તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજસ્થાનના નાગૌરમાં સોમવારે સવારે માર્ગ અકસ્માતમાં શાળાના હેડમાસ્ટરનું મોત થયું છે. મૃતક મોના જાંગિડ (25) ગ્રેડ સેકન્ડની શિક્ષિકા હતી. તે સવારે શાળાએ જતી હતી તે સમયે પાછળી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી દીધી હતી. ટારની નીચે આવી જવાને લીધે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઘટના બાદ ડમ્પરનો ચાલક ભાગી ગયો છે.
આ દુખદ ઘટના સવારે 7 વાગે જોધપુર હાઈવે પર થઈ હતી. મોના દરરોજની માફક સ્કૂટીથી શાળાએ જઈ રહી હતી. તે તાલુકા કાર્યાલાય પાસે પહોંચી ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરના ચાલકે સ્કૂટને ટક્કર મારી હતી.
CCTVમાં કેદ થઈ ઘટના
આ સમગ્ર ઘટના એક CCTVમાં કેદ થઈ છે. આ ઘટનામાં ડમ્પરના ડ્રાઈવરની લાપરવાહી સામે આવી છે. આ ઘટના બાદ શિક્ષકોએ ડમ્પર ચાલક સામે હત્યાનો કેસ દાખલ કરી તેને કડક સજા કરવા માંગ કરી છે.
પિતા પણ શિક્ષક તરીકે નિવૃત થયા
પોલીસે સ્થળ પરથી મૃતદેહને કબજામાં લીધું છે. મોના રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય ગોવા ખુર્ગમાં કાર્યરત હતી, તેના પિતા હરિરામ જાંગિડ ફિઝીકલ ટીચર પદ પરથી નિવૃત થયા છે. મોના RASની તૈયારી કરતી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.