ભારતે સોમવારે ઈન્ટરમીડિએટ-રેન્જ બેલિસ્ટીક મિસાઈલ, અગ્નિ-4નું સફળ લોંચિંગ કર્યું છે. લોંચિંગ સાંજે 7.30 વાગે APJ અબ્દુલ કલામ દ્વિપ, ઓડિશાથી કરવામાં આવ્યું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે લોંચિંગ તમામ માપદંડો પર ખરું રહ્યું છે. તે રુટીન યુઝર ટ્રેનિંગ લોંચ હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે લોંચિંગ વિશ્વસનીય લઘુત્તમ પ્રતિરોધ ક્ષમતા રાખવાની ભારતની નીતિની પુષ્ટી કરે છે. આ મિસાઈલ 4000 કિમી દુરના લક્ષ્યાંકને ભેદવા માટે સક્ષમ છે.
વલીઉલ્લાહને ફાંસીની સજા ફટકારી
વારાણસીમાં વર્ષ 2006માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના દોષિત વલીઉલ્લાહને ગાઝીયાબાદની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જિલ્લા ન્યાયધિશ જિતેન્દ્ર કુમાર સિંહાની કોર્ટમાં આ ચુકાદો બપોરે સાડા ત્રણ વાગે આવ્યો હતો. વારાણસીમાં વિસ્ફોટ થયાને લગભગ 16 વર્ષ બાદ આ ચૂકાદો આવ્યો છે. વલીઉલ્લાહ અત્યાર સુધી કાયદાકીય ગૂંચને લીધે સજાથી બચતો રહ્યો હતો. આ ચૂકાદાને ધ્યાનમાં રાખી કોર્ટમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રેલ યાત્રીઓ માટે સારા સમાચાર; 1 મહિનામાં 24 ટિકિટ બૂક કરાવી શકાશે
હવેથી રેલવે યાત્રી વધારે ઓનલાઈન ટિકિટ બૂકિંગ કરાવી શકશે. રેલવે મંત્રાલયે કહ્યું કે જે IRCTC યુઝર્સની લોગિન ID આધારથી લિંક નથી, તેમની એક મહિનામાં ઓનલાઈન ટિકિટ બુક કરવાની સંખ્યા 6થી વધી 12 કરી દીધી છે. આધાર લિંક્ડ યુઝર IDવાળા ગ્રાહકો માટે મહત્તમ ટિકિટ બુકની સંખ્યા 12થી વધારી 24 કરવામાં આવી છે. આ સુવિધા આ લોકો માટે ઘણી ઉપયોગી છે કે જે ફ્રીક્વેન્ટ ટ્રાવેલર છે. આ સાથે જ એવા લોકોને પણ ફાયદો થશે કેજે એક જ IDના ઉપયોગ કરી પરિવારના તમામ સભ્યોની ટિકિટ બુકિંગ માટે રજૂ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.