ઉત્તરાખંડમાં વરસાદી કહેર:ઉત્તરાખંડમાં મૃત્યુઆંક વધીને 55, કેદારનાથ યાત્રા ફરી શરૂ

દહેરાદૂન/ઉત્તરકાશીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્લોબલ વોર્મિંગના કારણે ભારે વરસાદ: નિષ્ણાતો
  • નૈનિતાલમાં સૌથી વધારે 28નાં મોત, કુમાઉમાં 46 મકાનો ધ્વસ્ત
  • યમુનોત્રી, ગંગોત્રીની યાત્રા પણ શરૂ, બદ્રીનાથની યાત્રા હજુ બંધ

ઉત્તરાખંડના મુશળધાર વરસાદથી થયેલી તબાહીનું કારણ સામે આવ્યું છે. અહીં કુમાઉ ક્ષેત્રમાં થોડા કલાકો ભારે વરસાદ થતાં જ નદીઓમાં 30 લાખ ક્યુસેક પાણીની આવક થતાં આવી સ્થિતિ સર્જાઈ હતી. અત્યાર સુધી 55 લોકોના મોત નિપજ્યા હતા.

ઉત્તરાખંડ હવામાન વિભાગના ડિરેક્ટર બિક્રમ સિંહે કહ્યું કે 18-19 ઓક્ટોબર પહેલાં કુમાઉમાં ઊંચાઈવાળા વિસ્તારોનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું હતું તેના કારણે ભારે વરસાદ થયો અને પછી 30 લાખ ક્યુસેક પાણી પૂરનું કારણ બન્યું, જે 106 વર્ષનો સૌથી વધુ વરસાદ છે. દરમિયાન કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. જ્યારે રસ્તાઓ બ્લોક હોવાથી બદ્રીનાથની યાત્રા હજુપણ સ્થગિત રાખવામાં આવી છે.

નિષ્ણાતોના મતે, કોઈ સ્થળે જો એક કલાકમાં 100 મિ.મી. વરસાદ થાય તો તેને વાદળ ફાટ્યાં એમ કહે છે. વાદળ ફાટવાની ઘટના નાના વિસ્તારમાં થાય છે. ખાસ કરીને તે હિમાલય ક્ષેત્રોમાં કે પશ્ચિમી ઘાટના પર્વતીય વિસ્તારોમાં થાય છે. ચોમાસામાં ગરમ પવનો ઠંડા પવનોના સંપર્કમાં આવે છે ત્યારે મહાકાય વાદળો બને છે. આવું જે તે સ્થળના ભૌગોલિક આકાર અને પર્વતીય ક્ષેત્રોના કારણે પણ થાય છે.

તાપમાન વધી જતા ગ્લેશિયરો પીગળ્યા: એક્સપર્ટ
વિજ્ઞાનીઓના મતે, કેદારનાથ, રૈણી તપોવન અને કુમાઉમાં અતિવૃષ્ટિનું કારણ ગ્લોબલ વૉર્મિંગ જ છે. આ ત્રણેય સ્થળનું તાપમાન અતિવૃષ્ટિ પહેલાં સામાન્યથી વધી ગયું હતું. ગ્લેશિયર વિજ્ઞાની ડૉ. ડી. પી. ડોભાલના મતે, ઉચ્ચ હિમાલયન ક્ષેત્રમાં દિવસનું તાપમાન 30 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ કારણસર ગ્લેશિયરો પીગળે છે, ખસે છે અને અતિવૃષ્ટિ પણ થાય છે.

ચીન સરહદ નજીક 14 ટ્રેકર, પોર્ટર લાપતા
ઉત્તરાખંડમાં હાલમાં ભારે વરસાદ અને હિમવર્ષાને પગલે વધુ 14 લોકો લાપતા હોવાના અહેવાલ છે. તેમાં 11 ટ્રેકર અને ત્રણ પોર્ટર છે. એક ટીમ તેમને શોધી રહી છે, હેલિકોપ્ટરથી શોધ અભિયાન ચાલુ છે. અહીં વરસાદી ઘટનાઓમાં કુલ 47નાં મોત થઈ ચૂક્યાં છે. આ તબાહી પહેલાં ITBP જવાનોની ટીમ સાથે લાંબા અંતરના પેટ્રોલિંગ માટે ત્રણ પોર્ટર રવાના થયા હતા. બીજી તરફ, હર્ષિલ છિતકુલના લખમા માઉન્ટેઈન પાસ ગયેલા 11 ટ્રેકર લાપતા છે. બરફવર્ષાથી રેસ્ક્યુ અટક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...