબમાં હલનચલન અનુભવાઈ હતી. એ પછી પિતા હિતેશે બાળકનો ચહેરો ચાદરના પેકિંગથી બહાર કાઢ્યો અને તેને મોઢા વડે શ્વાસ આપવા લાગ્યા. પછીથી પાડોશી સુનીલે બાળકની છાતી પર દબાણ આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન બાળકે તેના પિતાના હોઠ પર દાંત માર્યા.

શ્વાસ પરત ફર્યા પછી પણ બચવાની 15% જ આશા હતી
એ પછી 26 મેની રાતે જ બાળકને રોહતકની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ડોક્ટરોએ કહ્યું હતું કે તેના બચવાની માત્ર 15 ટકા જ આશા છે. સારવાર શરૂ થઈ. ઝડપથી રિકવરી થઈ અને હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને મંગળવારે ઘરે પહોંચ્યો.

હવે ગામમાં ખુશીનો માહોલ
હવે બાળકના પિતા હિતેશ તેમના હોઠ પર પુત્રએ કરેલી ઈજાને જોઈને ખુશી મનાવી રહ્યા છે. જ્યારે દાદા વિજય આ વાતને ચમત્કાર ગણી રહ્યા છે. માતાએ કહ્યું હતું કે ભગવાને તેના પુત્રમાં ફરીથી જીવ પૂર્યો છે. એનાથી પરિવાર જ નહિ, આખા ગામમાં આનંદનો માહોલ છે.