તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 20ના મોત:CM શિવરાજે અધિકારીઓને બેઠક બોલાવી, મુરૈનાના કલેક્ટર અને SPને હટાવાયા

મુરૈના13 દિવસ પહેલા
ઝેરી દારૂથી થયેલાં મોતથી ગામના લોકો ગુસ્સે ભરાયા છે. તેઓ પહેલા ટ્રેક્ટરથી લાશ લઈ જવાની જીદ કરવા લાગ્યા, પછી એમ્બ્યુલન્સમાંથી લાશ ઉતારીને મુરૈના-જૌરા હાઈવે બે કલાક જામ કરી દીધો. - Divya Bhaskar
ઝેરી દારૂથી થયેલાં મોતથી ગામના લોકો ગુસ્સે ભરાયા છે. તેઓ પહેલા ટ્રેક્ટરથી લાશ લઈ જવાની જીદ કરવા લાગ્યા, પછી એમ્બ્યુલન્સમાંથી લાશ ઉતારીને મુરૈના-જૌરા હાઈવે બે કલાક જામ કરી દીધો.
  • મૃતકોમાં આઠ લોકો માનપુરા ગામના છે, જેમાં દારૂ તસ્કરનો ભાઈ પણ સામેલ
  • પોલીસે 10થી વધુ લોકોની અટકાયત કરી,ગ્રામજનોએ હાઇવે પર લાશ રાખીને હોબાળો કર્યો

મધ્યપ્રદેશના મુરૈનામાં ઝેરી દારૂ પીવાથી 20 લોકોના મોત થયા છે.આ અંગે બુધવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓની બેઠક બોલાવી. મુરૈનાના કલેક્ટર અને એસપીને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. SDOPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પાંચ વર્ષ પહેલાં મુરૈના જિલ્લામાં બાગચીની પોલીસ સ્ટેશન વિસ્તારના જે વિસંગપુરા-માનપુરામાં મહાપંચાયત કરીને દારૂબંધીનો નિર્ણય લેવાયો હતો, એ જ ગામમાં ઝેરી દારૂ પીવાથી ત્રણ દિવસમાં 20 લોકોનાં મોત થઈ ગયાં છે.

ઝેરી દારૂ પીવાથી બે દિવસમાં 16 લોકોનાં મોત થઈ ગયાં છે.
ઝેરી દારૂ પીવાથી બે દિવસમાં 16 લોકોનાં મોત થઈ ગયાં છે.

આ કેસમાં પ્રભારી આબકારી અધિકારી જાવેદ ખાન અને બાગચીની પોલીસ સ્ટેશન પ્રભારી અવિનાશ રાઠોડ સહિત બે બીટ પ્રભારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. છૈરા-માનપુરામાં દુકાનમાં ગેરકાયદે દારૂ વેચતા સાત દારૂ તસ્કર- મુકેશ કિરાર, માનપુરાના ગિર્રાજ કિરાર, તેમના દીકરા રાજુ કિરાર, પપ્પુ શર્મા અને તેમના દીકરા કલ્લા શર્મા, રામવીર રાઠોડ અને તેમના દીકરા પ્રદીપ રાઠોડ વિરુદ્ધ ખોટા ઈરાદે હત્યા સહિત ઘણી કલમો હેઠળ કેસ કરાયો છે. પોલીસે 10થી વધુ લોકોની અટકાયત કરી છે.

નવી દારૂ નીતિની કોઈ અસર નહીં
ગત વખતની સરકારે દારૂના ગેરકાયદે વેપારને અટકાવવા માટે નવી દારૂ નીતિમાં નવી દુકાનો ખોલવાની જગ્યાએ વધુ માગ ધરાવતા વિસ્તારમાં દુકાન ખોલવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ગેરકાયદે દારૂનું વેચાણ અટકાવવામાં આ નીતિની કોઈ અસર સાબિત ન થઈ.

પહેલા ટ્રેક્ટરથી લાશ લઈ જવા માટે જીદ કરી પછી હાઇવે પર લાશ રાખીને હોબાળો કર્યો
છૈરા-માનપુરમાં ઝેરી દારૂનો ઘટસ્ફોટ ત્યારે થયો, જ્યારે 52 વર્ષની એક વ્યક્તિનું રવિવારે મોડી રાતે મોત થઈ ગયું. પરિવારજનોએ હાર્ટ-અટેક સમજીને તેમના અંતિમસંસ્કાર પણ કરી દીધા, પણ સોમવારે સવારે જ્યારે એક-એક કરીને ગામના 28થી વધુ લોકોને ઊલટી થવાનું શરૂ થયું તો ગામના લોકો તેમને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા, જેમાં બે લોકોનું સારવાર પહેલાં, સાતનું જિલ્લા હોસ્પિટલમાં અને ત્રણ લોકોનું ગ્વાલિયરમાં મોત થઈ ગયું. ગામના લોકોએ પહેલાં ટ્રેક્ટરમાં લાશ લઈ જવાની જીદ કરી. પછી એમ્બ્યુલન્સમાંથી લાશ ઉતારીને મુરૈના-જૌરા હાઈવે બે કલાકનો જામ લગાવી દીધો.

ગામના લોકોએ પહેલા ટ્રેક્ટરમાં લાશ લઈ જવાની જીદ કરી.
ગામના લોકોએ પહેલા ટ્રેક્ટરમાં લાશ લઈ જવાની જીદ કરી.
એમ્બ્યુલન્સમાંથી લાશ ઉતારીને મુરૈના-જૌરા હાઈવે બે કલાકનો જામ લગાવી દીધો.
એમ્બ્યુલન્સમાંથી લાશ ઉતારીને મુરૈના-જૌરા હાઈવે બે કલાકનો જામ લગાવી દીધો.

ત્રણ મહિના પહેલાં ઉજ્જૈનમાં 14 લોકોનાં મોત થયાં હતાં
રાજ્યમાં છેલ્લા નવ મહિનામાં ઝેરી દારૂથી 36 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. સતત બની રહેલી ઘટનાઓ છતાં સરકારી તંત્ર દારૂના ગેરકાયદે વેપારને અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ પહેલા 15 ઓક્ટોબરે ઉજ્જૈનમાં ઝેરી દારૂથી 14 લોકોનાં મોત થયાં હતાં, ત્યાર પછી રાજ્યમાં દેશી દારૂનાં ગેરકાયદે કારખાનાં પર દરોડા પાડવામાં આવ્યા, પણ છેલ્લા એક સપ્તાહમાં જ રાજ્યમાં ઝેરી દારૂથી મરનાર અને બીમાર પડવાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે.

ઝેરી દારૂથી સતત મોત

2 મે 2020

રતલામના પચેડ અને ભડવાસા ગામમાં 4ના મોત
6 સપ્ટેમ્બર 2020બડવાનીના દિવાનિયા ગામમાં 2 લોકોના મોત
7 જાન્યુઆરી 2021ખરગોનના દેવલા ગામમાં 2 લોકોના મોત, 6 ગંભીર
11 જાન્યુઆરી 2021મુરૈનામાં 16ના મોત
13 જાન્યુઆરી 2021મુરૈનામાં 4 લોકોના મોત
15 ઓક્ટોબર,2020ઉજ્જૈનમાં 14 મજૂરોના મોત

દેશી દારૂ કેટલો જોખમી
ગાંધી મેડિકલ કોલેજના ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ એન્ડ પ્રોફેસર ડો. એકે શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, દેશી દારૂમાં મિથાઈલ આલ્કોહોલ હોય છે, જે માણસની ઓપ્ટિક નર્વને નુકસાન પહોંચાડે છે, જેનાથી ઊલટી થાય છે અને દેખાવાનું બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં હાર્ટ અને લિવર પણ ડેમેજ થઈ જાય છે અને મોત થઈ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser