ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા દરમિયાન શુક્રવાર સુધીમાં 34 શ્રદ્ધાળુનાં મોત થયા છે. આ અંગે ભાજપના પ્રવક્તા શાદાબ શમ્સે કહ્યું છે કે શ્રદ્ધાળુઓનાં મૃત્યુ ધાર્મિક આસ્થાના કારણે થઈ રહ્યાં છે. તેમાં મોક્ષ પ્રાપ્તિ પણ એક કારણ છે. લોકોની આસ્થા છે કે ચારધામમાં મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ ધારણાથી પણ લોકો અહીં આવે છે. જે શ્રદ્ધાળુઓના યાત્રા દરમિયાન મૃત્યુ થયા છે, તેઓ બદ્રીનાથ અને કેદારનાથમાં પોતાની આસ્થા પ્રકટ કરીને મોક્ષ માટે ચારધામ યાત્રા પર આવ્યા હતા અને તેઓએ પોતાની બીમારીઓ છુપાવી હતી, જેથી દર્શન થઈ જાય. આ જ તેમના મૃત્યુનું કારણ બન્યું.
બીજી તરફ, કોંગ્રેસ સતત ભાજપની પુષ્કર સિંહ ધામી સરકારને ચારધામમાં અવ્યવસ્થા માટે ઘેરી રહી છે. કોંગ્રેસે ભાજપ નેતાના આ નિવેદનને શરમજનક ગણાવ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કરન માહરાનું કહેવું છે કે ચારધામમાં ન તો સ્વાસ્થ્યને લઈ સરકારે કોઈ વ્યવસ્થા કરી છે અને ન તો ઓક્સિજનની વ્યવસ્થા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.