તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Death Of A Sister in law Who Was Preparing For Marriage Due To Electric Shock; Half The People Were Involved In The Wedding While Half In The Funeral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MPમાં એક દરવાજેથી ડોલી, બીજા દરવાજેથી નનામી:લગ્નની તૈયારી કરી રહેલ ભાભીને વીજકરંટ લાગતાં મોત; અડધા લોકો લગ્નમાં સામેલ હતા તો અડધા અંતિમયાત્રામાં

ગ્વાલિયર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાભીના મૃત્યુની વાત નણંદને જણાવ્યા વિના જ તેના લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા

ગ્વાલિયરમાં સોમવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઘરના એક દરવાજાથી લગ્ન કર્યા પછી નણંદને વિદાય આપવામાં આવી રહી હતી તો તે જ ઘરના બીજા દરવાજેથી તેની ભાભીની નનામી નીકળી હતી. નણંદના લગ્નની તૈયારીઓ કરી રહેલા ભાભી વીજપોલની ઝપેટમાં આવી ગયા હતા અને તેમને વીજકરંટ લાગ્યો હતો. તડપી રહેલા ભાભી મોતને ભેટ્યા હતા. થોડી મિનિટોમાં જ લગ્નની ખુશીઓ શોકમાં બદલાઈ હતી.

માધવગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સેટ ભાઈની ગોઠ વિસ્તારના 31 વર્ષીય અજય પાલ પુત્ર ગોવિંદ પાલ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી છે. તેની કઝીન મનાલીના લગ્ન સોમવારે હતા. કોરોના સંક્રમણને કારણે લગ્ન બગીચા અને હોટલોથી પ્રતિબંધિત હતા, તેથી તે ઘર પર જ મર્યાદિત સંખ્યામાં લગ્નનો કાર્યક્રમ કરી રહ્યા હતા. લગ્નના તમામ કામની જવાબદારી અજયની 28 વર્ષની પત્ની રેણુ પર હતી.

સોમવારે બપોરે લગ્નની કેટલીક વિધિ પૂર્ણ કર્યા પછી, રેણુ નજીકમાં જ તેના બીજા ઘરે જવા લાગી. ગલીમાં તંબુ લગાવેલો હતો, તેથી તે પાછળથી જય રહી હતી. અહીં જ એક વીજપોલને કરંટનો એક વાયર સ્પર્શ કરી રહ્યો હતો. વીજપોલ પર હાથ મુકતાની સાથે જ તે વીજકરંટની ઝપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરો સારવાર શરૂ કાટે તે પહેલા જ રેણુ મોતને ભેટી હતી. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો.

ખુશીઓ શોકમાં ફેરવાઇ
લગ્નપ્રસંગ હોવાને કારણે ચારે તરફ આનંદનો માહોલ હતો. રેણુના મોતની જાણ થતાં જ તરત જ ખુશીઓ શોકમાં ફેરવાઇ હતી. આ પછી, મર્યાદિત પ્રોગ્રામ ઝડપથી અને ટૂંકાવીને માત્ર ફેરા અને કિડાય સુધી જ સમેટી લેવામાં આવ્યો હતો.

દ્રશ્ય કાળજું કંપાવનારું હતુ
સોમવારે રાત્રે ઘરના એક દરવાજા પરથી નણંદને વિદાય આપવામાં આવી રહી હતી અને તે જણાતી હતી કે હવે તેના ભાભી આ દુનિયામાં રહ્યા નથી. તેની નજીક જ ઘરના બીજા દરવાજેથી ભાભીની નનામી નીકળી રહી હતી. અડધા લોકો આતરફ હતા તો અડધા લોકો તે તરફ. ભાભીની વિદાયથી થોડા સમય પહેલા જ ભાભીના મૃતદેહને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દ્રશ્ય કાળજું કંપાવનારું હતુ.

ત્રણ નાના બાળકો છે
રેણુને ત્રણ બાળકો છે. તમામ બાળકો નાના છે, જેમાં મોટો પુત્ર દેવ પાલ 10 વર્ષ, નાની પુત્રી માનસી 8 વર્ષની અને સૌથી નાની પુત્રી નેન્સી માત્ર 4 વર્ષની છે. રેણુ બાબતે કહેવામાં આવ્યું છે કે તે એકદમ મિલનસાર અને ખુશમિજાજી હતી અને દરેક વ્યક્તિ તેના વર્તનથી ખૂબ જ ખુશ હતી, જેણે પણ તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા તેમને આઘાત લાગ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો