તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Death Of Madhya Pradesh MP Nandkumar Chauhan; Corona's Pace Accelerated In 140 Districts In 22 States

કોરોના દેશમાં:મધ્યપ્રદેશના સાંસદ નંદકુમાર ચૌહાણનું મૃત્યુ; 22 રાજ્યના 140 જિલ્લામાં કોરોનાની ગતિ ઝડપી બની

નવી દિલ્હી7 મહિનો પહેલા
સાંસદ નંદકુમાર ચૌહાણના મૃત્યુ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શોક વ્યક્ત કર્યો હતો. -ફાઇલ ફોટો.
  • મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર ચૌહાણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
  • કોરોના મામલે દુનિયામાં ભારત ફરી એક વખત 13મા નંબર પર પહોંચી ગયું

મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર ચૌહાણનું નિધન થયું છે. કોરોના સંક્રમણ લાગ્યા બાદ તેમને 5 ફેબ્રુઆરીએ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે મંગળવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર, સંક્રમણ તેમના ફેફસાંમાં ફેલાઈ ગયું હતુ. બાદમાં કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત દેશ અને રાજ્યના અનેક નેતાઓએ ચૌહાણના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

140 જિલ્લામાં ઝડપી બની કોરોનાની ગતિ
દેશમાં કોરોનાના દર્દીઓ મળવાની ગતિમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. 22 રાજ્યમાં 140 જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ઉપર ચઢતો જોવા મળ્યો છે, જેનો અર્થ થાય કે આ જિલ્લામાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થયો છે. 10 દિવસ પહેલાં એટલે કે 22 જાન્યુઆરી સુધી આવા 122 જિલ્લા હતા. સૌથી વધુ મહારાષ્ટ્રના તમામ 36 જિલ્લા અસરગ્રસ્ત છે. આ ઉપરાંત કેરળના 9, તામિલનાડુના 7, પંજાબ અને ગુજરાતના 6-6 જિલ્લા આમાં સામેલ છે. આ જિલ્લામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ દરરોજ કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે.

ભારતમાં હાલમાં 1.65 લાખ એક્ટિવ કેસ છે, એટલે કે આટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ મામલે તે દુનિયામાં ફરી એક વખત 13મા નંબર પર પહોંચી ગયું છે. બે દિવસ પહેલાં તે 15મા નંબર પર હતું. એના 10 દિવસ પહેલાં ટોપ-15 સંક્રમિત દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું હતું. આ રીતે દરરોજ કોરોનાના દર્દીઓ મળવાના મામલે પણ ભારત હવે 4-5મા નંબર પર આવી ગયું છે.

24 કલાકમાં 11 હજારથી વધુ દર્દીઓ મળ્યા

સોમવારે દેશમાં 11,563 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 11,990 લોકો સાજા થયા અને 80 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 1.11 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.07 કરોડથી વધુ લોકો સાજા થઈ ચૂકયા છે. 1.57 લાખ દર્દી મૃત્યુ પામ્યા છે, જ્યારે 1.65 દર્દી સારવાર હેઠળ છે.

કોરોનાં અપડેટ્સ

  • મધ્યપ્રદેશના ખંડવાથી ભાજપના સાંસદ નંદકુમાર ચૌહાણનું મૃત્યુ થયું છે. તેમણે ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેમનાં ફેફસાંમાં સંક્રમણ ફેલાઈ ગયું હતું. ત્યાર બાદ તેમણે 5 ફેબ્રુઆરીએ મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો હતો, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. નંદકુમાર સિંહ ચૌહાણના નિધન પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત પ્રદેશના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.
  • હિમાચલ પ્રદેશના ધર્મશાલાના ગ્યુટો મઠમાં સોમવારે 100 બૌદ્ધ સાધુઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. આ મઠમાં અત્યારસુધીમાં કુલ 156 સાધુઓનો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે. કાંગડાના સીએમઓ ડો.ગુરદર્શન ગુપ્તાએ જણાવ્યું હતું કે આટલા બધા કેસ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
  • કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની સોમવારે શરૂઆત થયા બાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને તેમના પરિવારના લોકો મંગળવારથી કોરોનાની વેક્સિન લગાવી શકશે. તેમને હોસ્પિટલ અથવા સુપ્રીમ કોર્ટના એનેક્સી બિલ્ડિંગ્સમાંથી કોઈ એક જગ્યાએ વેક્સિન આપવામાં આવશે. આ સાથે નિવૃત્ત ન્યાયાધીશો અને તેમના પરિવારના સભ્યોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સિન લગાવી દીધી છે. તેમણે ભારત બાયોટેકની કોવેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.
  • મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 7 દિવસ માટે કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 7 માર્ચના રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.

5 રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
રાજ્યમાં સોમવારે કોરોનાના 6397 કેસ નોંધાયા હતા. 5754 લોકો સાજા થયા અને 30 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં અહીં 21 લાખ 61 હજાર 467 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. એમાં 20 લાખ 30 હજાર 458 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 52 હજાર 184 લોકોનાં મૃત્યુ થયાં છે. હાલમાં 77 હજાર 618 દર્દી સારવાર હેઠળ છે.

2. કેરળ
રાજ્યમાં સોમવારે 1938 કેસ નોંધાયા હતા. 3475 લોકો સાજા થયા અને 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં 10 લાખ 61 હજાર 342 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાં 10 લાખ 8 હજાર 972 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4311 દર્દી મૃત્યુ પામ્યા છે. 47 હજાર 866 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
સોમવારે રાજ્યમાં 427 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 360 લોકો સાજા થયા અને 1નું મોત થયું. અહીં અત્યારસુધીમાં 2 લાખ 70 હજાર 316 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. એમાંથી 2 લાખ 63 હજાર 476 દર્દી સાજા થયા છે, જ્યારે 4411 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 2429 દર્દી સારવાર લઈ રહ્યા છે.

4. રાજસ્થાન
રાજ્યમાં સોમવારે 119 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 123 લોકો સાજા થયા. આ રીતે અત્યારસુધી 3 લાખ 20 હજાર 455 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એમાંથી 3 લાખ 16 હજાર 364 લોકો સાજા થયા છે, જ્યારે 2787 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1,304 દર્દી સારવાર લઈ રહ્યા છે.

5. દિલ્હી
સોમવારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના 175 દર્દી મળી આવ્યા હતા. 105 લોકો સ્વસ્થ થયા અને 01નું મૃત્યુ થયું હતું. અત્યારસુધીમાં 6 લાખ 39 હજાર 464 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. આમાં 6 લાખ 27 હજાર 149 લોકો સાજા થયા છે, જ્યારે 10 હજાર 911 દર્દી મૃત્યુ પામ્યા છે. 1404 દર્દીની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...