તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Cheetahs Are Burning For 24 Hours In Buxar, Bihar, Many Corpses Are Being Dumped Directly Into The River

ગંગા કિનારે થયો શબનો ઢગલો:બિહારના બકસરમાં 24 કલાક સળગી રહી છે ચિતાઓ, ઘણા શબને સીધા જ નદીમાં વહેવડાવવામાં આવી રહ્યાં છે

બક્સર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા જ્યાં ચૌસા સ્મશાન ઘાટ પર પ્રતિદિવસ બેથી પાંચ ચિતાઓ સળગતી હતી, ત્યાં હવે 40થી 50 ચિતાઓ સળગાવાઈ રહી છે, બકસરમાં આ આંકડો સરેરાશ 90 છે

કોરોનાના સંકટની વચ્ચે બિહારના બકસર જિલ્લામાં માણસાઈને લજવે તેવી તસ્વીર પ્રકાશમાં આવી છે. સોમવારે અહીં ચરિત્રવનમાં અગ્નિસંસ્કાર માટે જગ્યા વધી નથી. એમ કહેવાઈ રહ્યું છે કે ગામમાં છેલ્લા એક-દોઢ મહિનાથી મૃત્યુ અચાનક વધી ગયા છે. મૃત્યુ પામનારાઓ બધા ખાસી અને તાવથી પીડાતા લોકો હતા. ચૌસા સ્મશાન ઘાટ પર આવનારા મોટાભાગના શબને ગંગામાં વહેવડાવાઈ રહ્યાં છે. એવામાં સંખ્યાબંધ શબ કિનારા પર જ સડી રહ્યાં છે.

ચરિત્રવન અને ચૌસા સ્મશાન ઘાટ પર દિવસ-રાત ચિતાઓના અગ્નિસંસ્કાર કરાઈ રહ્યાં છે. કબ્રસ્તાનોમાં પણ ભીડ રહે છે. પહેલા જ્યાં ચૌસા સ્મશાન ઘાટ પર પ્રતિદિવસ બેથી પાંચ ચિતાઓ સળગતી હતી, ત્યાં હવે 40થી 50 ચિતાઓ સળગાવાઈ રહી છે. બકસરમાં આ આંકડો સરેરાશ 90 છે.

7 શબ સળગાવવામાં આવ્યા, 16ને ગંગામાં વહેવડાવવામાં આવ્યા
ચરિત્રવન સ્મશાન ઘાટ પર એક વખતમાં 10થી વધુ શબનો અગ્નિસંસ્કાર કરાઈ રહ્યો છે. અહીં દિવસ-રાત ચિતાઓ સળગી રહી છે. રવિવારે બક્સરમાં 76 શબ સરકારી આંકડાઓમાં નોધાયા. જ્યારે 100થી વધુના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. રોજ 20થી વધુ લોકો સ્મશાન ઘાટમાં રજિસ્ટ્રેશન પણ કરાવતા નથી. ચૌસામાં પણ 25 શબોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાંથી સાતના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા, જ્યારે 16 શબને નદીમાં વહેવડાવવામાં આવ્યા.

પ્રતિબંધ લગાવવાના આપ્યા છે નિર્દેશઃ CO
ચૌસા CO નવલકાંતે જણાવ્યું કે તેમણે SDOના દિશાનિર્દેશ પર રવિવારે સ્મશાનની મુલાકત લીધી. રાતે શબને અગ્નિ સંસ્કાર કરવામાં મુશ્કેલી ન થાય તે માટે જનરેટર લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગંદકીને સાફ કરવા માટે બે લોકોને રાખવામાં આવ્યા છે. સાથે જ ત્યાં બે ચોકીદાર અને એક સલાહકારની પણ નિમણૂંક કરવામાં આવી છે. તે અગ્નિસંસ્કાર કરનારની ડિટેલ પણ નોંધી રહ્યાં છે.

(બકસરથી મંગલેશ/સત્યપ્રકાશના ઈનપુટની સાથે)