• Gujarati News
  • National
  • Death Was Visible On All Sides After The Taliban Took Control Of Kabul, Holding The Taliban Hostage For 6 Hours.

કાબુલથી પરત આવેલા ભારતીયની આપવીતી:કાબુલ પર તાલિબાનના કબજા પછી ચારેતરફ મોત જ દેખાતું હતું, તાલિબાને 6 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા

મુઝફ્ફરપુર3 મહિનો પહેલા
  • તાલિબાનોએ ભારતીયોને બંધક બનાવીને લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી
  • તાલિબાનના કબજા બાદ ઘણા દિવસો સુધી લોકો પોતાના ઘરમાં જ રહ્યા

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઇમાં રહેતો સદ્દામ અફઘાનિસ્તાનથી સુરક્ષિત ઘરે પરત ફર્યો છે. તે છેલ્લાં બે વર્ષથી કાબુલમાં એક સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતો હતો. અહીં આવ્યા પછી તેણે ત્યાંનાં ભયાનક દૃશ્ય અને એમાં વિતાવેલા દિવસો વિશે જણાવ્યું હતું. સદ્દામે કહ્યું હતું કે તેની સાથે કેટલાક અન્ય ભારતીયોને તાલિબાનોએ બંધક બનાવ્યા હતા અને લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. સદ્દામે કહ્યું હતું કે તેને હંમેશાં ચારેતરફ તેની સામે મોત જ દેખાતું હતું. કાબુલમાં તાલિબાનો હંમેશાં હથિયારો સાથે ફરી રહ્યા હતા.

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ સદ્દામે 19 ઓગસ્ટ માટેની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. તેને પહેલા લાગ્યું હતું કે કાબુલમાં તાલિબાનનો કબજો નહીં થાય, પરંતુ તેમણે 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કરી લીધો હતો. એ પછી પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. ઠેર ઠેર ગોળીબાર અને બોમ્બવિસ્ફોટોના સમાચાર આવવા લાગ્યા હતા.

તાલિબાનના ડર વચ્ચે કેવી રીતે પસાર થયા ભારતીયોના 7 દિવસ, સદ્દામના શબ્દોમાં જાણો…
દરેકને ચિંતા હતી કે તેઓ ઘરે પરત ફરી શકશે કે નહીં? રસ્તાઓ સૂમસામ થઈ રહ્યા હતા. બહાર થોડા જ લોકો દેખાતા હતા. ધમધમતું બજાર સંપૂર્ણપણે નિર્જન હતું. ઘણા દિવસો સુધી લોકો પોતાના ઘરમાં જ રહ્યા. પછી જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ ત્યારે ધીરે-ધીરે લોકોએ બહાર નીકળવાનું શરૂ કર્યું. અફઘાનિસ્તાનના લોકોને અન્ય દેશોના લોકોની જેટલી મુશ્કેલીઓ પડતી ન હતી.

મારી સાથે બીજા ઘણા ભારતીયો ફસાયેલા હતા. દરેક વ્યક્તિ અંદરથી ખૂબ જ ડરી ગઈ હતી છતાં તેઓ એકબીજાને હિંમત આપતા હતા. એ સમયે પરિસ્થિતિ એવી હતી કે કોઈપણ રીતે તેઓ પોતાના વતન પરત ફરવાનું વિચારી રહ્યા હતા, પણ કોઈ રસ્તો મળતો ન હતો.

છ કલાક સુધી ભારતીય લોકો તાલિબાનના કબજામાં રહ્યા હતા
આ દરમિયાન તાલિબાનો ભારતીયોને પોતાની સાથે લઈ ગયા અને તેમને એક રૂમમાં બેસાડી દીધા. પછી તે લોકોએ કહ્યું કે હવે અફઘાનિસ્તાન પર અમારું શાસન છે. જો તમે લોકો ઘરે જવા માગતા હોવ તો જણાવો, બધાએ હા કહેતાં માથું હલાવ્યું. આ પછી તેમની પાસેથી સંપૂર્ણ વિગતો લેવામાં આવી હતી. તમામ જરૂરી દસ્તાવેજો લેવામાં આવ્યા હતા. પછી ભારતીય દૂતાવાસ સાથે વાત કરી, પછી ત્યાંથી તેમના દસ્તાવેજો મોકલવામાં આવ્યા. આ દરમિયાન લગભગ છ કલાક સુધી ભારતીય લોકો તાલિબાનના કબજામાં રહ્યા હતા.

સદ્દામે જણાવ્યું હતું કે તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 22 ઓગસ્ટે બધા લોકોને ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા હતા અને બધા લોકો દિલ્હી આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર જ બધાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. ક્વોરન્ટીન પૂર્ણ થયા બાદ હું ઔરાઈ ખાતે મારે ઘરે પહોંચ્યો હતો. સદ્દામ અને તેનો આખો પરિવાર ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તે કહે છે કે અમે તો વતન વાપસીની આશા જ છોડી દીધી હતી, પરંતુ તાલિબાનો એક-એક ભારતીયને ત્યાંથી બહાર કાઢી રહ્યા છે.